સૂર્ય દેવનું મેષ રાશિમાં પરિવર્તન:મિથુન, કન્યા અને મકર રાશિને સંક્રાંતિ ફળશે, વૃશ્ચિક અને મીન રાશિ માટે પડકાર રહેશે

Dharm Darshan4/15/2026, 12:30:00 AM
સૂર્ય દેવનું મેષ રાશિમાં પરિવર્તન:મિથુન, કન્યા અને મકર રાશિને સંક્રાંતિ ફળશે, વૃશ્ચિક અને મીન રાશિ માટે પડકાર રહેશે
નવગ્રહોના રાજા સૂર્યએ 14 એપ્રિલ 2026ના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય દેવ 15 મે 2026ના રોજ સવારે 06:19 વાગ્યા સુધી મેષ રાશિમાં રહેશે, ત્યારબાદ વૃષભ રાશિમાં ગોચર કરશે. સૂર્ય દ્વારા એક વર્ષ દરમિયાન 12 રાશિઓમાં ભ્રમણ કર્યા બાદ ફરી એકવાર મેષ રાશિમાં પ્રવેશ કરવો જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે મેષ એ સૂર્યની ઉચ્ચ રાશિ હોય. આ ગોચરથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થાય છે. જાણો આ રાશિ પરિવર્તનથી તમારી રાશિ માટે કેટલું શુભ રહેશે... સૂર્ય દેવનો મેષ રાશિમાં પ્રવેશ થયો છે. પરિણામે આ સમયગાળા દરમિયાન પુષ્કળ ઊર્જા રહેશે. કોઈ સમજદાર વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે. કોઈ પ્રેમ સંબંધથી પ્રભાવિત પણ થઈ શકો છો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. આવકમાં પણ અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તણાવ રહેશે. વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી. બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ કાળજી રાખવી. આ સંક્રાંતિ તમારા માટે ઉત્સાહ અને શુભ સમાચારનો સંકેત આપી રહી છે. મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલા લોકો માટે સારો સમય છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો સાબિત થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને સારા અવસર પ્રાપ્ત થશે. વેપારમાં સફળતા મળશે. પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. ખાવા-પીવામાં બેદરકારી ન કરો. આ સંક્રાંતિ ખૂબ જ શુભ રહેશે. દસમાં ભાવમાં લગ્નેશ અને ભાગ્યેશની યુતિ એક મોટા રાજયોગની સૂચક છે. ભાગ્યનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. પરાક્રમ ઉત્તમ રહેશે. ભાગ્ય સ્થાનમાં મંગળ-બુધ આત્મબળ અને વર્ચસ્વને પણ જાળવી રાખશે. પ્રોપર્ટી ખરીદી શકો છો. પદોન્નતિ, યશ અને કીર્તિ મળશે. મહત્ત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ મળશે. વીતેલી વાતો વિશે વધારે વિચારવાનું ટાળો. લાગણીઓ પર નિયંત્રણ રાખવું. આ સંક્રાંતિ સ્વાસ્થ્ય બાબતે સચેત રહેવા તરફ ઈશારો કરી રહી છે. આર્થિક દૃષ્ટિકોણથી અગાઉની સ્થિતિમાં સુધારો થશે. ઊર્જાનો સંચાર થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. કોઈપણ વ્યક્તિની ટીકા કરવાથી બચો. બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ કાળજી રાખવી. આ સંક્રાંતિ સિંહ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારી રહેશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઈરોઈડના દર્દીઓએ વિશેષ ધ્યાન રાખવું. આર્થિક સમૃદ્ધિના યોગ છે. યોજનાઓને અમલમાં મૂકવા માટે પૂરતી ઊર્જા અને ક્ષમતા રહેશે. કન્યા રાશિ માટે આ સંક્રાંતિ ખૂબ જ હિતકારી છે. વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધશે. આર્થિક પ્રગતિ થશે. અદભૂત ઊર્જાનો સંચાર કરશે. પાચન સંબંધિત સમસ્યા થવાની શક્યતા છે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે વિશેષ લાભ અપાવતો અવસર આવે તેવી શક્યતા છે. રાશિથી સાતમા ભાવમાં સૂર્ય અને શુક્ર પારિવારિક સુખમાં વધારો કરશે. સ્વાસ્થ્ય સંબંધિત થોડી સમસ્યાઓ આપી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. આધ્યાત્મિક રુચિ જાગશે. સંબંધોમાં લાગણીઓ રહેશે અને અપેક્ષાઓ વધશે. મિલકત સંબંધિત લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ જે ક્ષેત્રમાં પ્રયત્ન કરી રહ્યા છે, તેમાં સફળતા મળશે. આ સંક્રાંતિ ક્રોધમાં વધારો કરી શકે છે. વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી. હવામાનમાં ફેરફારના કારણે ગળામાં સમસ્યા થઈ શકે છે. શરદી-ઉધરસ થવાની શક્યતા છે. સ્વજનો પાસેથી રાખેલી ભાવનાત્મક અપેક્ષાઓના લીધે પરેશાન થઈ શકો છો. ખર્ચ પર નિયંત્રણ રાખો. સકારાત્મક વસ્તુઓમાં પોતાની જાતને વ્યસ્ત રાખો. પારિવારિક સુખ-શાંતિમાં ખલેલ પહોંચી શકે છે. વડીલોના સ્વાસ્થ્યને લઈ ચિંતા રહેશે. દાંપત્ય જીવનમાં પરેશાની રહેશે. તમારી અંદર ઊર્જાનો અદ્ભુત સ્ત્રોત રહેશે. આર્થિક દૃષ્ટિકોણથી સંક્રાંતિના સમયે ગ્રહ સ્થિતિ ઘણી અનુકૂળ છે. બીજાની ટીકા કરવાનું ટાળો. બધા સાથે સારું વર્તન કરો. આ સંક્રાંતિ તમારી પપ્રગતિનું સૂચક છે. પરિવારનો ભરપૂર સહયોગ મળશે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો. વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. આ સંક્રાંતિ ઘણી સકારાત્મક ઊર્જા લઈને આવી છે. સંપતિ સંબંધિત કેટલીક ચિંતા રહેશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યને લઈ પ્રયત્નશીલ રહી શકો છો. વ્યવસાયમાં સીનિયરોનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ વધશે. મેષમાં સંક્રાંતિ બાદ મીન જાતકોની માનસિક ચિંતાઓ વધશે. સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થશે. ભવિષ્ય વિશે નકારાત્મક વિચારો ટાળો. ખર્ચ વધુ થશે. ભાઈ કે સંબંધી સાથે તણાવ થઈ શકે છે. વધુ પડતી જવાબદારીના લીધે મન પરેશાન રહેશે.
Read Original Article →