શનિદેવનો મીન રાશિમાં ઉદય:મિથુન, મકર સહિત 6 રાશિ માટે 'રાજયોગ' જેવી સ્થિતિ; મેષ, મીન સહિત 6 રાશિએ અગ્નિપરીક્ષા માટે તૈયાર રહેવું

Dharm Darshan4/22/2026, 8:10:56 AM
શનિદેવનો મીન રાશિમાં ઉદય:મિથુન, મકર સહિત 6 રાશિ માટે 'રાજયોગ' જેવી સ્થિતિ; મેષ, મીન સહિત 6 રાશિએ અગ્નિપરીક્ષા માટે તૈયાર રહેવું
'ન્યાયના દેવતા' શનિદેવનું નવગ્રહોમાં વિશેષ મહત્ત્વ છે. તેમનો પ્રભાવ વ્યક્તિના જીવનના દરેક ક્ષેત્ર પર અસર કરે છે. જ્યોતિષશાસ્ત્રના સૌથી પ્રભાવશાળી ગ્રહ શનિદેવ આજે એટલે કે 22 એપ્રિલ 2026ના રોજ સવારે 04:49 વાગ્યે મીન રાશિમાં ઉદય થઈ ગયા છે. શનિદેવનો ઉદય બ્રહ્માંડમાં મોટી હલચલ ઊભી કરશે, જેનો સીધો પ્રભાવ તમામ 12 રાશિઓના જીવન પર પડશે. આ ઉદયના કારણે મિથુન, તુલા, મકર સહિત છ રાશિમાં રાજયોગ જેવી સ્થિતિ રહેશે, જ્યારે મેષ, કર્ક, મીન સહિત છ રાશિ માટે આ સમય અગ્નિપરીક્ષા સમાન હશે. ચાલો જાણીએ તમામ 12 રાશિ પર શનિદેવના ઉદયની અસર કેવી રહેશે... શનિદેવ મેષ રાશિના બારમાં ભાવ (ખર્ચ અને માનસિક શાંતિનું ક્ષેત્ર)માં ઉદય થઈ રહ્યા છે, પરિણામે ખર્ચમાં વધારો થશે. તેમજ માનસિક દબાણ પણ વધી શકે છે. આ સમયગાળામાં તમે થોડી એકલતા અનુભવી શકો છો. કારકિર્દી સંબંધિત કરવામાં આવેલી મહેનતનું પરિણામ મળવામાં વિલંબ થશે, જેનાથી મન અશાંત રહેશે. વૃષભ રાશિ માટે શનિનો ઉદય ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. ધનમાં વૃદ્ધિ થતાં ઘર કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. અટકેલા કામ પૂરા થશે. વેપારમાં પણ પ્રગતિના સંકેતો છે. શનિદેવ મિથુન રાશિના દસમાં ભાવમાં ઉદય થયા હોવાથી કરિયારમાં પ્રગતિના સંકેત છે. અગાઉ કરેલા પ્રયત્નોનું હવે મીઠું ફળ મળવાની શક્યતા છે. નોકરીમાં મહેનતનું પરિણામ મળશે. તમારી ઓળખ અને પ્રતિષ્ઠા વધશે. વેપારલક્ષી યાત્રા શક્ય છે, જેનાથી લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જોકે, ખર્ચ પર નિયંત્રણ રાખવું અને અનુશાસન જરૂરી છે. શનિદેવ તમારા નવમા ભાવમાં (ભાગ્ય અને લાંબી મુસાફરીના ક્ષેત્રમાં) ઉદય થઈ રહ્યા છે, પરિણામે તમે અનુભવશો કે તમને ભાગ્યનો સાથ મળી રહ્યો નથી. ઉચ્ચ અભ્યાસ કે લાંબી યાત્રાના આયોજનમાં અવરોધ આવી શકે છે. આ સમયે તમારે તમારી મહેનત પર જ વિશ્વાસ રાખવો પડશે. શનિદેવ સિંહ રાશિના આઠમાં ભાવ (પરિવર્તન અને અચાનક બનતી ઘટનાઓના ક્ષેત્ર)માં ઉદય થઈ રહ્યા છે,જે તમારા જીવનમાં ઉથલપાથલ લાવી શકે છે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવની સ્થિતિ સર્જાઈ શકે છે. કારકિર્દીમાં પણ સમસ્યાઓ આવશે. આ સમય તમારી સહનશક્તિની પરીક્ષા લઈ શકે છે. કન્યા રાશિના સાતમાં ભાવમાં શનિદેવનો ઉદય થઈ રહ્યો છે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત ખુલશે. આવકમાં વધારો થશે. નોકરીયાતોના ટાર્ગેટ પૂરા થશે. અધિકારીઓનો સાથ મળશે. વેપારીઓ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ મેળવશે. વેપારમાં નવા ખાસ લાભો મળવાની પણ સંભાવના છે. જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત થશે. સાથી સાથે મળીને નવી સંપત્તિ પણ ખરીદી શકો છો. શનિદેવનું છઠ્ઠા ભાવમાં ઉદય થવાથી તુલા રાશિને સુખદ પરિણામ આપશે. કાર્યસ્થળે તમારા નિર્ણયોની પ્રશંસા થશે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે આ સમય અનુકૂળ છે. વેપારમાં લાભ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. અટકેલા કામો પૂરા થશે. શનિદેવ વૃશ્ચિક રાશિના પાંચમા ભાવ (પ્રેમ, શિક્ષા અને રચનાત્મકાનું ક્ષેત્ર)માં ઉદય થઈ રહ્યા છે, જેનાથી પ્રેમ સંબંધોમાં તણાવ થઈ શકે છે. પ્રેમી સાથે અંતરની સ્થિતિ સર્જાઈ શકે છે. લાગણીમાં આવીને લીધેલા નિર્ણયો તમારા માટે પીડાદાયક સાબિત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા માટે વધારે સંઘર્ષ કરવો પડી શકે છે. શનિદેવના ઉદયથી ધન રાશિની આર્થિક સમસ્યાઓ દૂર થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કારકિર્દીમાં સફળતા મળશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે. કામમાં નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારમાં જૂના રોકાણોથી લાભ થશે. નવી ભાગીદારીના યોગ પણ બની રહ્યા છે. મકર રાશિના સ્વામી સ્વયં શનિદેવ છે. મકર રાશિના ત્રીજા ભાવમાં શનિદેવનું ઉદય થવું ખૂબ જ લાભદાયક રહેશે. તમારો આત્મવિશ્વાસ અને સાહસ વધશે. તમારી મહેનત અને યોગ્યતાના આધારે સફળતાના શિખર સર કરશો. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. સમાજમાં સન્માન વધશે. પરિવારનો સહયોગ મળશે. વેપારમાં રોકાણ કરવા માટે સારો સમય છે. શનિદેવ કુંભ રાશિને બીજા ભાવ (ધન અને વાણીનું ક્ષેત્ર)માં ઉદય થઈ રહ્યા છે, જેનાથી આર્થિક અનુશાસન ખૂબ જરૂરી રહેશે. બચત યોજનાઓ ધીમી ગતિએ આગળ વધશે. વાણી પર નિયંત્રણ રાખવું, નહીંતર પરિવારમાં વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. શનિદેવ મીન રાશિના પ્રથમ ભાવ (લગ્ન સ્થાન)માં જ ઉદય થઈ રહ્યા છે, જે મોટા બદલાવનો સંકેત છે. જવાબદારીઓનો બોજ વધશે. સફળતા પ્રાપ્ત કરવા માટે પહેલાંથી વધારે મહેનત કરવી પડશે. કામના દબાણને લીધે જીવન ખૂબ ગંભીર લાગી શકે છે.
Read Original Article →