શનિવારનું રાશિફળ:મેષ રાશિના લોકો માટે મહેનત વધારે અને પરિણામ ઓછું જેવી સ્થિતી, કન્યા રાશિના લોકોને શુભ સમાચાર મળશે
ગુજરાતી પંચાંગ અનુસાર, 23 મે 2026, શનિવારના રોજ અધિક જેઠ સુદ આઠમ છે. આ દિવસની ચંદ્ર રાશિ સિંહ છે. રાહુકાળ સવારે 10:57થી 12:36 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- જો કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો પરિવારના સભ્યોના સહયોગથી તેનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. કોઈ નજીકના મિત્ર સાથે મુલાકાત મનને ખુશી આપશે અને ખાસ વિષયો પર વિચાર-વિમર્શ પણ થશે. સંતાનના ભવિષ્ય સંબંધી યોજનાને અમલમાં મૂકવા માટેનો અનુકૂળ સમય છે. નેગેટિવ- જોકે મહેનત વધારે અને પરિણામ ઓછું હોય તેવી સ્થિતિ પણ રહેશે, જેના કારણે થોડો ચીડિયાપણું અને ઉદાસી અનુભવી શકો છો. સંબંધીઓ તરફથી કોઈ પણ પ્રકારના સહયોગની અપેક્ષા ન રાખો, તમારી કાર્યક્ષમતા પર જ વિશ્વાસ રાખો. વ્યર્થના વાદ-વિવાદોમાં તમારી ઊર્જા નષ્ટ ન કરો. વ્યવસાય- વ્યવસાયમાં કોઈ અટકેલું કાર્ય આજે ફરી શરૂ થઈ શકે છે. યુવાનો પોતાની ભરપૂર મહેનત અને ક્ષમતા દ્વારા પોતાનો ટાર્ગેટ મેળવી લેશે. પરંતુ કેટલીક પડકારો પણ સામે આવશે, જેનો ઉકેલ લાવવો તમારી યોગ્યતા પર નિર્ભર કરે છે. લવ- પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઈને થોડી નોકઝોંક રહેશે. પ્રેમી-પ્રેમિકાને મુલાકાતની તકો મળશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ ન રાખો. વ્યવસ્થિત દિનચર્યા રાખો, આયુર્વેદિક ઈલાજ લેવો બહેતર રહેશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 5 પોઝિટિવ- આજે કેટલાક ખાસ લોકોને મળવાની તક મળશે અને ઘણા અટકેલા કાર્યો પણ વ્યવસ્થિત થશે. ઘર-પરિવાર સંબંધિત સમસ્યાઓને ઉકેલવામાં સમર્થ રહેશો. જો તમારા ક્યાંક પૈસા અટકેલા હોય, તો આજે તેની વસૂલાત કરવાનો પણ યોગ્ય સમય છે. નેગેટિવ- કેટલાક લોકો તમારી ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. બહેતર રહેશે કે તમારી પ્રવૃત્તિઓ સિક્રેટ જ રાખો. બાળકો પ્રત્યે તમારું વલણ નરમ રાખો અને પ્રેમથી તેમનું માર્ગદર્શન કરો તથા બિનજરૂરી નોકઝોંક અને વાદ-વિવાદથી દૂર રહો. કોર્ટ કેસ અથવા કોઈ સામાજિક વિવાદ સંબંધિત મામલાને સમયસર ઉકેલી લો. વ્યવસાય- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધી વ્યવસાયમાં કાર્ય વધશે અને સારો નફો પણ થશે. આ સમયે કોઈ નવી પ્રવૃત્તિ શરૂ કરવાને બદલે વર્તમાન વ્યવસાય પર જ ધ્યાન આપવું યોગ્ય છે. વર્કિંગ વુમન પોતાના ઘર અને પ્રોફેશન વચ્ચે તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે મીઠી નોકઝોંક રહેશે તથા પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય- માથાનો દુખાવો, એસિડિટી જેવી સમસ્યાઓ પરેશાન કરશે. અસંતુલિત દિનચર્યા અને ખાનપાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- આજે ગ્રહ સ્થિતિ પ્રગતિદાયક અને સંતોષજનક છે. કોઈની મદદથી તમારું અટકેલું કાર્ય પૂરું થઈ શકે છે. ઘરમાં નજીકના લોકોના આવવાથી મનોરંજન અને ઉત્સાહભર્યો માહોલ રહેશે. સંતાનનું કોઈ કાર્ય શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ જશે. કામને આવતીકાલ પર ટાળવાની પ્રવૃત્તિમાં સુધારો થશે. નેગેટિવ- તમારા વ્યવહાર અને મનોસ્થિતિનું અવલોકન કરો, કારણ કે ગુસ્સા અને જિદના કારણે સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે. ધ્યાન રાખો કે સંબંધોમાં ખટાશ ઊભી ન થાય. સંબંધોની મર્યાદાનું ધ્યાન રાખો. બીજા લોકો પર વધારે ડિસિપ્લિન ન રાખીને પોતાના વ્યવહારમાં લવચીકતા લાવો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં અત્યારે કોઈ પણ પ્રકારનો બદલાવ કરવા માટે સમય યોગ્ય નથી. જોકે કોઈ પણ પરેશાની આવવા પર ઘરના વરિષ્ઠોની સલાહ તમારા માટે લાભદાયક રહેશે. માર્કેટમાં કોઈ અટકેલી પેમેન્ટ આજે મળી શકે છે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ- વૈવાહિક જીવન સુખમય રહેશે તથા હસી-ખુશીથી સમય પસાર થશે. અવિવાહિત લોકો માટે સારા સમાચાર આવશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ ન રાખો તથા બદલાતા હવામાનથી પોતાનો બચાવ રાખો. બહારનું ખાનપાન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. લકી કલર- સફેદ લકી નંબર- 9 પોઝિટિવ- આજે કોઈ અનુભવી તથા પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે. ઘણી નવી જાણકારીઓ મળશે અને તમારી પ્રગતિનો કોઈ નવો માર્ગ ખુલશે. યુવાનોને પોતાની મહેનતનું મનગમતું પરિણામ મળવાથી રાહત રહેશે. મનોરંજક પ્રવાસ સંબંધી યોજનાઓ બનશે. નેગેટિવ- જો ઘરના રરિપેરિંગ સંબંધી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય, તો પોતાની સામર્થ્ય કરતાં વધુ ખર્ચ કરવો મુસીબતમાં મૂકી શકે છે. આળસને પોતાના પર હાવી ન થવા દો, આ કારણે તમારા મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી શકે છે. કોઈની ખોટી સલાહ અને સંગતની નકારાત્મક અસર તમારા માન-સન્માન અને વ્યક્તિત્વને બગાડી શકે છે. વ્યવસાય- વ્યાપારમાં નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા સંબંધી યોજનાઓને અમલમાં મૂકવા માટેનો અનુકૂળ સમય છે. આ સમયે તમને કોઈ મોટો ઓર્ડર પણ મળી શકે છે. નોકરીમાં કાર્યભાર ખૂબ વધારે રહેશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કે વિવાદમાં ન પડો. લવ- ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. દામ્પત્ય સંબંધોમાં પણ મધુરતા રહેશે. વ્યર્થના પ્રેમ પ્રસંગોથી દૂર રહો. સ્વાસ્થ્ય- ઇન્ફેક્શન જેવી સમસ્યા વધી શકે છે. વાયુ કે ગેસ વધારનારી વસ્તુઓના સેવનથી બચાવ કરો. તમારી વ્યવસ્થિત દિનચર્યા રાખીને તમે સ્વસ્થ રહી શકો છો. લકી કલર- બદામી લકી નંબર- 6 પોઝિટિવ- બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો, જેનાથી તેમનું મનોબળ વધશે અને તેઓ તમારું માન-સન્માન પણ કરશે. આ સમય ઘણા પ્રકારના ખર્ચાઓનો પણ છે, પરંતુ તમે તેને મેનેજ કરી લેશો. પોતાના લોકો સાથે મનોરંજન, શોપિંગ વગેરેમાં સમય પસાર થશે. નેગેટિવ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ પણ બની શકે છે. પોતાના હાથમાં આવેલી કોઈ પણ તક કે ઉપલબ્ધિને બેદરકારીના કારણે જતી ન કરો, તે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થશે. તમારા સ્વભાવને સહજ અને સંતુલિત બનાવી રાખો, કારણ કે ગુસ્સાથી પરિસ્થિતિઓ વધુ બગડી શકે છે. વ્યવસાય- વ્યવસાય સાથે સંબંધિત નાની-નાની બારીકાઈઓનું પણ ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. આનાથી તમે યોગ્ય નિર્ણય લેવામાં સહજતા અનુભવશો. માર્કેટિંગ તથા જનસંપર્કનો દાયરો વધારો. ઓફિસમાં તમારી ઉત્કૃષ્ટ કાર્યપ્રણાલીની પ્રશંસા થશે. લવ- ઘરમાં સુખ-શાંતિપૂર્ણ માહોલ રહેશે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુગેધર થશે. પ્રેમ પ્રકરણના મામલામાં તમે ભાગ્યશાળી રહેશો. સ્વાસ્થ્ય- કબજિયાત, વાયુ વિકાર જેવી સમસ્યાઓ રહી શકે છે. ખાનપાન હળવું જ રાખો. લકી કલર- પીળો લકી નંબર- 1 પોઝિટિવ- આજે કોઈ સારા સમાચાર મળવાના છે, જેનાથી ભાવનાત્મક રીતે તમે તમારી જાતને સશક્ત અને ઊર્જાવાન અનુભવશો. તમામ બાબતોને લઈને વ્યસ્તતા તો બનેલી રહેશે, પરંતુ પરિણામ પણ તમારા પક્ષમાં જ આવશે. તમે તમારી સૂઝબૂઝથી ઘર-પરિવાર સંબંધિત સમસ્યાઓને પણ સરળતાથી ઉકેલી દેશો. નેગેટિવ- વધારાના કાર્યોમાં વ્યસ્તતાના કારણે તમે તમારા વ્યક્તિગત કાર્યો પર વધુ ધ્યાન આપી શકશો નહીં. પરિવારના કોઈ સભ્યના અંગત જીવનમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે, તેને ઉકેલવા માટે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રસ્તો કાઢવો પડશે. પ્રોપર્ટી સાથે સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. વ્યવસાય- વ્યવસાયમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે, આર્થિક સ્થિતિ પણ બહેતર બનશે. પરંતુ આ સમયે કોઈ પ્રકારનું જોખમ લેવાનું નથી. તમારી જૂની પાર્ટીઓ સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવાથી ફાયદો થઈ શકે છે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ- સમયના અભાવને કારણે પોતાના અંગત કાર્યોમાં યોગ્ય સમય પસાર કરી શકશો નહીં, પરંતુ ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહેશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. માત્ર વર્તમાન હવામાનથી પોતાનો બચાવ રાખવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવો. લકી કલર- પીળો લકી નંબર- 3 પોઝિટિવ- જો પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો પરસ્પર વાર્તાલાપના માધ્યમથી તેને ઉકેલી શકાય છે. સમાજમાં તમારી યોગ્યતા અને કાબિલિયતની પ્રશંસા થશે. થોડો સમય પોતાના માટે પણ કાઢો. આત્મમંથન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળી જશે. સાસરી પક્ષ સાથેના સંબંધોમાં મધુરતા આવશે. નેગેટિવ- નકામી ચર્ચા અને ક્રોધ કરવો તમારા માન-સન્માનને ઠેસ પહોંચાડી શકે છે. જો પ્રોપર્ટી અથવા કોઈ પોલિસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની યોજના હોય, તો તેના પર પુનઃવિચાર અવશ્ય કરો. આર્થિક સ્થિતિને લઈને આ સમયે કરવામાં આવેલી મહેનતના પરિણામ તરત સારા નહીં મળે, પરંતુ ભવિષ્યમાં તે લાભદાયક સાબિત થશે. વ્યવસાય- વ્યાપારમાં આર્થિક મામલાઓ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું જોખમી રહેશે. નાની-નાની સાવધાનીઓ રાખવાથી કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા બનેલી રહેશે. સંપર્ક સૂત્રોને હજુ વધુ મજબૂત કરો, આ સંપર્કો તમારી પ્રગતિમાં ફાયદાકારક સાબિત થશે. લવ- દામ્પત્ય જીવનમાં ચાલી રહેલા મનદુઃખ દૂર થશે અને ઘરમાં ખુશાલીભર્યો માહોલ બનશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- સર્વાઇકલ અને ખભાના દુખાવાથી પરેશાન રહી શકો છો. વ્યાયામ તેનો યોગ્ય ઉપાય છે. લકી કલર- કેસરી લકી નંબર- 5 પોઝિટિવ- આજે કોઈ ખાસ મિત્ર સાથે વાતચીત થશે અને મન આનંદિત રહેશે. પરંતુ તમારા વ્યક્તિગત કાર્યો જાતે જ પતાવવાનો પ્રયત્ન કરો, બીજા લોકો પર સહયોગની અપેક્ષા રાખવી યોગ્ય નથી. આર્થિક પ્રવૃત્તિઓમાં થોડો સુધારો આવશે તથા લાંબા સમયથી ચાલી રહેલી ફાયનાન્સ સંબંધિત કોઈ ચિંતા પણ દૂર થશે. નેગેટિવ- આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા પર રાખો. ગ્રહ સ્થિતિ એવો સંકેત આપી રહી છે કે બીજાની સલાહ પર ધ્યાન આપવાને બદલે પોતાના પર ભરોસો રાખીને કાર્ય કરો. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ મોજ-મસ્તી છોડીને પોતાના ભણતર અને કરિયર પર ધ્યાન આપવાનું શરૂ કરે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રાખવા માટે બેદરકારી કે આળસ ન કરીને પૂરા મનથી કાર્ય કરો. કેટલીક નવી તકો કે સંભાવનાઓ પણ મળશે. નોકરીયાત લોકો પોતાના કામકાજને પૂરી ગંભીરતા અને પ્રામાણિકતાથી પૂર્ણ કરે, આ સમયે તમારી પ્રગતિના પણ યોગ બની રહ્યા છે. ક્લાયન્ટ સાથે વાદ-વિવાદમાં ન પડો. લવ- ઘરમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત વીતેલી યાદોને તાજી કરશે. સ્વાસ્થ્ય- કોઈ પણ પ્રકારનું જોખમ લેવાથી બચો. ઈજા થવાની કે પડી જવાની સ્થિતિ બની રહી છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 9 પોઝિટિવ- તમે તમારી જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવશો તથા વરિષ્ઠ લોકો સાથે પણ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થશે. પ્રોપર્ટીની ખરીદ-વેચાણ સાથે સંબંધિત કાર્યોને સફળ બનાવવા માટેનો ઉત્તમ સમય છે. ઘરના કોઈ પ્રિય વ્યક્તિની મોટી ઉપલબ્ધિથી ઘરમાં ઉત્સવભર્યો માહોલ રહેશે. નેગેટિવ- દિવસભર વ્યસ્તતા બનેલી રહેશે. તેથી વગર કારણે બીજાની પરેશાનીઓમાં ન પડો, નહીંતર આ કારણે તમારા પોતાના કાર્યો વચ્ચે અટકી શકે છે. કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિને ખૂબ જ સહજ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયત્ન કરો, ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો. વ્યવસાય- કારોબારમાં કેટલાક પડકારો રહેશે. જોકે કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી તમે મોટાભાગે તેનું નિવારણ કરી લેશો. વિદેશ વ્યાપાર સાથે જોડાયેલા લોકો સારો નફો કમાશે. સરકારી નોકરી કરતા લોકોને કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ માટે કામ કરવું પડી શકે છે. લવ- જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે તથા પ્રેમી-પ્રેમિકાને પણ મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- ઉધરસ, શરદી જેવી પરેશાનીઓ વધી શકે છે. બેદરકારી ન રાખો તથા આયુર્વેદિક વસ્તુઓનું સેવન વધુ કરો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- કોઈ પણ ખાસ નિર્ણય લેતી વખતે વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખો, આનાથી તમને સફળતા મળશે અને તમારી ચતુરાઈ તથા યોગ્યતાની પ્રશંસા થશે. યુવાનોને કરિયર સંબંધી કોઈ શુભ સમાચાર મળવાના છે, જેનાથી લાભની પ્રાપ્તિ સાથે-સાથે ઉત્સાહ અને ઊર્જા પણ અનુભવાશે. નેગેટિવ- ખર્ચાઓ વધશે, પરંતુ તેના પર કાપ મૂકવો હાલમાં સંભવ નથી. પડોશીઓ સાથે કોઈ વાત પર વાદ-વિવાદ પણ ઊભો થઈ શકે છે. બહેતર રહેશે કે બીજાના મામલામાં દખલગીરી જ ન કરો. કોઈ ઘનિષ્ઠ મિત્ર સાથે સંબંધિત અપ્રિય સમાચાર મળવાથી મન ઉદાસ રહી શકે છે. વ્યવસાય- આ સમયે વ્યાવસાયિક પાર્ટીઓ તથા માર્કેટીંગ સંબંધી કાર્યોને વિસ્તારવામાં ધ્યાન આપો. કોઈ નવું કામ શરૂ કરવા માટે અત્યારે યોગ્ય સમય નથી. સંપર્કોના માધ્યમથી યોગ્ય ઓર્ડર મળી શકે છે. નોકરીયાત લોકોને કોઈ વિશેષ ઓથોરિટી મળવાથી ઉત્સાહ બનેલો રહેશે. લવ- પતિ-પત્ની પરસ્પર સામંજસ્ય દ્વારા યોગ્ય વ્યવસ્થા જાળવી રાખશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજો દૂર થશે તથા સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય- વાહન સાવધાનીપૂર્વક ચલાવો, ઈજા થવાની આશંકા છે. કોઈ પણ પ્રકારનું જોખમ લેવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. લકી કલર- લીલો લકી નંબર- 6 પોઝિટિવ- તમે તમારી મહેનત દ્વારા પરિસ્થિતિઓને ઘણી ખરી રીતે પોતાના અનુકૂળ બનાવી લીધી છે. આજે તમને આ જ મહેનતનું યોગ્ય પરિણામ મળવાનું છે. વિરોધીઓ પરાસ્ત રહેશે. યુવાનોને પોતાની કોઈ પ્લાનિંગને અમલમાં મૂકવામાં વરિષ્ઠ લોકોનો પણ પૂર્ણ સહયોગ મળશે. નેગેટિવ- વડીલો તથા વરિષ્ઠ સભ્યોના માન-સન્માનમાં કમી ન આવવા દો. કેટલાક નજીકના સંબંધોને બગડતા બચાવવા માટે જો તમારે નમવું પડે તો શરમ અનુભવશો નહીં. વિદ્યાર્થીઓને પોતાનું લક્ષ્ય મેળવવા માટે વધુ મહેનતની આવશ્યકતા છે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં થોડી મંદીની અસર રહેશે. પરંતુ ભાગ્યને દોષ ન આપીને પોતાની કાર્યપ્રણાલીને બદલવાનો પ્રયત્ન કરો. પાર્ટનરશીપ સંબંધી કોઈ પ્લાનિંગ થઈ શકે છે. નોકરીયાત વ્યક્તિઓને પણ પોતાનો ટાર્ગેટ પૂરો ન થવાના કારણે ઉચ્ચ અધિકારીઓનું દબાણ રહી શકે છે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. બાળકના આગમન સંબંધી કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીભર્યો માહોલ રહેશે. સ્વાસ્થ્ય- પેટ સાથે સંબંધિત સમસ્યા રહેશે. ગેસ અને વાયુકારક વસ્તુઓનું સેવન ન કરો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- તમારા અટકેલા કાર્યોને પૂરા કરવાનો અનુકૂળ સમય છે. બાળકો સાથે સંબંધિત કોઈ સમસ્યાનો પણ ઉકેલ મળશે તથા પોતાની જાતને તણાવમુક્ત અને ઊર્જાથી ભરપૂર અનુભવશો. નજીકના સંબંધીઓ વ મિત્રો સાથે કોઈ વિશેષ મુદ્દાને લઈને વિચાર-વિમર્શ પણ રહેશે. નેગેટિવ- પરંતુ મીન રાશિના લોકો માટે એક સલાહ પણ છે કે પોતાની વાણીનો પ્રયોગ વિચારી-વિચારીને કરો. થોડો સમય ઘર-પરિવાર માટે પણ અવશ્ય કાઢો. દિવસના બીજા ભાગમાં એવું અનુભવાશે કે સમય હાથમાંથી સરકતો જાય છે. આ સમય ધૈર્ય અને સંયમ રાખવાનો પણ છે. વ્યવસાય- વ્યાવસાયિક મામલાઓમાં કેટલાક ફેરફાર આવશે. જો કોઈ નાણાકીય નિર્ણય લેવો પડે, તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. મીડિયા તથા ઓનલાઇન પ્રવૃત્તિઓ દ્વારા નવી-નવી વ્યાવસાયિક જાણકારીઓ મેળવો. નોકરીયાત લોકો માટે ઓફિસનું વાતાવરણ ઉત્તમ બનેલું રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મનદુઃખ રહેશે. પ્રેમી-પ્રેમિકાને મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- શારીરિક અને માનસિક થાકના કારણે નબળાઈ અનુભવશો. યોગ અને મેડિટેશન કરવું તમને શારીરિક અને માનસિક રીતે આરામ આપશે. લકી કલર- ક્રીમ લકી નંબર- 2
Read Original Article →