સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં આજથી નવતપા શરૂ:નવ દિવસ સુધી અગનગોળા વરસશે, જાણો ગંગા દશેરાએ થયેલા ગોચરની 12 રાશિ પર અસર

Dharm Darshan5/25/2026, 12:30:00 AM
સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં આજથી નવતપા શરૂ:નવ દિવસ સુધી અગનગોળા વરસશે, જાણો ગંગા દશેરાએ થયેલા ગોચરની 12 રાશિ પર અસર
ગ્રહોના રાજા સૂર્યએ આજે (25 મે 2026) ગંગા દશેરાના પર્વે રોહિણી નક્ષત્રમાં ગોચર કરતા આજથી નવતપાની શરૂઆત થઈ ગઈ છે. સૂર્ય આજે કૃતિકા નક્ષત્રમાંથી નીકળીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. એટલે કે આજથી લઈને 2 જૂન સુધી નવતપા રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, સૂર્ય લગભગ 15 દિવસ રોહિણી નક્ષત્રમાં રહે છે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારથી શરૂઆતના નવ દિવસમાં ગરમી તેની પરાકાષ્ઠા પર હોય છે. સૂર્યના રોહિણી નક્ષત્રમાંથી બહાર નીકળ્યાના થોડા દિવસો પછી વરસાદની ઋતુ શરૂ થઈ જાય છે. જ્યોતિષમાં સૂર્યના રોહિણી નક્ષત્રમાં આવ્યા પછી સૂર્યના કિરણો પૃથ્વી પર વધુ સીધા પડે છે, જેનાથી તાપમાન વધી જાય છે. જ્યોતિષમાં નવતપાને ચોમાસાનો ગર્ભકાળ કહેવામાં આવ્યો છે. જો આ 9 દિવસમાં વધુ ગરમી પડે છે, તો આગળ સારો વરસાદ થાય છે. આ દિવસોમાં દિવસ લાંબા અને રાતો ટૂંકી થઈ જાય છે. ઘણા વિસ્તારોમાં લૂ ફૂંકાવાની સંભાવના રહે છે. રોહિણી નક્ષત્રનું મહત્ત્વ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગરના જણાવ્યા મુજબ, રોહિણી નક્ષત્રના સ્વામી દેવ બ્રહ્મા છે. બ્રહ્મા એટલે શ્રુષ્ટિના જન્મદાતા. જ્યોતિષશાસ્ત્રમાં રોહિણી નક્ષત્રનો માલિક અતિ સૌમ્ય ગ્રહ ચંદ્ર છે. રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયેલો. શાસ્ત્રો મુજબ તમામ 27 નક્ષત્ર ચંદ્રની પત્નીઓ છે પણ રોહિણી એ ચંદ્રની અતિ વહાલી અને સુંદર પત્ની છે.આથી જ રોહિણી નક્ષત્રમાં કરેલા દરેક કાર્ય સફળતાને વરે છે. માન્યતા છે કે શ્રીકૃષ્ણના જીવનના ત્રણ મહત્ત્વના સ્ત્રી પાત્રોઃ પત્ની, સખી અને પ્રિયતમા અર્થાત રુક્મિણી, દ્રૌપદી અને રાધાએ કૃષ્ણને આત્મિય ઋણ ચુકવવા રોહિણી નક્ષત્રમાં નક્ષત્રના દેવ સ્વયં બ્રહ્મા અને નક્ષત્રના અધિપતિ ગ્રહ ચંદ્રની ધ્યાન આરાધના કરેલી. ચમત્કાર ચિંતામણી ગ્રંથ અનુસાર જો સોમવાર કે શુક્રવારે પૂર્ણિમા હોય અને રોહિણી નક્ષત્ર ઉદિત થતું હોય તો શ્રીસુક્તમના 108 પાઠનું અનુષ્ઠાન જાતકને શ્રીમંત બનાવે છે. આજે ગંગા દશેરાનો સંયોગ સૂર્ય દેવે ગંગા દશેરાના દિવસે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. દર વર્ષે જેઠ મહિનાની સુદ દશમના રોજ ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગંગા નદિમાં સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ છે. સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યનું કોઈપણ નક્ષત્રમાં ગોચર થવાથી તમામ 12 રાશિઓ પર તેની અસર પડે છે. ત્યારે ચાલો જાણીએ 12 રાશિ પર આ ગોચરની શું અસર પડશે... નવતપામાં થનારા ગ્રહ ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યા છે. આ સમયગાળામાં ભાગ્ય સંપૂર્ણપણે સાથ આપશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. કરિયર અને વ્યવસાયમાં નવી તકો સામે આવશે. સફળતા મળશે. આવક અને સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે. આત્મવિશ્વાસ વધશે. પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે. પરંતુ બોલતી વખતે ગુસ્સો કે કઠોર શબ્દો વાપરવાથી બચવું જરૂરી રહેશે, અન્યથા સંબંધોમાં તણાવ આવી શકે છે. સૂર્યનું ભ્રમણ કરિયરમાં પ્રગતિ, માન-સન્માન અને આર્થિક લાભની સુવર્ણ તકો લઈને આવ્યો છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. નવું વાહન ખરીદવાના યોગ. આવક પણ વધશે. જો કે, સૂર્ય તમારી જ રાશિમાં હોવાથી આત્મવિશ્વાસની સાથે સ્વભાવમાં બિનજરૂરી ગુસ્સો, અહંકાર અને ચીડિયાપણું વધી શકે છે, જેના કારણે કાર્યસ્થળ કે ભાગીદારીના કામોમાં વિવાદ થવાની સંભાવના છે. ઉતાવળિયા નિર્ણયો અને જિદ્દી વલણથી બચો. પોતાની વાણી પર નિયંત્રણ રાખો. સૂર્યનું બારમા ભાવમાં ભ્રમણ શરૂઆતમાં થોડી માનસિક બેચેની અને અણધાર્યા ખર્ચમાં મોટો વધારો લાવી શકે છે. બજેટ ખોરવાવાની કે ખર્ચ થવાની સંભાવના રહેશે. કોર્ટ-કચેરીના કામોમાં દોડધામ વધી શકે છે. કોઈને મોટી લોન કે ઉધાર પૈસા આપવાનું ટાળવું. આર્થિક નિર્ણયો વિચારી-સમજીને લેવા. પરિસ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થશે અને કરિયરમાં મહેનતનું યોગ્ય ફળ મળવાની સાથે પ્રગતિના નવા દ્વાર ખુલશે. વેપારમાં સારી ઉન્નતિ થવાથી આર્થિક પક્ષ મજબૂત બનશે, જે અંતતઃ માનસિક શાંતિ તરફ દોરી જશે. નવતપા અને સૂર્યનું અગિયારમા ભાવમાં ભ્રમણ માનસિક શાંતિ અને સકારાત્મકતા લઈને આવશે. તણાવ ઓછો થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કાનૂની મામલામાં ફસાયેલા હોવ, તો આ સમયગાળામાં રાહતના સમાચાર મળી શકે છે. કરિયર અને નાણાકીય બાબતો માટે આ સમય ઉત્તમ છે. આવક અને લાભની નવી તકો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો નવી નોકરીની શોધમાં હોવ તો શુભ સમાચાર મળી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ દસમા ભાવમાં મજબૂત સ્થિતિમાં હોવાથી તેમનું રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કોઈ વરદાનથી કમ નથી. આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. કરિયર અને નોકરીમાં ઉન્નતિના મજબૂત યોગ બનશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. માનસિક તણાવ કે દબાણ હંમેશા માટે દૂર થઈ જશે. શિક્ષણ પ્રતિયોગિતાના ક્ષેત્રે વિદ્યાર્થીઓને મહેનતનું ધાર્યું પરિણામ મળશે. જૂના રોકાણમાંથી મોટો ધનલાભ થવાના સંકેતો છે. કાર્યક્ષેત્રે ઓફિસના સહકર્મીઓ પર બિનજરૂરી દબાણ બનાવવાથી બચવું. સૂર્યદેવ નવમા ભાવ એટલે કે ભાગ્ય સ્થાનને પ્રભાવિત કરી રહ્યા છે, જેનાથી શિક્ષણ અને યાત્રાની તકો મળી શકે છે. કોઈ જમીન, મકાન, પ્લોટ, દુકાન કે ગાડી ખરીદી શકો છો. લાંબા સમયથી અટકેલું કામ સફળ થઈ શકે છે, જેનાથી તમે ખુશ થશો. કરિયરમાં ભાગ્યનો સાથ મળશે. ગુરુ કે વડીલનું માર્ગદર્શન કરિયરને નવી દિશા આપશે. પારિવારિક જીવન સુખમય રહેશે અને કષ્ટો દૂર થશે. લાંબા ગાળાની યોજનાઓ બની શકે છે, પરંતુ નાની-નાની બાબતો પર વધુ પડતું વિચારવાનું ટાળવું. તુલા રાશિ માટે આ નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. અટકેલા કાર્યો ઝડપ પકડશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે. પ્રતિષ્ઠા વધશે. આર્થિક રીતે પણ આ સમય મોટા નફાના સંકેત આપી રહ્યો છે. વેપારનો વિસ્તાર કરી શકવાની સ્થિતિમાં હશો. રાહતનો શ્વાસ લેશો. પરિવાર સાથેના સંબંધો વધુ સારા થશે અને દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. શારીરિક અને માનસિક રીતે મજબૂત જણાશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જીવનમાં હકારાત્મક પરિવર્તનો અને નવી તકો આવશે. વિચારવાનો દૃષ્ટિકોણ વધુ સકારાત્મક બનશે અને આત્મવિશ્વાસ વધશે. સૂર્યદેવ તમારી રાશિથી સાતમા ભાવમાં એટલે કે ભાગીદારી અને વૈવાહિક જીવનના સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા હોવાથી તે સીધી તમારા સંબંધોને પ્રભાવિત કરશે. જીવનસાથી સાથે ગેરસમજ અને તણાવ વધી શકે છે. વેપારમાં ભાગીદારીમાં મતભેદો સપાટી પર આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠાને થોડી ઠેસ પહોંચવાની આશંકા છે. બિઝનેસ ડોક્યુમેન્ટ્સ વાંચ્યા વિના સહી ન કરવી. ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળો. જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. અંગત અને અને પ્રોફેશનલ જીવનની સમસ્યાઓનો અંત આવશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી મજબૂત બનશે. આવકના સારા સ્ત્રોત ઊભા થશે. નોકરીયાતોને પ્રમોશન, મોટી જવાબદારી કે નવી નોકરીના સારા સમાચાર મળી શકે છે. વેપારીને કોઈ મોટી ડીલ હાથ લાગી શકે છે, જેનાથી મોટો ધનલાભ થશે. નવું કાર્ય શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે. પૈતૃક સંપત્તિના મામલાઓમાં સફળતા મળશે. સમાજમાં પદ-પ્રતિષ્ઠા અને માન-સન્માન વધશે. આ સમયગાળામાં મિત્રો અને પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો યોગ પણ બની રહ્યો છે. આત્મવિશ્વાસ વધશે. ચારે તરફથી ખુશીઓ મળશે. વેપારમાં આવેલી મુશ્કેલીઓનો અંત આવશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. પારિવારિક મતભેદો ઉકેલાશે. વધુ પડતા કામને લીધે ચીડિયાપણું અને નબળાઈ લાગી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ભ્રમણ ચોથા ભાવમાં થઈ રહ્યું છે, જેને સુખ, સંપત્તિ અને માતાનો ભાવ માનવામાં આવે છે. જમીન, મકાન કે વાહન સાથે જોડાયેલા મામલાઓમાં અચાનક અડચણો આવી શકે છે. પારિવારિક સુખ-શાંતિમાં ઓટ આવી શકે છે અને ઘરેલું મોરચે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. આકરા તાપમાં બહાર નીકળવાનું ટાળવું. કોઈ સારવાર ચાલી રહી હોય, તો તેમાં બેદરકારી ન રાખવી. મીન રાશિ માટે ધન લાભના મજબૂત યોગ છે. રોકાણનું સારું વળતર મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં રાહત મળશે.
Read Original Article →