19 મેનું અંકફળ:નોકરીમાં અંક 2ના જાતકોની જવાબદારીઓ વધશે, અંક 4ના લોકોનું આજે બ્રેકઅપ થવાની સંભાવના
અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… આ સમય સંભાળીને રહેવાનો છે. ધન તેમજ પોતાની સુરક્ષાનો સમય છે. વિવાદિત મામલાઓથી દૂર રહો. કાર્યસ્થળ પર જૂની ભૂલો સામે આવી શકે છે. સમયસર ઘરે આવવાનો પ્રયાસ કરો તેમજ એકલા ફરવાથી બચો. કાર્યસ્થળ પર સતર્ક રહેવું શ્રેષ્ઠ રહેશે. સાંજે પોતાને સારી સ્થિતિમાં મેળવશો. બુદ્ધિ વાણીનું પ્રદર્શન બહેતર રહેશે તેમજ શોધ સંશોધનાત્મક વિષયોમાં રુચિ અત્યંત રહેશે. કરિયર- વ્યાપારમાં અજાણ્યા લોકો સાથે લેવડ-દેવડનો વ્યવહાર ન કરવો. નોકરીમાં વિશેષ ધ્યાનથી કાર્ય કરો. લવ- પ્રેમ પ્રગટ કરવાનો સાચો સમય નથી. વૈવાહિક સાથીનો સહયોગ મળશે. લકી નંબર- 2-5-8 લકી કલર- જાંબલી શું કરવું- નિર્ધનને જૂના વસ્ત્રો વગેરે તેમજ ભોજન વગેરેનું દાન કરો. અટકેલા કાર્યો પૂર્ણ થશે તેમજ રજાઓમાં ફરવા જવાની તક મળશે. કાર્ય પ્રણાલીમાં સુધારો થશે તેમજ નવી લાભદાયક યોજનાઓ પ્રાપ્ત થશે. સ્વજનો સાથે મુલાકાત થશે. બપોરે આવકના મામલા ચિંતામાં નાખી શકે છે. ભ્રમિત કરનારા સમાચાર પણ મળી શકે છે. સાંજે ફરી મજબૂત થઈ જશો. આવકમાં સુધારો થશે. પ્રસન્નતા બનેલી રહેશે. વિચારોમાં સકારાત્મકતા રહેશે. વિરોધીને પરાસ્ત કરવામાં સફળ થશો. કરિયર- કારોબારમાં આવી રહેલી પરેશાનીઓની સમાપ્તિ થશે. નોકરીમાં જવાબદારીઓમાં વૃદ્ધિ થશે. લવ- પ્રેમી સાથી તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખેંચતાણ થઈ શકે છે. લકી નંબર- 2-6-9 લકી કલર- વાદળી શું કરવું- વડીલોને મીઠાઈનું દાન કરો. આર્થિક સ્થિતી નબળી હોવાના કરાણે પરેશાન રહી શકો છો. બિનજરૂરી ખર્ચ થશે તેમજ આવકના સાધનો નબળા પડવાના યોગ છે. બપોરનો સમય કંઈક ફાયદા પણ કરાવી શકે છે. પરિવાર સહયોગ પ્રદાન કરશે તેમજ મિત્રો પણ અનુકૂળ રહેશે. લોન/ઉધાર વગેરે લેવાથી બચો. સાંજે મુશ્કેલીઓ અને સમસ્યાઓ સલાહ લઈને હલ કરવાનો પ્રયાસ કરો. સહયોગ મળશે. કાર્યમાં સુધારો આવશે. કરિયર- નોકરી વાળા લોકોને લાભ થવાના યોગ છે. નોકરીમાં મનગમતું પોસ્ટિંગ મળી શકે છે, કારોબારમાં સમસ્યાઓ સમાપ્ત થશે. લવ- પ્રેમમાં મુશ્કેલીભર્યો સમયગાળો રહેશે. બીજાની દખલગીરીથી વિવાદ થશે. વૈવાહિક જીવનમાં સંતુષ્ટિ બનેલી રહેશે. લકી નંબર- 2-4-7 લકી કલર- મરૂન શું કરવું- પશુ-પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા કરો. સવારે કાર્યો સમયસર નહીં થઈ શકે. આ સ્થિતિ બપોરની શરૂઆતથી સમાપ્ત થઈ જશે. આવકમાં વૃદ્ધિ થશે તેમજ પ્રસન્નતા પ્રાપ્ત થશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પરિવારમાં કોઈ આયોજન થવાની સંભાવના છે. સાંજે વિશેષ લાભ પ્રાપ્ત થવાના સંકેત છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મળવાની તકો પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળશે. કરિયર- વ્યાપારમાં નુકસાનથી બચાવ થશે. નોકરીમાં કાર્ય પરિવર્તન થશે. લવ- બ્રેકઅપ થવાની સંભાવના છે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર- 2-3-9 લકી કલર- લાલ શું કરવું- બાળકોને વસ્ત્રોનું દાન કરો. સ્પષ્ટતાથી કાર્ય કરવું પડશે, પોતાની વાતમાં સ્પષ્ટતા રાખો, સંકોચ કરવા પર કોઈ મુસીબતમાં ફસાઈ શકો છો. બપોરથી આર્થિક આધાર મજબૂત બનશે તેમજ સંપત્તિથી લાભના આસાર બનશે. સાંજે ખુશીઓની પ્રાપ્તિ સંભવ છે. પરંતુ કોઈના પર કરવામાં આવેલો ભરોસો દગો આપનારો હોઈ શકે છે. નજીકના લોકો સાથે વૈચારિક મતભેદ પણ ઊભરી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ અરાજકતાનો માહોલ બની શકે છે. કરિયર- વ્યાપારમાં નિયંત્રણ કડક કરવું પડશે. નોકરીમાં પ્રમોશનની તકો પ્રાપ્ત થશે. લવ- વૈવાહિક સુખની કમી રહેશે. પ્રેમમાં નારાજગી રહેશે. લકી નંબર- 2-4-8 લકી કલર- સફેદ શું કરવું- ગરીબોને યથાશક્તિ અનાજ, વસ્ત્ર, પગરખાંનું દાન કરો. આ સમય શાંતિથી રહેવાનો છે. વિવાદોથી દૂર રહો તેમજ સામાન્ય બનેલા રહો. આવકની કમી થઈ શકે છે. સલાહ લીધા વિના કોઈ કાર્ય ન કરો. બપોરે વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા છે. આવકના મામલાઓમાં કમી આવી શકે છે. વ્યસ્તતા વધુ રહેશે. સાંજે ફરી પરિસ્થિતિઓમાં સુધારો થશે. સમય વિશેષ ફળદાયી રહેશે. આવકમાં સુધારાની સાથે સહયોગ પણ પ્રાપ્ત થશે. કરિયર- નોકરીમાં વ્યસ્તતા રહેશે. વ્યાપારિક લાભમાં વૃદ્ધિ થશે. લવ- પ્રેમ પ્રસ્તાવમાં સંભાળવું અત્યારે તેમજ વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. લકી નંબર- 2-3-7 લકી કલર- વાદળી શું કરવું- ગરીબોને વસ્ત્રોનું દાન કરો. સવારના સમયમાં બગડેલી વાતો સંભાળશે તેમજ આવકના મામલાઓમાં સુધારો આવશે. નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. શાબ્દિક વિવાદ થઈ શકે છે, પરંતુ તે પછી મોટી સફળતા મળવાનો યોગ છે. બપોરનો સમય સારો રહેશે. કાર્ય વિસ્તારની સાથે આવકમાં વૃદ્ધિ થશે. સાંજનો સમય રહેશે તેમજ આવક પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ રહેશે. અટકેલા નાણાં પણ મળી શકે છે. સ્વાસ્થ્ય પણ બહેતર બનેલું રહેશે. કરિયર- વ્યાપારમાં નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે તેમજ નોકરીમાં પ્રમોશન વગેરેની તકો મળશે. હાથ નીચેના કર્મચારીઓને નજરઅંદાજ ન કરો તેમજ અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ- નવા સાથીની શોધ પૂર્ણ થશે. વિવાહ યોગ્ય લોકોને પ્રસ્તાવ મળી શકે છે. લકી નંબર- 2-6-8 લકી કલર- પીળો શું કરવું- નિર્ધનને ચોખા-દાળનું દાન કરો. સવારનો સમય સારું ફળ આપનારો હશે, પરંતુ સાવધાનીથી રહેવાનો સંકેત પણ કરે છે. દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. સલાહ લઈને જ કોઈ કાર્ય કરો. દિવસનો સમય સારો રહેશે. કાર્યમાં સુધારો રહેશે. મન પ્રસન્ન રહેશે. અજ્ઞાત ચિંતા પણ રહી શકે છે. સાંજે પરેશાની આવવાની સંભાવના નથી. લાલચ આપનારી સ્કીમોથી દૂર રહો. વિદ્યાર્થીઓ યોગ્યતા અનુસાર અંકો પ્રાપ્ત કરવામાં સફળ થશે તેમજ મિત્રો વચ્ચે તણાવ ઊભરી શકે છે. કરિયર- વ્યાપારમાં સહજ તેમજ સતર્કતા રાખવી પડશે. નોકરીમાં અનુશાસન ભંગ થઈ શકે છે. લકી નંબર- 2-4-9 લકી કલર- લીલો શું કરવું- કુંવારીકાઓને ગિફ્ટ અર્પણ કરો. આરંભ ચિંતાનું કારણ બની શકે છે. નકામી મૂંઝવણ થઈ શકે છે. આવક ઓછી થશે. કાર્યમાં અવરોધ આવશે. બપોરથી પરેશાનીઓનો અંત આવશે તેમજ આવકના મામલાઓમાં વૃદ્ધિ થશે. મોટું કાર્ય સંપન્ન થઈ શકે છે. કોર્ટ તેમજ વિવાદિત મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. ઘરના લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે તેમજ આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થવાના યોગ છે. ગુપ્ત શત્રુઓ સક્રિય રહેશે. કરિયર- નોકરીમાં વરિષ્ઠો પરેશાની આપી શકે છે. વ્યાપાર માટે ઉત્તમ સમય છે. લવ- પિતા-માતાનો સ્નેહ પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ સુખ પ્રાપ્ત થશે. લકી નંબર- 2-7-4 લકી કલર- કથ્થઈ શું કરવું- બહેનને અથવા બહેન સમાન પરિચિત સ્ત્રીને વસ્ત્ર દાન કરો.
Read Original Article →