ગુરુનું કર્ક રાશિમાં મહાભ્રમણ:વૃષભ રાશિના કુંવારાઓ માટે લગ્નના યોગ, કર્ક રાશિના લોકોના કિસ્મતના બંધ દરવાજા ખુલશે
સંત કબીરજી કહે છે- “ગુરુ પારસ કો અંતરો, જાનત હૈ સબ સંત,
વહ લોહા કંચન કરે, એ કરિ લયે મહંત.” અર્થાત ગુરુ એક પારસનો પત્થર છે કે જેનો સ્પર્શ લોઢાને પણ કંચનમાં પરિવર્તીત કરે છે ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ એટલે નમન અને સંસ્કાર- સંસ્કૃતિ તરફનું ગમન. જે જ્ઞાન સાથે જીવન જીવવાની આન બાન અને શાન આપે તેનું નામ ગુરુ. ગુરુ એટલે ક્રાંતિ, ગુરુ એટલે મનની શાંતિ. ગુરુ એટલે દીવાદાંડી અને પ્રગતિના રસ્તા પરનો પ્રકાશ. જીવનમાં ગુરુ ના હોય તો જીવન અધૂરું અને અઘરું બને. ગુરુ ગ્રહ લગભગ 11 કે 12 વર્ષે એક રાશિ ચક્ર પૂર્ણ કરે છે અને એક રાશિમાં 12 કે 13 માસ રહે છે. તા. 2 જૂન 2026ના રોજ 1 કલાક 54 મિનીટના સમયે ગુરુ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ અહીં ગુરુનું ભ્રમણ અતિચારી ભ્રમણ બનશે કારણ કે 2026 દરમિયાન ગુરુ મિથુન/કર્ક અને સિંહ રાશિમાં ત્રણ રાશિમાં થશે. વર્ષ 2026 દરમિયાન ગુરુ 02/06/2026 સુધી મિથુનમાં ત્યારબાદ કર્કમાં અને 31/10/2026 સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના આ અતિચારી ભ્રમણ દરમિયાન કેટલાક અવનવા ફેરફારો પણ આવશે. ગુણધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો ગુરુ બ્રાહ્મણ ગ્રહ છે. ગુરુ અતિ પવિત્ર અને દેવોનો પણ ગુરુ છે. ગુરુ વિસ્તૃતિકરણ સાથે સંકળાયેલો ગ્રહ છે. ગુરુનું આ ભ્રમણ સમગ્ર જગતને કેવા લાભાલાભ આપશે? તેનો વિચાર કરીએ. કર્ક રાશિમાં ગુરુનું ભ્રમણ પોતાના મિત્ર ચંદ્રની રાશિમાં હશે. આવો જોઈએ ગુરુનું કર્ક રાશિમાં ભ્રમણ કોને લાભ કરશે અને કોને નુકસાન? ગુરુના કર્ક રાશિના ભ્રમણ દરમિયાન તેનું ફળ મેષથી મીન રાશિના જાતકો માટે કેવું હશે તેનો વિચાર કર્યો છે. 2026માં ત્રણ રાશિના અતિચારી ભ્રમણ દરમિયાન ગુરુ ત્રણેક વાર રાશિ બદલે તેની સામુહિક અર્થાત દેશ,દુનિયા પરની વૈશ્વિક અસરોની વાત પણ કરી છે. ગુરુના કર્ક રાશિમાં ભ્રમણ બાદ શું થશે? ગુરુનું કર્ક રાશિમાં ભ્રમણ દેશ દુનિયાને કેટલું શુભાશુભ છે તેનો આ લેખમાં વિચાર કરીએ. આ ભ્રમણમાં વધુ વરસાદ અને લેહરાતો પાક થશે અને ખેતરોની ઝૂમી ઉઠશે. કારણ કે કર્ક રાશિ જલતત્વની રાશિ છે અને ગુરુ વિસ્તૃતિકરણનો ગ્રહ છે. આ વર્ષે જુલાઈ 2026 પછી પ્રકૃતિના લીલા હાસ્યની અનુભૂતિ થશે. ટૂંકમાં ધનમ ધાન્ય સુતાન્વિત નામના વાક્યનો સાક્ષાત્કાર થશે. વિદેશ સાથેના સંબંધોમાં ક્યાંક અન્યાય અને પીછેહઠ થઇ હોય તેવો અનુભવ થશે. સોનું આસમાને અને શેરબજારમાં તેજી મંદીના વોલેટાઈલ દર્શન થશે. સોનું કુદકે અને ભૂસકે આગળ વધશે. ભૂતકાળમાં ગુરુના અતિચારી ભ્રમણ દરમિયાન મહાભારતનું યુદ્ધ,વિશ્વ યુદ્ધ અને આઝાદી માટેનો લોહિયાળ જંગ ખેલાયેલો છે. પાકિસ્તાન, ઈરાન, ઈરાક, ઇઝરાયેલ, રશિયા, ચાઈના, યુક્રેન,અમેરિકા જેવા દેશો પર યુદ્ધના વાદળો મંડારશે. રાશિ પ્રમાણે ફળ કર્કના ગુરુનું ભ્રમણ ચોથા સુખ સ્થાનમાં હશે. પરાશર મૂનીએ આ ભ્રમણને મધ્યમ કહ્યું છે. મકાન,વાહન કે જમીનના પ્રશ્નો જો અટવાયેલા હશે તો તેમાં રાહતનો એક શ્વાસ અને સારા સમાચારની આશા રાખી શકાય. જો તમને હૃદય રોગ કે બીપીનો પ્રશ્ન સતાવતો હશે તો આ ગુરુ તમારા તંદુરસ્તીના પ્રશ્નોને લઈને એક મોટો માર્ગદર્શક બનશે. તમારા કર્મ તમને પૂરેપૂરું વળતર આપશે.આ ગુરુ તમને ધર્મ અને આધ્યાત્મવાદ તરફ આકર્ષશે. ગુરુનું આ ભ્રમણ તમારા માટે સુખનો સાગર બનશે. ગુરુનું ભ્રમણ ત્રીજે થતાં તેની દ્રષ્ટિ ભાગ્ય સ્થાને પડશે આથી વિદેશ યાત્રા ઉપરાંત લાંબી અને ધાર્મિક યાત્રાઓ આ ગુરુ તમને કરાવશે. ભાઈ ભાંડુઓ થકી લાભ અને પાડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો આ ગુરુનો સંકેત છે. કુંવારા જાતકો માટે લગ્નનો મોટો પૈગામ આ ગુરુ આપે છે, માટે તૈયાર રહેજો. ભાગીદારીયુક્ત સાહસોમાં આ ગુરુ તમને લાભ આપશે. દાંપત્ય જીવનના સ્થાન પર ગુરુની દ્રષ્ટિ પતિપત્નીના સંબંધોમાં સુલેહનું વાતાવરણ સર્જશે. ભાગ્યની નવી દિશા અને તક માટે તૈયાર રહેજો કારણ કે આ ગુરુ એટલે તમારું નસીબ પરિવર્તન. ગુરુનું કર્ક રાશિમાં ભ્રમણ એટલે તમારું આર્થિક પીઠબળ. ગુરુના ભ્રમણ બાદ આ રાશિના જાતકોના બીજા ધન સ્થાનમાં થશે. આ ભ્રમણ આ જાતકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે. કુટુંબમાં બાળકનો જન્મ થાય અને તે દ્વારા કુંટુંબનું કદ વધે. અગાઉ કોઈને ઉધાર આપેલા નાણાં પરત આવે. તમારા સંબંધો મીઠા મધ જેવા બનાવે. આ ગુરુ પરિવારમાં સંપ અને એકતાનો એહસાસ કરાવે. નાણાકીય દ્રષ્ટિએ આ ગુરુ તમને અજીબોગરીબ લાભ આપશે તેમાં કોઈ શક નથી. આ ગુરુની સાતમી દ્રષ્ટિ તમારા આયુષ્ય સ્થાન પર આવશે પરિણામે આવનારા એક વર્ષમાં તમને રોગમાં ઘટાડો અને આયુષ્ય બળ વધારશે. આપની રાશિમાં જ ગુરુનું ભ્રમણ હોઈ આપને મનની શાંતિ અને તનની તંદુરસ્તી આપશે. ઉપરાંત આપ અત્યાર સુધી બારમાં ગુરુના ભ્રમણમાં હતા તેમાંથી પણ મુક્તિ મળશે. આ ટુંકા ગાળાની રાહત કહી શકાય. ગુરુનું આ ભ્રમણ તમારા લગ્ન સ્થાને થતાં વિવાહ પ્રસ્તાવો અને લગ્નના સંજોગો પણ ઊભા થશે. ઉપરાંત જો આપ પ્રેમ લગ્ન કરવાની ખેવના ધરાવતા હોવ તો ગુરુ તમને મદદ કરશે. ગુરુના આ ભ્રમણનો સમયગાળો તમારા સંતાનો માટે અતિ પ્રગતિશીલ અને આનંદ આપનારો હશે તેમાં કોઈ શંકા નથી. ભૂતકાળમાં કરેલા રોકાણો અહી ફળશે અને નવી તક દ્વારા ભાગ્યના દરવાજા ખુલશે. ગુરુનું આ ભ્રમણ તમને બારમા ગુરુના બંધનમાં મુકશે. કયારેક નાહકની દોડા-દોડી અને વ્યર્થ ખર્ચા આ ગુરુનો અનિવાર્ય સંદેશ અને સંકેત છે આથી આવક પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ફાવશો. અલબત્ત ગુરુ બારમે ભ્રમણ કરશે ત્યારે તમારા ચોથા સુખ સ્થાન પર દ્રષ્ટિ કરશે આથી નવા વાહન કે મકાનના શુભ યોગ ઊભા થશે. હૃદય રોગની જો કોઈ જૂની બીમારી હશે તો તેમાં રાહત આપશે. ગુરુની છઠા સ્થાન પર દ્રષ્ટિ તમને ક્યારેક અપયશ અપાવે અગર કોઈ અપમાનભરી સ્થિતિનું નિર્માણ કરે. નોકરીના સ્થળે ખાસ ધ્યાન રાખવું કારણ કે ક્યારેક કામનું ભારણ કે બોજ તમને માનસિક મુશ્કેલીમાં મૂકી શકે. મિશ્ર ફળ આપનારો ગુરુ પોતાના આ ભ્રમણ દરમિયાન તમને સુખ કરતાં દુખનો અહેસાસ વધારે કરાવશે. આ રાશિના જાતકો માટે રાહતના શ્વાસ અને એહસાસની અનુભૂતિ છે કારણ કે તમારી રાશિથી આ ગુરુ લાભ સ્થાને ભ્રમણ કરશે. સ્ત્રીમિત્રોથી લાભ અને અણધાર્યા આવકના સ્ત્રોત તમને આશ્ચર્ય પમાડે તો નવાઈ નહીં. શેરબજારના જૂના રોકાણો અહી તમને વળતર આપશે. જો પ્રેમ પ્રણયના ચક્કરમાં હશો તો તેમાં નક્કરતા આવશે અને સંબંધો પરિણામલક્ષી બનશે. સંતાન પ્રાપ્તિ માટે ગુરુનું આ ભ્રમણ શ્રેષ્ઠ કહી શકાય. નવી તક, વિદેશ યાત્રાના પ્રયત્નોમાં સફળતા સાથે નવી દિશા સાથે તમારી દશા સુધરશે અને પ્રગતિના આસમાનમાં ઉડશો તે વાત નક્કી છે. (માહિતી સૌજન્યઃ ડો.પંકજ નાગર, drpanckaj@gmail.com)
Read Original Article →