06 જૂનનું અંકફળ:અંક 1-5ના જાતકો માટે નોકરીમાં સારો સમય, અંક 6ના લોકોનું પ્રેમમાં દિલ તૂટી શકે

Dharm Darshan6/5/2026, 4:30:00 PM
06 જૂનનું અંકફળ:અંક 1-5ના જાતકો માટે નોકરીમાં સારો સમય, અંક 6ના લોકોનું પ્રેમમાં દિલ તૂટી શકે
અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સંતાન માટે મંગળકારી સમય છે. સુખ પ્રાપ્ત થશે તેમજ કોઈ ઉપલબ્ધિ હાંસલ થશે. આવકમાં વૃદ્ધિ થશે તેમજ સુખની પ્રાપ્તિ થશે. બપોરનો સમય આવકને ઓછી કરશે તેમજ ખર્ચની અધિકતા રહેશે. કાર્યમાં અવરોધ આવશે. વિરોધીઓ પરેશાન કરી શકે છે. સાંજથી તેમાં સુધારો આવવાની સંભાવના છે. જમીન સંબંધી કોઈ કાર્ય કરવા માટે સાંજના સમયની પસંદગી કરો. ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. રોજગાર પ્રાપ્ત થશે તેમજ નોકરીમાં સારો સમય રહેશે. લવ: પ્રેમના મામલાઓમાં વિવાદ થઈ શકે છે. દામ્પત્ય જીવનમાં વિવાદ સમાપ્ત થશે. લકી નંબર: 3-6-7 લકી કલર: સફેદ શું કરવું: ગણેશજીને પૂરી-હલવાનો ભોગ લગાવો. સમય અત્યંત સાવધાનીનો છે. કોઈ પણ ક્ષેત્રમાં સંભાળીને કાર્ય કરો તેમજ સુરક્ષા સાધનોનો પ્રયોગ આવશ્યક રૂપે કરો. વિરોધીઓ વધારે હાવી થવાનો પ્રયાસ કરી રહ્યા છે. યોજનાઓ કોઈને જણાવશો નહીં, તેમજ રાજનીતિ સાથે સંબંધ રાખનારાઓ પૂર્ણતઃ સચેત રહે. આવક ઓછી રહેશે. સંતોષથી કાર્ય કરો તેમજ રોકાણથી બચો. લાલચ આપનારી યોજનાઓથી દૂર રહો. ક્રોધ પર તેમજ સ્વયં પર નિયંત્રણ રાખો. કરિયર: વ્યાપારમાં સંઘર્ષ કરવો પડશે. નોકરીમાં અધિકારી પરેશાન કરી શકે છે. લવ: પ્રેમના મામલાઓથી દૂર રહો તેમજ વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 4-6-9 લકી કલર: કેસરી શું કરવું: મહાકાળીને લીંબુની માળા અર્પણ કરો. આજની સવાર, પાછલા સમયથી આવી રહેલી પરેશાનીઓનો અંત કરશે તેમજ કામકાજમાં તેજી આવવાના અણસાર છે. ધાર્મિક કાર્યક્રમોમાં જવાનો મોકો મળશે. બપોરે યોજનાઓ સફળ થશે તેમજ અટકેલા કાર્યોમાં આવી રહેલા અવરોધો સમાપ્ત થશે. નવા કામ મળવાના અણસાર છે. શુભ સૂચનાઓની પ્રાપ્તિ થશે. સાંજે સમય હજી પણ વધારે સારો રહેશે. આવક પ્રાપ્તિની સાથે સહયોગ પણ મળશે. સુખ પ્રાપ્ત થશે. કરિયર: વ્યવસાયનો વિસ્તાર કરવાની યોજના બનશે તેમજ નોકરીમાં પરેશાની ખતમ થશે. લવ: પ્રેમમાં અપમાન થઈ શકે છે. વિવાહના મામલાઓમાં વિલંબ સમાપ્ત થશે. લકી નંબર: 5-6-8 લકી કલર: લાલ શું કરવું: 10 વાર ગાયત્રી મંત્રનો જાપ કરો. સવારનો સમય અનુકૂળ બનેલો છે. આવક સંબંધી મામલાઓ સારા થશે તથા કાર્યોમાં પણ તેજી રહેશે. આત્મવિશ્વાસ બનેલો રહેશે સાથે જ સફળતા પણ પ્રાપ્ત થશે. બપોરે પરિવારનો સાથ મળશે તેમજ ન્યાયિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. યાત્રા શુભ થશે તેમજ મિત્રો સાથે મુલાકાત થશે. સાંજે માંગલિક ઉત્સવોમાં સામેલ થવાનો મોકો મળશે. આર્થિક સ્થિરતા બનેલી રહેશે. કાર્યમાં તેજી રહેશે. કાર્યો સમય પર થશે. કરિયર: વ્યાપાર ઉત્તમ રહેશે તેમજ નોકરીમાં ખૂબ સારો સમય વ્યતીત થશે. લવ: પ્રેમમાં નકામી ગૂંચવણ થઈ શકે છે. જીવનસાથી તરફથી સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 6-3-9 લકી કલર: બદામી શું કરવું: હનુમાનજીને નાળિયેર સમર્પિત કરો. સવારના સમયમાં યોજનાઓ સફળ થશે તેમજ સરકાર સાથે સંબંધિત કાર્ય કરનારાઓ માટે સારો સમય રહેશે. આવક પણ સ્થિર બનેલી રહેશે તેમજ સમાજમાં સન્માન બનશે. બપોરે કોર્ટના મામલાઓમાં સફળતા પ્રાપ્ત થશે. ગુપ્ત શત્રુઓ સક્રિય રહેશે. આવકમાં કમી થઈ શકે છે. વિરોધીઓ પરેશાન કરી શકે છે. સાંજે મોટો લાભ થવાના અણસાર બનશે. જમીનથી પણ લાભ મળશે. સહયોગ પ્રાપ્ત થશે. વિલંબ સમાપ્ત થશે. કરિયર: વ્યાપારમાં તેજી રહેશે તેમજ નોકરીમાં હાથ નીચેના માણસો અનુકૂળ થવાની સાથે, પ્રમોશનની તકો મળશે. લવ: પ્રેમ અનુરોધમાં વિરોધ થઈ શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 6-4-7 લકી કલર: લીલો શું કરવું: માં કાળીનું પૂજન અર્ચન કરો. આરંભ ધીમો હશે તેમજ કામમાં મન નહીં લાગે. નિરાશ કરનારી સૂચનાઓ પ્રાપ્ત થઈ શકે છે. આવકની કમી રહેશે તેમજ વિવાદ થઈ શકે છે. બપોરથી ફરી સુધારો દેખાશે તેમજ આવકના સાધનોમાં સુધારો થશે. યોજનાઓ સફળ થવા લાગશે તેમજ નવા કાર્યો પ્રાપ્ત થશે. વિચારોમાં અતિ-આત્મવિશ્વાસ હાવી થઈ શકે છે. સાંજે રહસ્યની વાતો ઉજાગર થઈ શકે છે. નજીકના લોકોથી પણ સાવધાન રહો. ખર્ચ પર અંકુશ લાગશે. કરિયર: રોકાણથી બચો તેમજ નવું કાર્ય શરૂ નહીં કરો. નોકરીમાં પણ સંભાળીને રહેવાનો સમય છે. લવ: પ્રેમમાં જાકારો મળી શકે છે. દામ્પત્ય જીવનમાં સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર: 8-9-6 લકી કલર: પીળો શું કરવું: માતા-પિતા તેમજ ઘરના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરો. સવારનો સમય ઉત્તમ શ્રેણીનો રહેશે. કાર્યોમાં સફળતા તેમજ સ્થાયી સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે. આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે તેમજ પ્રભાવશાળી વ્યક્તિત્વ બનશે. સરકારી કાર્યોમાં લાભ તેમજ નવા સંપર્કો બનશે. વિવાદોમાં વિજય તેમજ સફળતા પ્રાપ્ત થશે. બપોરે કાર્યમાં વિલંબ થઈ શકે છે. ક્રોધની અધિકતા હશે. આવક સારી બનેલી રહેશે. સાંજે સમય પરિવારનો સાથ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે. સુખમાં વૃદ્ધિ થશે. કરિયર: સફળ વ્યાપારિક યાત્રાઓ થશે તેમજ નોકરીમાં અધિકારીઓ વાત સાંભળશે. લવ: વૈવાહિક જીવનમાં સરળતા રહેશે. પ્રેમમાં વિવાદ થઈ શકે છે. લકી નંબર: 1-6-9 લકી કલર: મરૂન શું કરવું: બહેનને વસ્ત્ર ભેટ કરો. સવારનો સમય સંભાળીને રહેવાનો છે. શાંતિથી સમય વ્યતીત કરો. વિવાદોથી દૂર રહો તેમજ અતિ-આત્મવિશ્વાસમાં ન રહો. બપોરે સમયની અનુકૂળતા આવકને સુલભ બનાવી રાખશે. સાંજે ફરીથી આવકમાં પણ કમી આવી શકે છે. કોઈના પર વધારે ભરોસો કરવો નુકસાનદાયક હોઈ શકે છે. વિવાદોથી બચો તેમજ કોઈ નવા કાર્યમાં હાથ ન નાખો. રાત્રે એકલા જવાથી બચો. વાહન પ્રયોગમાં સાવધાની રાખો. કરિયર: રોકાણથી બચો તેમજ કોઈને ઉધાર ન આપો. નોકરીમાં પણ સંભાળીને કાર્ય કરો. લવ: પારિવારિક વિવાદ થઈ શકે છે. પ્રેમમાં અનુરોધ નકારાત્મક રહેશે. લકી નંબર: 2-8-6 લકી કલર: વાદળી શું કરવું: પાર્વતી માતાને ખીરનો ભોગ લગાવો. સવારનો સમય રાહત પ્રદાન કરનારો હશે. અટકેલા કાર્યો સમય પર સંપન્ન થશે. નવી જવાબદારી મળવાની સંભાવનાઓ પણ રહેશે. આવકના સાધન ઉત્તમ રહેશે. સંતાનથી સુખ પ્રાપ્ત થશે તેમજ પરિવારમાં માંગલિક કાર્યો સંપન્ન થશે. વિદેશ જનારાઓને લાભ થશે. દિવસના મધ્યકાળમાં સુખની પ્રાપ્તિ થશે. બધી તરફથી સહયોગની પ્રાપ્તિ થશે. નવા સંપર્કો પ્રાપ્ત થશે. દિવસનો અંત શાનદાર રહેશે. કોઈ અટકેલું કાર્ય બનવાની સંભાવના છે. કરિયર: લાભદાયક વ્યાપાર યાત્રા થશે તેમજ નોકરીમાં બદલીનો યોગ બની રહ્યો છે. લવ: વિવાહ યોગ્ય લોકોને વૈવાહિક પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. પ્રેમમાં નિરાશા મળશે. લકી નંબર: 2-4-6 લકી કલર: વાદળી શું કરવું: શિવલિંગને ફૂલ અર્પણ કરો.
Read Original Article →