મંગળ-ચંદ્રની યુતિથી રચાયો 'મહાલક્ષ્મી રાજયોગ':મેષ સહિત ચાર રાશિઓ પર ધનવર્ષાના યોગ, જાણો તમારી રાશિ લકી ડ્રોમાં છે કે નહીં

Dharm Darshan5/14/2026, 12:30:00 AM
મંગળ-ચંદ્રની યુતિથી રચાયો 'મહાલક્ષ્મી રાજયોગ':મેષ સહિત ચાર રાશિઓ પર ધનવર્ષાના યોગ, જાણો તમારી રાશિ લકી ડ્રોમાં છે કે નહીં
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને યુતિથી બનતા રાજયોગોનું વિશેષ મહત્વ છે. આજે એટલે કે 14 મે 2026ના રોજ અવકાશમાં એક અત્યંત શુભ ઘટી છે. જ્યારે સાહસનો કારક મંગળ અને મનનો કારક ચંદ્ર બંને એકસાથે મેષ રાશિમાં બિરાજમાન થયા, ત્યારે 'મહાલક્ષ્મી રાજયોગ'નું નિર્માણ થયું છે. આ રાજયોગ આગામી બે દિવસ એટલે કે 16 મે સુધી અસ્તિત્વમાં રહેશે. જ્યોતિષીઓના મતે, આ દિવસોમાં કેટલીક ભાગ્યશાળી રાશિઓના જાતકો પર મા લક્ષ્મીની અસીમ કૃપા વરસશે અને તેમને આર્થિક લાભ સાથે સફળતાના નવા શિખરો સર કરવાની તક મળશે. ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ: મહાલક્ષ્મી રાજયોગ તમારી જ રાશિમાં બની રહ્યો છે, જે તમારા માટે સુવર્ણ સમય સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા નાણાં અચાનક પરત મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાની પ્રબળ શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ તેજ બનશે. નવા વ્યવસાયિક સંબંધો બનશે જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આ સમય નવી ઓળખ અને પ્રતિષ્ઠા લઈને આવશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે. જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમને મોટો ઓર્ડર અથવા નફો મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સિંહ રાશિના જાતકો માટે આ રાજયોગ નસીબના દ્વાર ખોલનારો સાબિત થશે. તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું મીઠું ફળ હવે મળવાનું શરૂ થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. જો કોઈ પૈતૃક સંપત્તિનો વિવાદ ચાલતો હોય, તો તેમાં તમારા પક્ષે નિર્ણય આવી શકે છે. નવી અને સારી નોકરીની શોધમાં હોવ તો આ સમય દરમિયાન સારી ઓફર મળી શકે છે. તુલા રાશિના જાતકોના જીવનમાં આ રાજયોગ આર્થિક સંતુલન અને પ્રગતિ લાવશે. જો તમે જૂના દેવા અથવા લોનથી પરેશાન હોવ, તો તેમાંથી મુક્તિ મળવાનો માર્ગ મોકળો થશે. અગાઉ કરેલા રોકાણમાંથી હવે સારું વળતર મળવાની આશા છે. વ્યવસાયિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો અને આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. લક્ષ્મીની આરાધનાનો મંત્ર મહાલક્ષ્મી રાજયોગ દરમિયાન મા લક્ષ્મીની આરાધના કરવી અને 'ૐ શ્રીં હ્રીં ક્લીં મહાલક્ષ્મયૈ નમઃ' મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
Read Original Article →