18 એપ્રિલથી વૈશાખ માસ શરૂ:આ મહિનામાં ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા
18 એપ્રિલથી હિન્દી પંચાંગનો બીજો મહિનો વૈશાખ શરૂ થશે. આ મહિનામાં ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ મહિનો 16 મેના રોજ સમાપ્ત થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, વૈશાખ માસમાં ગરમી વધી જાય છે, તેથી આ દિવસોમાં ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગરમીના સમયમાં રહેણી-કરણીમાં સાવચેતી રાખવામાં આવે તો મોસમી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. શાસ્ત્રોમાં વૈશાખ માસ વિશે લખ્યું છે કે- न माधवसमो मासो न कृतेन युगं समम्। न च वेदसमं शास्त्रं न तीर्थं गंङ्गया समम्।। આ શ્લોક અનુસાર વૈશાખ સમાન કોઈ અન્ય માસ નથી, સતયુગ સમાન કોઈ યુગ નથી. વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી. વૈશાખ સૌથી શ્રેષ્ઠ મહિનો છે. આ મહિનો બુદ્ધ પૂર્ણિમા સાથે સમાપ્ત થશે. આ માસ માતાની જેમ બધા જીવોની ઇચ્છાઓને પૂર્ણ કરનાર છે. આ મહિનો વૃક્ષોમાં કલ્પવૃક્ષ સમાન અને શિવજી, વિષ્ણુને પ્રસન્ન કરનાર છે. વૈશાખ માસમાં આ વાતોનું ધ્યાન રાખો
Read Original Article →