શુક્રવારનું રાશિફળ:વૃષભ રાશિના લોકોને મહેનતનું મનગમતું પરિણામ મળશે, કન્યા રાશિના લોકોને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ

Dharm Darshan5/21/2026, 4:30:00 PM
શુક્રવારનું રાશિફળ:વૃષભ રાશિના લોકોને મહેનતનું મનગમતું પરિણામ મળશે, કન્યા રાશિના લોકોને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ
ગુજરાતી પંચાંગ અનુસાર, 22 મે 2026, શુ્ક્રવારના રોજ અધિક જેઠ સુદ સાતમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે. રાહુકાળ સવારે 10:57થી 12:36 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- દિવસ ઠીક-ઠાક રહેશે. અટકેલા કાર્યો ગતિમાં આવી શકે છે. પરિવારના સભ્યોની ખુશાલી માટે કંઈક ખર્ચ કરવો સારું રહેશે. રોકાણ કરવા જેવી પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્તતા બનેલી રહેશે અને વરિષ્ઠ લોકોનો સાથ-સહકાર પણ મળતો રહેશે. નેગેટિવ- ધ્યાન રાખો કે વધતા ખર્ચ પર સમયસર કાબૂ મેળવવો પણ જરૂરી છે, નહીંતર બજેટ બગડી શકે છે. સાથે જ પોતાની જાતને સાબિત કરવા માટે કેટલાક પ્રયત્નો પણ કરવા પડશે. તમારી પ્રવૃત્તિઓની ગુપ્તતા જાળવી રાખો, અન્યથા કોઈ તમારા કાર્યમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કરી શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં મનગમતું પરિણામ મેળવવા માટે ખૂબ જ સખત મહેનત અને મજૂરીની જરૂર છે. પ્રવૃત્તિઓ થોડી ધીમી રહેશે. મીડિયા અથવા ફોન દ્વારા તમને વ્યવસાય સંબંધિત કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. સરકારી નોકરીમાં પબ્લિક ડીલિંગ કરતી વખતે નકારાત્મક શબ્દોના પ્રયોગથી બચો. લવ- દામ્પત્ય જીવનમાં તાલમેલ જાળવી રાખવામાં થોડી મુશ્કેલી પડશે. શાંતિ અને ધૈર્યથી ઉકેલ લાવો. પ્રેમ સંબંધોના મામલામાં નિરાશા રહી શકે છે. સ્વાસ્થ્ય- ખોટી ખાણીપીણી અને પ્રદૂષણના કારણે કોઈ ઇન્ફેક્શન થવાની આશંકા છે. આયુર્વેદિક ઈલાજ તેનો યોગ્ય ઉપાય છે. લકી કલર- જાંબલી લકી નંબર- 8 પોઝિટિવ- પરિવારના સભ્યોને તમારી પાસેથી કેટલીક અપેક્ષાઓ રહેશે અને તમે તેને પૂરી કરવાનો પૂરો પ્રયત્ન પણ કરશો. દિવસનો થોડો સમય આત્મમંથન તથા એકાંત વાતાવરણમાં પણ પસાર કરો. તમને ઘણી મૂંઝવણોમાંથી મુક્તિ મેળવવાના ઉકેલ મળશે. યુવાઓને વડીલોનું માર્ગદર્શન મળતું રહેશે. નેગેટિવ- કોઈ અપ્રિય વ્યક્તિના ઘરે આવવાથી વાતાવરણ નકારાત્મક થઈ શકે છે. બહેતર રહેશે કે વધારે મેળઝોળ ન રાખવો. ઘરના વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન પર જરૂર અમલ કરો. યોગ્ય મહેનત છતાં યુવાઓ ના કાર્યમાં વિલંબ (મોડું) થવાથી મન થોડું વ્યથિત (દુઃખી) રહેશે. વ્યવસાય- કારોબારમાં અનુભવી લોકોનું પ્રોત્સાહન મળશે, પરંતુ તમારા પ્રયત્નોમાં બિલકુલ કમી ન આવવા દો. જોકે તમને તમારી મહેનતનું મનગમતું પરિણામ પણ મળશે. આર્થિક મામલાઓ પર મનન અને ચિંતન કરવાની જરૂર છે. કોઈ પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવાની યોજના બની શકે છે. લવ- પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેવાથી સકારાત્મક ઊર્જા બનેલી રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય- ઘરના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. નિયમિત તપાસ કરાવો તથા ઈલાજ લો. લકી કલર- ક્રીમ લકી નંબર- 3 પોઝિટિવ- તમને તમારી કોઈ સમસ્યાને ઉકેલવામાં નજીકના લોકોનો સહયોગ મળશે. સાથે જ તમને તમારી મહેનત અને યોગ્યતાના અનુકૂળ પરિણામ પણ મળશે. કોઈ સામાજિક કે ધાર્મિક આયોજનની જવાબદારી પણ તમારા પર રહેશે, જેને તમે ખૂબ જ સારી રીતે નિભાવશો. બાળકોની સમસ્યાઓને પણ ઉકેલો. નેગેટિવ- લેવડદેવડ સંબંધી કોઈ મામલામાં તમારી સાથે દગો થઈ શકે છે, તેથી સચેત રહો. વિદ્યાર્થી તથા યુવા વર્ગ વ્યર્થમાં ફરવા-હરવામાં તથા મિત્રો સાથે સમય પસાર કરીને પોતાનો સમય બરબાદ ન કરે. વ્યવસાય- કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં કોઈ ગરબડ થઈ રહી હોય, તો ધૈર્યથી તેને સમજવાનો પ્રયત્ન કરો. જોકે આ સમયે ભાગ્ય તમને પૂરો સહયોગ આપી રહ્યું છે. પરંતુ તેનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. નોકરીયાત વ્યક્તિ કોઈ સરકારી મામલામાં ફસાઈ શકે છે, તેથી સાવધાન રહો. લવ- ઘરમાં કોઈ કારણસર થોડું તણાવભર્યું વાતાવરણ બનશે. કોઈને પ્રેમ પ્રપોઝલ કરવા માટે સમય અનુકૂળ છે. સ્વાસ્થ્ય- તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, આ સમયે કોઈ પ્રકારનું ઇન્ફેક્શન અથવા સોજા જેવી પરેશાની આવી શકે છે. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- સમય ખૂબ જ અનુકૂળ છે, પરંતુ તેનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા પર પણ નિર્ભર કરે છે. સામાજિક કાર્યોને બદલે તમારા વ્યક્તિગત કાર્યો પર વધુ ધ્યાન આપો, કારણ કે આજે લેવાયેલો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય નજીકના ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થવાનો છે. નેગેટિવ- કોઈ પણ નજીકના સંબંધી અથવા મિત્ર સાથે વાદ-વિવાદમાં ન પડો અન્યથા તમને જ તણાવ રહેશે. ધ્યાન રાખો કે બીજા લોકોની વાતોમાં આવીને કેટલાક ખોટા નિર્ણયો લઈ શકો છો જે નુકસાનકારક રહેશે. વિદ્યાર્થીઓ પોતાના ભણતર પર વધુ ધ્યાન આપે. વ્યવસાય- વ્યવસાયમાં તમે તમારા અનુભવ અને યોગ્યતા દ્વારા વિસ્તાર કરવાનો પ્રયત્ન કરશો અને મોટાભાગે સફળતા પણ મળશે. પરંતુ તમારા વ્યક્તિગત મતભેદોને વ્યાવસાયિક મામલાઓ પર હાવી ન થવા દો. નોકરીયાત લોકો દ્વારા કોઈ પ્રકારના ફાઈલ વર્કમાં ભૂલ થવાની આશંકા બની રહી છે. લવ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. મહેમાનોના આવવાથી ઘરમાં ઉત્સવભર્યું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય- પેટ સંબંધિત પરેશાની વધી શકે છે, જેનું મુખ્ય કારણ તમારું અસંતુલિત ખાણીપીણી છે. બેદરકારી ન રાખો. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- આજનો દિવસ કંઈક પરોપકાર જેવા કાર્યોમાં પસાર થશે અને એવું કરીને તમને સુકૂન મળશે. પ્રયત્નશીલ આર્થિક મામલાઓમાં પણ વિજય મળશે. મિત્રો અથવા સહયોગીઓની સલાહથી તમે તમારી કોઈ યોજનાને યોગ્ય આખરી ઉમીદ આપી શકશો. નેગેટિવ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ પણ રહેશે. કોઈ યોજના અસફળ પણ થઈ શકે છે, પરંતુ નિરાશ થયા વગર પરિસ્થિતિઓનો સામનો કરો. ટૂંક સમયમાં જ સમસ્યાઓ હલ થઈ જશે. કેટલાક વ્યક્તિગત મામલાઓને સમય રહેતા ઉકેલવા જરૂરી છે. યુવાનો હરવા-ફરવામાં અને મોજ-મસ્તીમાં વધારે સમય નષ્ટ ન કરે. વ્યવસાય- કારોબારી વિસ્તરણ સંબંધી યોજનાઓ બનશે, જેને તમે અમલમાં પણ મૂકશો. સાથે જ કોઈ પ્રભાવશાળી વ્યક્તિની યોગ્ય સલાહ પણ મળશે. ઓફિસમાં સહયોગીઓ સાથે યોગ્ય સામંજસ્ય બનેલું રહેશે તથા કોઈ પ્રોજેક્ટને સારી રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. લવ- પતિ-પત્ની વચ્ચે મધુરતાપૂર્ણ સંબંધો રહેશે. જેની અસર ઘરની સુખ-શાંતિ અને વ્યવસ્થાને પણ બહેતર બનાવી રાખશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. પરંતુ ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે, પરંતુ ટૂંક સમયમાં જ સુધારો આવશે, તણાવ ન લો. લકી કલર- સફેદ લકી નંબર- 5 પોઝિટિવ- ઘરના કોઈ સભ્યની ઉપલબ્ધિથી પ્રસન્નતાભર્યો માહોલ રહેશે. જો આ સમયે કોઈ પ્રોપર્ટી સંબંધી કાર્ય અટકેલું હોય, તો તેને પણ પૂરું કરવા માટે ઉત્તમ સમય છે. નજીકના સંબંધીઓ સાથે મેળ-મિલાપથી ખુશી થશે. સાંજના સમયે ડિનર વગેરે પર જવાનો પ્રોગ્રામ પણ બની શકે છે. નેગેટિવ- અતિશય કાર્યભારના કારણે તમામ પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરવી મુશ્કેલ થઈ જશે. ઘરની સમસ્યાઓને સુધારવામાં પરિવારના સભ્યોનો સહયોગ અવશ્ય લો. વિદ્યાર્થી વર્ગ નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોની સંગતથી અંતર જાળવી રાખે, કારણ કે આ કારણે તમારા ભણતરમાં અવરોધ આવશે. વ્યવસાય- વ્યવસાયમાં જો બદલાવ અથવા નવા કાર્ય સંબંધી કોઈ યોજના હોય, તો અત્યારે તેને સ્થગિત જ રાખો. જોકે કોઈ અટકેલું સરકારી અથવા અન્ય કોઈ કાર્ય આજે હલ થઈ શકે છે. ઓફિસમાં સહયોગીઓના માર્ગદર્શન પર પણ ધ્યાન આપો, આનાથી તમે કોઈ પણ નિર્ણય લેવામાં સક્ષમ બનશો. લવ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક નિકટતા વધશે. વિવાહ યોગ્ય લોકો માટે કોઈ સારો સંબંધ આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. પરંતુ પોતાનું ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખવા માટે હવામાનને અનુકૂળ આહાર-વિહાર અને દિનચર્યા રાખવી જરૂરી છે. લકી કલર- ક્રીમ લકી નંબર- 2 પોઝિટિવ- આજે તમને કોઈ પ્રિયજન દ્વારા કોઈ માહિતીપૂર્ણ સમાચાર મળશે. આ સમય તમારા અટકેલા કાર્યોને પૂરા કરવા માટે ખૂબ જ અનુકૂળ છે. વિશેષ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ પણ થશે. સોસાયટી સાથે સંબંધિત કોઈ વિવાદિત મામલામાં તમારો પ્રસ્તાવ નિર્ણાયક રહેશે. નેગેટિવ- બાળકોની કોઈ ભૂલ પર તેમને ધૈર્ય અને શાંતિથી સમજાવો. ગુસ્સા અને ધાક-ધમકીથી તેમના મનોબળમાં કમી આવશે. કોઈની સાથે પણ નકામી ચર્ચામાં પડવાથી પોતાનું જ નુકસાન થશે તથા સમય વ્યર્થ જશે. ઘરના વરિષ્ઠ સભ્યોનું માન-સન્માન જાળવી રાખો. વ્યવસાય- વ્યવસાય સંબંધી કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. કેટલાક લોકો તમારી સાથે ઈર્ષ્યાની ભાવના પણ રાખી શકે છે. વ્યાવસાયિક યોજનાઓ પર ગંભીરતાથી કામ કરવું પડશે. નોકરીમાં ક્લાયન્ટ સાથે તમારો વ્યવહાર મધુર અને સંયમિત રાખો. વાદ-વિવાદમાં ન પડો. લવ- તમે પારિવારિક જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય- સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન કરશે. વ્યાયામ અને યોગને પોતાની દિનચર્યામાં અવશ્ય સામેલ કરો. લકી કલર- કેસરી લકી નંબર- 5 પોઝિટિવ- જો કોઈ સભ્ય તમારી કોઈ વાતથી નારાજ હોય, તો આજે તેને મનાવવાની ઉત્તમ તક છે. અનુકૂળ ગ્રહ સ્થિતિ બનેલી છે. તમને તમારી મહેનતનું ચોક્કસપણે ઉત્તમ પરિણામ મળશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી પણ રાહત મળશે. નેગેટિવ- ઘરના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શનનો જરૂર અમલ કરો. અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. બાળકોની સમસ્યાઓને સાંભળો અને શાંતિપૂર્ણ રીતે સમજાવવાથી તેમનું મનોબળ વધશે. વ્યવસાય- પારિવારિક વ્યસ્તતા છતાં કારોબારી પ્રવૃત્તિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં સક્ષમ રહેશો. પરંતુ વ્યવસાયમાં હજુ વધુ વિસ્તાર કરવા માટે વધારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. મહિલાઓ વિશેષ રૂપે નોકરીમાં પોતાના ટાર્ગેટને મેળવવામાં સક્ષમ રહેશે. લવ- જીવનસાથી વગેરે પરિવાર સાથે શોપિંગ અને મોજ-મસ્તીમાં સમય પસાર થશે. પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળવાથી વધુ પ્રગાઢતા આવશે. સ્વાસ્થ્ય- કોઈને કોઈ કારણસર માનસિક તણાવ બનેલો રહેશે. વ્યર્થની વાતોથી દૂર રહો અને સમય-સમય પર આરામ પણ લેતા રહો. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 6 પોઝિટિવ- આજે પોતાની પ્રતિભા અને નોલેજને બીજાની સામે દર્શાવવાની તક મળશે. આ સમયનો યોગ્ય સદુપયોગ કરો. યુવા વર્ગ પોતાની કાર્યક્ષમતામાં બિલકુલ પણ કમી ન આવવા દે કારણ કે અત્યારે કરેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં ખૂબ જ યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાનું છે. નેગેટિવ- કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્ય અને સંયમ ન છોડો, કારણ કે સાસરી પક્ષના કોઈ સંબંધી સાથે વાદ-વિવાદ થવા જેવી સ્થિતિ બની શકે છે. સાથે જ કોઈ પ્રકારના સ્થાન પરિવર્તન સંબંધી પ્રવૃત્તિઓને લઈને તણાવ રહી શકે છે. વ્યવસાય- કારોબારમાં લાભની સ્થિતિ બનેલી છે, પરંતુ કોઈ નવા કામની શરૂઆત કરવામાં સાવધાની રાખવાની પણ જરૂર છે. સ્ટાફ તથા કર્મચારીઓની સલાહ પર ધ્યાન આપવું તમારા માટે સારું રહેશે. નોકરીમાં કોઈ ઉચ્ચ અધિકારીના સહયોગથી તમે તમારો ટાર્ગેટ મેળવી શકો છો. લવ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. પરંતુ તમારો તેમના માટેનો પૂર્ણ સહયોગ તેમને ખુશી આપશે. પ્રેમ સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય- નસોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે. યોગ અને વ્યાયામ પર વધુ ધ્યાન આપો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- માનસિક સુખ-શાંતિ જાળવી રાખવા માટે પોતાની દિનચર્યામાં પણ ફેરફાર લાવશો. ધનની અપેક્ષાએ પોતાના માન-સન્માન વ આદર્શો પર વિશ્વાસ રાખવો તમને સફળ બનાવશે. અધ્યાત્મ સાથે જોડાયેલા કેટલાક વિશેષ તથ્યોની માહિતી મેળવવામાં પણ રુચિ જાગ્રત થશે. નેગેટિવ- તમારી સફળતાનો દેખાડો ન કરો તથા તમારી ખાસ યોજનાઓને પણ સિક્રેટ રાખો. બેદરકારીના કારણે પૈસા બરબાદ પણ થઈ શકે છે. કોઈના પર પણ વધારે ભરોસો ન કરો. થોડી અનિદ્રા અને બેચેની જેવી સ્થિતિ પણ અનુભવાશે. વ્યવસાય- વ્યવસાયમાં પણ પરિસ્થિતિઓ વધારે અનુકૂળ નથી. નવું કામ શરૂ કરવા માટે યોગ્ય સમયની રાહ જુઓ. કોઈ પણ કાર્યમાં ઘરના વરિષ્ઠ તથા અનુભવી સભ્યોની સલાહ તમારા માટે સર્વશ્રેષ્ઠ રહેશે. ઓફિસની કાર્યપ્રણાલીમાં સકારાત્મક બદલાવ આવશે. લવ- જીવનસાથી તથા પરિવારના સભ્યો સાથે ખુશનુમા પળો પસાર થશે. યુવા વર્ગ પ્રેમ સંબંધો પ્રત્યે ગંભીર રહેશે. સ્વાસ્થ્ય- વાયુ, ગેસ વગેરેના કારણે સાંધામાં દુખાવો વ બેચેની જેવી સમસ્યા બનેલી રહેશે. ખાણીપીણી પ્રત્યે ખૂબ જ સાવધાની રાખો. લકી કલર- લીલો લકી નંબર- 1 પોઝિટિવ- ઘરની સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓની શોપિંગ વગેરેમાં જ દિવસનો મોટાભાગનો સમય પસાર થઈ જશે. આ સમયે આર્થિક સ્થિતિને બહેતર બનાવવા માટે તમારા પ્રયાસો સફળ રહેશે. બાળકોના ઉચ્ચ શિક્ષણને લઈને ચાલી રહેલી કોઈ સમસ્યા આજે હલ થઈ શકે છે. નેગેટિવ- આજે દિવસભર ખૂબ જ વધારે કાર્યભાર બનેલો રહેશે, પરંતુ તમારી ક્ષમતાનું પણ ધ્યાન રાખો. કામની સાથે-સાથે આરામ કરવો પણ આવશ્યક છે. વીતેલી નકારાત્મક વાતોને પોતાના પર હાવી ન થવા દો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં ખૂબ જ વધારે વ્યસ્તતા બનેલી રહેશે. તમારી યોજનાઓને ગુપ્ત જ રાખો. કોઈ કર્મચારી તમારી પ્રવૃત્તિઓને લીક કરી શકે છે. કોઈ પણ અસમંજસની સ્થિતિમાં ઘરના વરિષ્ઠ વ્યક્તિની અભિપ્રાય તમારા માટે ભાગ્યોદય કરનારી સાબિત થશે. લવ- દામ્પત્ય જીવનમાં એકબીજા પ્રત્યે સહયોગ અને સન્માનની ભાવના બનેલી રહેશે. પ્રેમ પ્રસંગોમાં કોઈ નકારાત્મક વાતથી અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય- ઘૂંટણ અને પગમાં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. પોતાની તપાસ કરાવો તથા યોગ્ય ઈલાજ લો. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- આજે થોડો સમય પોતાની હોબી અને રસપ્રદ કાર્યો માટે અવશ્ય કાઢો. આનાથી કેટલાક સમયથી ચાલી રહેલી વ્યસ્તતામાંથી રાહત મળશે અને તમે તમારી જાતને તરોતાજા અનુભવશો. આવકના સાધનો યોગ્ય બનેલા રહેશે, તેથી આર્થિક રીતે કોઈ મુશ્કેલી નહીં થાય. સંતાન તરફથી નિશ્ચિંતતા રહેશે. નેગેટિવ- યુવાઓને પોતાની મહેનતનું મનગમતું પરિણામ ન મળવાથી થોડા સમય માટે મનમાં ઉદાસી વ નકારાત્મક વિચારો આવી શકે છે. ફરીથી પ્રયત્ન કરો અને થોડો સમય યોગ અને મેડિટેશનમાં પસાર કરો, જેનાથી તમને ઘણી બધી રાહત મળશે. ઘર સંબંધિત કોઈ પણ કાર્ય તમારી દેખરેખ હેઠળ જ કરાવો. વ્યવસાય- કલાત્મક તથા ગ્લેમર કાર્યો સાથે જોડાયેલા વ્યવસાય સફળ રહેશે. ભાગીદારી સંબંધી વ્યવસાયમાં પણ પરસ્પર સામંજસ્ય મજબૂત થશે. આ સમયે કામકાજમાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની પણ આવશ્યકતા છે. નોકરીમાં કોઈ બેદરકારીના કારણે ઉચ્ચ અધિકારીની ધમકી કે બોલાચાલી સાંભળવી પડી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે મધુરતાપૂર્ણ સંબંધો રહેશે. લવ પાર્ટનર સાથે અકારણ જ કોઈ વાતને લઈને મનદુઃખની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધી નિયમોનું ઉલ્લંઘન કરવાથી તમે જ મુસીબતમાં પડશો. તેથી સાવધાન રહો અને પોતાનું નિયમિત ચેકઅપ કરાવતા રહો. લકી કલર- ક્રીમ લકી નંબર- 9
Read Original Article →