01 એપ્રિલનું અંકફળ:અંક 8ના જાતકોને ભાગ્યનો સાથ મળશે, અંક 5ના જાતકોએ આજે પ્રેમ પ્રસ્તાવ મૂકવાનું ટાળવું
અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. આવક પણ સારી રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. બપોરે કાર્યોમાં નિરંતરતા રહેશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી, વિવાદની સ્થિતિ બની શકે છે. સાંજે આરામ મળશે. ધન લાભની સાથે સહયોગ પ્રાપ્ત થશે. રાત્રે ઊંઘ ન આવવી અને ત્વચાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. કરિયર: વેપારમાં કર્મચારીઓ પરેશાન કરશે. નોકરીમાં અધિકારીઓ સહયોગ આપશે. લવ: જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. પ્રેમમાં મુંઝવણ થઈ શકે છે. લકી નંબર: 3-7-9 લકી કલર: પીળો શું કરવું: ભૈરવજીને ફળ ધરાવો. સવારના સમયે કામની અધિકતાને કારણે ચિંતા રહેશે, પરંતુ તમારા પ્રયત્નોથી બધું સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સફળ રહેશો. બપોરે થાક વધુ લાગશે, પરંતુ સ્વભાવમાં સૌમ્યતા જળવાઈ રહેશે. આવક સારી રહેશે અને કાર્યો સમયસર થતા રહેશે. સાંજે બીજાની બેદરકારીને કારણે ક્રોધ આવી શકે છે. અન્ય તમામ બાબતોમાં અનુકૂળતા મળતી રહેશે. કરિયર: વેપારીઓના ગ્રાહકો સંતુષ્ટ રહેશે. નોકરીમાં અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. લવ: દાંપત્ય જીવનમાં સંતોષ રહેશે. સંતાન તરફથી સુખ મળશે. લકી નંબર: 1-3-8 લકી કલર: સફેદ શું કરવું: દુર્ગાજીને પ્રણામ કરો. પોતાના પ્રયત્નોથી સફળતા મેળવવામાં સફળ રહેશો. બીજા પર ભરોસો રાખવો નિરાશા આપી શકે છે. ક્ષમતા કરતા વધુ કાર્ય કરવામાં સફળ રહેશો. આવક સારી રહેશે. કોઈની સાથે મજાક કરવાથી વિવાદ ઉભો થઈ શકે છે. સાંજનો સમય આવક વધારનારો રહેશે. સહયોગ પ્રાપ્ત થશે. ગરદનમાં દુખાવો થઈ શકે છે. કરિયર: કારોબારમાં બીજા પર વિશ્વાસ ન રાખવો. નોકરીમાં લક્ષ્ય સિદ્ધ થશે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમમાં નિરાશા મળી શકે છે. લકી નંબર: 3-6-9 લકી કલર: મરૂન શું કરવું: માતા-પિતાના ચરણ સ્પર્શ કરો. સવારે નિરાશાનો ભાવ રહેશે. કાર્યમાં મન લાગશે નહીં. આળસની અધિકતા રહેશે. અજ્ઞાત ભય અને ચિંતા જળવાઈ રહેશે. બપોરે કાર્યમાં મન લાગશે. ધનની આવક સારી થશે. પરિચિતો સાથે મુલાકાત થશે. દેવા સંબંધિત બાબતોનો નિકાલ થશે. હેતુ પાર પાડવામાં સફળતા મળશે. સાંજનો સમય સારો રહેશે. ચારે બાજુથી સફળતા મળશે. કરિયર: વેપારીઓને સફળતા પ્રાપ્ત થશે. નોકરી બદલવાનું મન થશે. લવ: પ્રેમમાં જટિલ સ્થિતિ બની શકે છે. અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવ મળશે. લકી નંબર: 3-7-9 લકી કલર: કેસરી શું કરવું: ગાયને લીલું ઘાસ ખવડાવો. સવારના સમયે સંતાન સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ધનની આવક સામાન્ય રહેશે. ક્રોધની અધિકતા રહેશે. બપોરે કાર્યમાં તેજી આવશે અને મન શાંત રહેશે. ઉત્સાહ જળવાઈ રહેશે. સાંજે ભ્રમણ અને મનોરંજનમાં સમય પસાર થશે. આસપાસના લોકો સાથે મુલાકાત થશે. મન પ્રસન્ન રહેશે. કરિયર: વેપારમાં સુધારો થશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે. લવ: જો આજે પ્રેમ પ્રસ્તાવ મૂકવાની ઈચ્છા હોય તો તેને ટાળવો. વૈવાહિક જીવનમાં પણ મતભેદ થઈ શકે છે. લકી નંબર: 3-5-9 લકી કલર: કથ્થઈ શું કરવું: શિવજીને આંકડાના ફૂલ અર્પણ કરો. સવારનો સમય આનંદમય રહેશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. મુશ્કેલીઓનો અંત આવશે. ટૂંકી મુસાફરી પર જવાનો યોગ છે. બપોરે આવક સારી રહેશે. કાર્યો વધુ સારી રીતે થશે અને સફળતા મળશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. અટકેલા નાણાં મળી શકે છે. આર્થિક પાયો મજબૂત થશે. પગમાં ઈજા થઈ શકે છે. કરિયર: વેપાર અને નોકરીમાં સારી સ્થિતિમાં રહેશો. આવકની બાબતમાં સુધારો થશે. લવ: પ્રેમમાં અનુકૂળતા રહેશે. વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. લકી નંબર: 1-3-5 લકી કલર: લાલ શું કરવું: ગણેશજીને મીઠાઈનો ભોગ લગાવો. સવારના સમયે અપમાન થઈ શકે છે. પરિવારમાં વિવાદની સ્થિતિ રહેશે. કાર્યસ્થળ પર પણ તણાવ જળવાઈ રહેશે. આવકની અછત વર્તાઈ શકે છે. બપોરે સમયમાં થોડો સુધારો થશે. યોજનાઓ સફળતાની નજીક પહોંચશે. સહયોગ પ્રાપ્ત થશે. સાંજે કાર્યોમાં સાતત્ય આવશે. ધન લાભ થશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે. નોકરીયાત વર્ગને પરેશાની આવી શકે છે. લવ: પ્રેમમાં સાથીનો વ્યવહાર યોગ્ય નહીં રહે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 2-3-7 લકી કલર: ગુલાબી શું કરવું: હનુમાનજીને કેરી ધરાવો. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. ધન લાભ થશે. સવારનો સમય પ્રસન્નતાપૂર્વક પસાર થશે. નવા મિત્રો બનશે. બપોરનો સમય પણ અનુકૂળ રહેશે. કોઈ પણ પ્રકારની પરેશાની આવવાની શક્યતા નથી. દાંતમાં દુખાવો થઈ શકે છે. સાંજે આવકમાં વૃદ્ધિ થશે અને વાહન સુખ મળશે. સંતાન અનુકૂળ રહેશે. કરિયર: વેપારમાં લાભ વધશે. નોકરીમાં અનિચ્છનીય કાર્યો કરવા પડી શકે છે. લવ: પ્રેમી સાથી તમારાથી નારાજ થઈ શકે છે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 3-7-9 લકી કલર: વાદળી શું કરવું: ગણેશજી પાસે ઘીનો દીવો પ્રગટાવો. સવારના સમયે સારા લોકો સાથે મુલાકાત થશે. પ્રસન્નતા મળશે. વાહન બગડવાની શક્યતા છે. આવક સારી રહેશે. મિત્રો સાથે મુલાકાત થશે. બપોરે આળસની અધિકતા રહી શકે છે. અજાણ્યા લોકોથી સાવધ રહેવું. આવકમાં ઘટાડો થઈ શકે છે. સાંજે ફરવા જવાની તક મળશે. સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં મંદીનું વાતાવરણ રહેશે. નોકરીમાં જુનિયરોથી પરેશાની થઈ શકે છે. લવ: પ્રેમી સાથી પ્રત્યે આકર્ષણ રહેશે. જીવનસાથી સાથેનો વિવાદ શાંત થશે. લકી નંબર: 3-5-8 લકી કલર: બ્લૂ શું કરવું: પાર્વતીજીને લાલ ફૂલ અર્પણ કરો.
Read Original Article →