22 એપ્રિલનું અંકફળ:અંક 1 અને 3ના જાતકોને ચારે બાજુથી સફળતા મળશે, અંક 7ના જાતકોને મિલકતથી લાભ થશે
અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં આવકમાં વૃદ્ધિની સાથે રાજકીય પક્ષ તરફથી લાભ થશે. નેતાઓને પદ મળી શકે છે. બિનજરૂરી ખર્ચ થશે અને તણાવ રહેશે. સુખમાં વધારો થશે અને સંતાનને સિદ્ધિ પ્રાપ્ત થશે. બપોરે ભાઈઓનો સહયોગ મળશે અને આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે. અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે. સંપર્કોથી લાભ મળશે. આવકમાં વૃદ્ધિ થશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. યાત્રાનો યોગ બનેલો છે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં પ્રગતિ પ્રાપ્ત થશે. લવ: પ્રેમી પાત્ર સાથે મધુર વ્યવહાર રહેશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 2-6-9 લકી કલર: સફેદ શું કરવું: દહીં અને મધનું દાન કરો. સવારના સમયે વગર કારણે પરેશાન રહેશો. અજ્ઞાત ચિંતાઓ રહી શકે છે. લાભની લાલચ આપીને ફસાવવામાં આવી શકે છે, તેથી સતર્ક રહેવું. બપોરે આવક સારી જળવાઈ રહેશે. કાર્યો સમયસર થશે અને સહયોગની પ્રાપ્તિ પણ થશે. સાંજે સહયોગની અપેક્ષા વ્યર્થ જશે. ખર્ચ વધશે અને વિરોધીઓ હાવી થવાનો પ્રયાસ કરશે. કાર્યમાં વિલંબ થશે. રાત્રે 8 વાગ્યા પછી કાર્યમાં વૃદ્ધિની સાથે આવકની પ્રાપ્તિ પણ થશે. યોજનાઓ સફળ થશે અને સહયોગ મળશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં સહયોગ પ્રાપ્ત થશે. લવ: પ્રેમ પ્રસ્તાવમાં સફળતા મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 1-4-6 લકી કલર: લાલ શું કરવું: ખીરનું દાન કરો. બધી બાજુથી સહયોગ પ્રાપ્ત થશે. આવક પણ સારી રહેશે. ધાર્મિક કાર્યોમાં સામેલ થવાની તક મળશે. પરિવારનો સાથ મળશે અને ખુશીના સમાચાર પ્રાપ્ત થશે. બપોરે વિરોધીઓ તરફથી કષ્ટ થઈ શકે છે. મન ઉદાસ રહેશે. આવકની અછતનો સામનો કરવો પડી શકે છે. ખર્ચની અધિકતા રહેશે. સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. કાર્યમાં સફળતા અને આવકમાં વૃદ્ધિ થશે. મન પ્રસન્ન રહેશે. પરિવારજનોની નિકટતા રહેશે. કરિયર: વેપારના લક્ષ્યો પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રગતિની સાથે બદલીના યોગ બનશે. લવ: વૈવાહિક જીવનમાં સન્માન જળવાઈ રહેશે. પ્રણય સંબંધોમાં વિઘ્ન આવી શકે છે. લકી નંબર: 2-6-9 લકી કલર: લીલો શું કરવું: પૂરી અને સેવનું દાન કરો. સવારે આવક ઓછી રહેશે. મનમાં નિરાશાનો ભાવ રહેશે. નકામા કાર્યોમાં સમયનો બગાડ થશે. બપોર પછી તેમાં સુધારો થશે, પરંતુ ખર્ચ ચાલુ રહેશે. ક્રોધને કારણે નુકસાન પણ થઈ શકે છે. ગંભીર વિષયો પર વિચારીને બોલવું. ઘરની બહાર રહેવું પડી શકે છે. સંતાનની ચિંતા વધશે. યાત્રામાં કષ્ટ થઈ શકે છે. દેવા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. સાંજનો સમય પ્રસન્નતા અપાવનારો રહેશે. આવક વધશે અને કાર્યમાં સહયોગ મળશે. કરિયર: કારોબારમાં અત્યંત પ્રયત્નો કરવા પડશે. નોકરીમાં અધિકારીઓ સહયોગ આપશે. લવ: પ્રેમની બાબતોથી અંતર રાખવું. જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. લકી નંબર: 3-6-8 લકી કલર: મરૂન શું કરવું: મધ અને ગોળનું દાન કરો. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. ભાગ્યનો સાથ મળશે. મન નિરાશ રહેશે છતાં પરિવારનો સાથ જળવાઈ રહેશે. દિવસ ઉત્સાહ વગરનો પસાર થશે. બપોરે કાર્યની અધિકતા રહેશે અને આવકમાં પણ સુધારો થશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. સહયોગ પણ પ્રાપ્ત થશે. નવા સંસાધનો મળશે. સાંજે અનુકૂળતા રહેશે. ભ્રમણ અને મનોરંજનમાં સમય પસાર થશે. રાહત મળશે. પ્રભાવમાં વૃદ્ધિ થશે અને લક્ષ્ય પ્રાપ્ત થશે. કરિયર: કારોબારમાં સાચા નિર્ણયો લેવાશે. નોકરીમાં વ્યસ્તતા વધુ રહેશે. લવ: પ્રેમ વ્યક્ત કરવા માટે આ યોગ્ય સમય નથી. જીવનસાથી સાથે તણાવ થઈ શકે છે. લકી નંબર: 4-6-8 લકી કલર: વાદળી શું કરવું: લીલા શાકભાજીનું દાન કરો. સવારના સમયે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આવક પણ ઉત્તમ રહેશે. યોજનાઓ સફળ થશે. સહયોગ પ્રાપ્ત થશે. બપોરે પ્રતિષ્ઠિત લોકોને મળવાની તક મળશે. આવકમાં સુધારો આવશે. સહયોગ મળશે. સાંજે કાર્યમાં વિલંબ થવાથી પરેશાની થશે અને વાહનથી પણ કષ્ટ થઈ શકે છે. કોઈને ઉધાર નાણાં ન આપવા અને આવશ્યક કાર્યોને ટાળવા. રાત્રિનો સમય ફરીથી અનુકૂળ થઈ જશે. લાભ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં સફળતાઓ મળશે. નોકરીમાં અધિકારીઓ સહયોગ આપશે. લવ: પ્રેમી પાત્ર તરફથી સહયોગ મળશે. વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 3-4-6 લકી કલર: જાંબલી શું કરવું: જૂના બૂટ-ચપ્પલનું દાન કરો. સવારે મન પ્રસન્ન રહેશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. કાર્યશૈલીમાં સુધારો થશે. સંતાન તરફથી સુખ મળશે અને સ્થાવર મિલકતથી લાભના યોગ બનશે. બપોરે આવકમાં વૃદ્ધિ થશે અને અવરોધો દૂર થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. વિવાદાસ્પદ બાબતોમાં પક્ષ મજબૂત બનશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. સાંજથી કાર્યોમાં અડચણ આવશે અને આવક ઓછી થશે. બિનજરૂરી ખર્ચ થશે. સંતાન સાથે વિવાદ થઈ શકે છે. કરિયર: વેપારમાં કામ ઓછું અને લાભ વધુ થશે. નોકરીમાં યાત્રાનો યોગ બનશે. લવ: પ્રણય સંબંધોમાં મર્યાદા રહેશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 6-8-9 લકી કલર: વાદળી શું કરવું: કાળા તલ અને ઘઉંનું દાન કરો. સવારનો સમય પરાક્રમમાં વૃદ્ધિ કરશે અને ભાગ્યનો સાથ મળશે. યોજનાઓ સફળ થશે અને કાર્યની અધિકતા રહી શકે છે. નવા સંપર્કો બનશે અને મહેમાનોનું આગમન થશે. ધાર્મિક યાત્રા પર જવાનું મન બની શકે છે. બપોરે પરિવાર સાથે રહેવાનો સમય મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને સુખપૂર્વક સમય પસાર થશે. નવા વાહન વગેરે ખરીદવાનું મન થશે. સાંજનો સમય ચિંતાભર્યો રહી શકે છે. કરિયર: વેપારમાં બીજાની નકલ ન કરવી. નોકરીમાં હાથ નીચેના કર્મચારીઓ પરેશાન કરી શકે છે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમમાં નિષ્ફળતા મળી શકે છે. લકી નંબર: 1-6-7 લકી કલર: પીળો શું કરવું: જૂના વસ્ત્રોનું દાન કરો. આજે સવારે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. કાર્યમાં અવરોધ આવશે અને માથાનો દુખાવો થઈ શકે છે. કામ પર જવાની ઈચ્છા નહીં થાય. બપોરથી કામમાં તેજી આવશે. લક્ષ્ય પ્રાપ્ત થશે અને આવકમાં સુધારો થશે. સહયોગ મળશે અને જૂના નુકસાનની ભરપાઈ કરવાનો માર્ગ મળશે. સાંજે કાર્યની અધિકતા રહેશે અને પરિવાર માટે સમય નહીં મળે. સમય તમામ પ્રકારે અનુકૂળ થઈ જશે. ધનલાભ થશે. કરિયર: વેપારમાં સુધારો થશે. નોકરીમાં સ્થિતિ સુધરશે. લવ: પ્રેમમાં વિરહનો યોગ છે. જીવનસાથી તરફથી સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 4-6-8 લકી કલર: ગુલાબી શું કરવું: મંદિરમાં ફળોનું દાન કરો.
Read Original Article →