11 એપ્રિલનું ટેરો રાશિફળ:વૃષભ-વૃશ્ચિક રાશિ માટે મોટી જવાબદારી મળી શકે છે, મિથુન રાશિ માટે આર્થિક સફળતાના સંકેત

Dharm Darshan4/10/2026, 4:30:00 PM
11 એપ્રિલનું ટેરો રાશિફળ:વૃષભ-વૃશ્ચિક રાશિ માટે મોટી જવાબદારી મળી શકે છે, મિથુન રાશિ માટે આર્થિક સફળતાના સંકેત
ટેરોકાર્ડ ભવિષ્યફળ મુજબ તમામ રાશિના જાતકોને કેવો રહેશે દિવસ જાણો ડૉ.બબીના પાસેથી… મેષ Four of Cups આજનો દિવસ આત્મચિંતન અને થોડી ઉદાસીનો રહેશે. પરિવારમાં સુખ-સુવિધાઓ હોવા છતાં તમે માનસિક રીતે એકલા અનુભવશો. કરિયર: નવી જવાબદારીઓ સામે આવી શકે છે, પરંતુ ઉત્સાહનો અભાવ રહેશે. નોકરીની શોધમાં રહેલા લોકોએ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી પડશે. લવ: પાર્ટનર સાથેના સંબંધોમાં અંતર અનુભવાય. વાતચીતમાં ઠંડાપણું આવી શકે છે. સ્વાસ્થ્યઃ આળસ અને ભૂખ ઓછી લાગવી અથવા ઊંઘની સમસ્યાથી થાક અનુભવાશે. લકી રંગ: જાંબલી લકી નંબર: 1 *** વૃષભ King of Wands આજનો દિવસ નેતૃત્વ અને નવી પ્રેરણાથી ભરેલો રહેશે. પરિવારમાં તમારા મંતવ્યોને મહત્વ મળશે. કરિયર: કાર્યસ્થળ પર તમારી દૂરદ્રષ્ટિ કામ આવશે. એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રના લોકોને સન્માન મળશે. પ્રમોશનની પ્રબળ શક્યતા છે. લવ: પાર્ટનર તમારી સમજદારીથી પ્રભાવિત થશે. લગ્નજીવનમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્યઃ બ્લડ પ્રેશર કે સ્ટ્રેસના દર્દીઓએ આરામ પર ધ્યાન આપવું. લકી રંગ: નારંગી લકી નંબર: 9 *** મિથુન Nine of Pentacles આત્મનિર્ભરતા અને સફળતાનો દિવસ છે. આર્થિક દ્રષ્ટિએ રોકાણ માટે ઉત્તમ સમય છે. કરિયર: ફ્રીલાન્સર્સ અને ઉદ્યોગસાહસિકોને વિશેષ સફળતા મળશે. ઓફિસમાં તમારી કાર્યશૈલી બીજા માટે પ્રેરણારૂપ બનશે. લવ: સંબંધોમાં મેચ્યોરિટી આવશે. જૂના કડવા સંબંધોમાંથી બહાર આવી તમે નવો દ્રષ્ટિકોણ અપનાવશો. સ્વાસ્થ્યઃ બ્લડ સુગર કે થાઈરોઈડના દર્દીઓએ સાવચેત રહેવું. યોગ અને સંગીતથી લાભ થશે. લકી રંગ: પીળો લકી નંબર: 3 *** કર્ક Nine of Swords આજે કારણ વગરની ચિંતા અને માનસિક અસ્વસ્થતા રહી શકે છે. જૂની વાતોને કારણે તણાવ વધશે. કરિયર: કાર્યસ્થળ પર ટીકાનો ડર રહેશે. વધુ પડતા વિચારોથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. લવ: ભૂતકાળની કડવી યાદો મન પર હાવી રહેશે. પાર્ટનર સાથેના સંબંધો સુધારવા માટે ક્ષમાભાવ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્યઃ મેડિટેશન કરવાથી માનસિક સ્થિતિમાં સુધારો થશે. લકી રંગ: સ્લેટી લકી નંબર: 4 *** સિંહ Knight of Cups આજનો દિવસ ભાવનાત્મક પ્રસ્તાવ અને સૌમ્ય સંવાદથી ભરેલો રહેશે. પરિવારમાં મધુરતા વધશે. કરિયર: આર્ટ, ડિઝાઇન કે કાઉન્સેલિંગ ક્ષેત્રના લોકો માટે દિવસ લાભદાયક છે. નવી નોકરીની તકો મળી શકે છે. લવ: રોમાન્સ માટે સારો દિવસ છે. દિલની વાત કહેવા માટે સમય અનુકૂળ છે. સ્વાસ્થ્યઃ શરીરમાં પાણીની કમી ન થાય તેનું ધ્યાન રાખવું. હળવો ખોરાક લેવો. લકી રંગ: વાદળી લકી નંબર: 2 *** કન્યા Seven of Pentacles ધીરજ અને આયોજનનો દિવસ છે. જૂના પ્રયત્નોનું ફળ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે. કરિયર: પ્રોજેક્ટ્સની સમીક્ષા થશે. નોકરી બદલવા માંગતા લોકોએ અત્યારે થોડી રાહ જોવી જોઈએ. ઉતાવળમાં નિર્ણય ન લેવો. લવ: સંબંધોમાં સ્થિરતા રહેશે. સિંગલ્સને કોઈનો જવાબ મેળવવા માટે રાહ જોવી પડી શકે છે. સ્વાસ્થ્યઃ એનર્જી ઓછી અનુભવાય. પૂરતી ઊંઘ અને સાંજની લટાર તાજગી આપશે. લકી રંગ: કથ્થઈ લકી નંબર: 4 *** તુલા The Devil પડકારજનક દિવસ છે. લાલચ કે ટૂંકા રસ્તેથી પૈસા કમાવવાની કોશિશમાં નુકસાન થઈ શકે છે. કરિયર: ઓફિસમાં ઈર્ષાળુ સહકર્મીઓથી સાવધ રહેવું. શેરબજારમાં મોટું જોખમ ન લેવું. પારદર્શિતા જાળવવી. લવ: પાર્ટનર પર શંકા કે અતિશય હક જતાવવાથી વિવાદ થઈ શકે છે. જૂની વાતો ફરીથી સામે આવશે. સ્વાસ્થ્ય: લિવર કે બીપીની સમસ્યા થઈ શકે છે. ધ્યાન અને સંયમિત આહાર જરૂરી છે. લકી રંગ: લાલ લકી નંબર: 9 *** વૃશ્ચિક King of Cups ભાવનાત્મક પરિપક્વતાનો દિવસ છે. તમે પરિવારમાં વિવાદો ઉકેલવામાં સફળ રહેશો. કરિયર: મેડિકલ, એજ્યુકેશન કે HR ક્ષેત્રના લોકોને સફળતા મળશે. ઓફિસમાં તમારી વિશ્વસનીયતા વધશે. લવ: પાર્ટનર સાથેના સંબંધોમાં વિશ્વાસ વધશે. સિંગલ્સને કોઈ સમજદાર સાથી મળી શકે છે. સ્વાસ્થ્યઃ જૂના રોગોમાં સુધારો જોવા મળશે. સંતુલિત આહાર અને મેડિટેશન ફાયદાકારક રહેશે. લકી રંગ: ક્રીમ લકી નંબર: 6 *** ધન Ten of Swords મુશ્કેલ સમય છે. કોઈ અનપેક્ષિત અંત અથવા માનસિક પીડા થઈ શકે છે. આર્થિક નુકસાનથી સાવધ રહેવું. કરિયર: કોઈ પ્રોજેક્ટ બંધ થઈ શકે છે. નોકરીમાં અસ્વીકાર (Rejection) નો સામનો કરવો પડી શકે છે. નવી વ્યૂહરચના બનાવવી જરૂરી છે. લવ: અચાનક બ્રેકઅપ કે ગેરસમજ થવાની શક્યતા છે. ધીરજ અને સેલ્ફ-કેરની જરૂર છે. સ્વાસ્થ્યઃ જૂના રોગો ઉથલો મારી શકે છે. પૂરતો આરામ અને યોગ કરવાથી સુધારો થશે. લકી રંગ: ચારકોલ લકી નંબર: 8 *** મકર Ace of Cups નવી શરૂઆત અને ખુશીઓનો દિવસ છે. પરિવારમાં કોઈ સારા સમાચાર (સંતાન સુખ કે લગ્ન) મળી શકે છે. કરિયર: કરિયરમાં શાનદાર તકો મળશે. ઈન્ટરવ્યુ માટે દિવસ પરફેક્ટ છે. તમારી મહેનતની પ્રશંસા થશે. લવ: પ્રેમ સંબંધોમાં તાજગી આવશે. લાગણીઓ વ્યક્ત કરવા માટે અનુકૂળ સમય છે. સ્વાસ્થ્યઃ દિવસની શરૂઆત પાણી પીને કરવી. કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવો. લકી રંગ: ગુલાબી લકી નંબર: 3 *** કુંભ Nine of Wand સતર્કતા અને જૂના અનુભવોમાંથી શીખવાનો દિવસ છે. પડકારો છતાં તમે તમારી જગ્યાએ અડગ રહેશો. કરિયર: અટકેલા પ્રોજેક્ટ પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે. ટેકનિકલ કે સરકારી ક્ષેત્રના લોકોએ સાવધ રહેવું. લવ: જૂના ઝઘડાને કારણે અંતર રહી શકે છે. પાર્ટનર સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરવી. સ્વાસ્થ્યઃ જૂની ચિંતાઓ ઉભરશે, જેના કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે. હાડકા કે નસોમાં દુખાવો થઈ શકે છે. લકી રંગ: લીલો લકી નંબર: 5 *** મીન Ten of Pentacles સ્થિરતા અને સમૃદ્ધિનો દિવસ છે. આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો દિવસ છે. મિલકતથી લાભ થઈ શકે છે. કરિયર: લાંબા ગાળાની સફળતાના સંકેતો છે. પ્રમોશન કે મોટી જવાબદારી મળી શકે છે. બેંકિંગ ક્ષેત્રના લોકોને વિશેષ લાભ થશે. લવ: સંબંધોમાં સ્થિરતા આવશે અને પરિવારની મંજૂરી મળી શકે છે. અતૂટ વિશ્વાસ વધશે. સ્વાસ્થ્યઃ આયુર્વેદ કે પરંપરાગત સારવારથી લાભ થશે. પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. લકી રંગ: સફેદ લકી નંબર: 1
Read Original Article →