કર્ક રાશિમાં ગુરુ બળવાન બનશે:વૃષભ, કર્ક અને વૃશ્ચિક સહિતની છ રાશિને મજા જ મજા; ગ્રહની ‘અતિચારી’ ગતિ કેટલીક રાશિને ધંધે પણ લગાડશે
આજથી દેવતાઓનો ગુરુ એટલે ગુરુ ગ્રહે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કર્યું છે. કર્ક રાશિમાં, ગુરુ તેની ઉત્કર્ષ પ્રાપ્ત કરે છે, જે સ્થિતિ તે 31 ઓક્ટોબર, 2026 સુધી જાળવી રાખશે. સામાન્ય રીતે, ગુરુ લગભગ 13 મહિના સુધી એક રાશિમાં રહે છે અને પછી બીજી રાશિમાં જાય છે. જોકે, આ સમયે, ગુરુ અતિચારી સ્થિતિમાં છે; પરિણામે, તેની ગતિ ઝડપી થઈ છે, જેના કારણે તે સામાન્ય કરતાં ઓછા સમયમાં તેનું રાશિચક્ર સંક્રમણ પૂર્ણ કરે છે. ગુરુની ‘અતિચારી’ ગતિ શું છે? વૈદિક જ્યોતિષમાં, અતિચારી શબ્દ સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઝડપી ગતિએ ગતિ દર્શાવે છે. જ્યારે કોઈ ગ્રહ તેના પ્રમાણભૂત વેગથી વિચલિત થઈને સામાન્ય કરતાં ત્રણ ગણી વધુ ગતિએ ગતિ કરે છે, ત્યારે તેને અતિચારી સ્થિતિમાં હોવાનું વર્ણવવામાં આવે છે. 6 રાશિઓને હાશકારો થશે અંગ્રેજી તારીખ અનુસાર, જે જાતકોનો જન્મ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી, 15 માર્ચથી એપ્રિલ અને 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન હોય તેમને કર્કના ગુરુના ભ્રમણ દરમિયાન અનેક લાભ મળશે. જે જાતકોની કુંડળીમાં સૂર્ય વૃષભ, કર્ક,વૃશ્ચિક,કન્યા, મકર અને મીન રાશિમાં હોય તેમને આ ગુરુ તન-મન અને ધનથી પ્રગતિ ઉન્નતી અને સમૃદ્ધિ આપશે તે બાબત ચોક્કસ છે. અલબત્ત આ રાશિના ચંદ્ર ધરાવતા જાતકોને પણ આ ગુરુ રાહત ચાહતની રાહ બતાવશે. દેશ-દુનિયા પર શું અસર થશે? અતિચારી ભ્રમણ દેશ-દુનિયા પર કેટલીક ખરાબ અસર પણ પાડી શકે છે. જેમ કે, આગામી સમયમાં મોંઘવારી વધશે, ઊર્જાની અછત (પેટ્રોલ-ડીઝલ, ગેસ વગેરે) સર્જાશે. 27 જૂન 2027 સુધી યુદ્ધના ભણકારા શાંત થશે નહીં. સોના-ચાંદી અને તાંબાના ભાવમાં જોરદાર ઉછાળો આવશે. શેરબજાર ઉપર-નીચે થતું રહેશે, જોકે, અંતે ઉપરની તરફ જ રહેવાના સંકેત જણાય છે. રાશિ પ્રમાણે ફળ કર્કના ગુરુનું ભ્રમણ ચોથા સુખ સ્થાનમાં હશે. પરાશર મૂનીએ આ ભ્રમણને મધ્યમ કહ્યું છે. મકાન,વાહન કે જમીનના પ્રશ્નો જો અટવાયેલા હશે તો તેમાં રાહતનો એક શ્વાસ અને સારા સમાચારની આશા રાખી શકાય. જો તમને હૃદય રોગ કે બીપીનો પ્રશ્ન સતાવતો હશે તો આ ગુરુ તમારા તંદુરસ્તીના પ્રશ્નોને લઈને એક મોટો માર્ગદર્શક બનશે. તમારા કર્મ તમને પૂરેપૂરું વળતર આપશે.આ ગુરુ તમને ધર્મ અને આધ્યાત્મવાદ તરફ આકર્ષશે. ગુરુનું આ ભ્રમણ તમારા માટે સુખનો સાગર બનશે. ગુરુનું ભ્રમણ ત્રીજે થતાં તેની દ્રષ્ટિ ભાગ્ય સ્થાને પડશે આથી વિદેશ યાત્રા ઉપરાંત લાંબી અને ધાર્મિક યાત્રાઓ આ ગુરુ તમને કરાવશે. ભાઈ ભાંડુઓ થકી લાભ અને પાડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો આ ગુરુનો સંકેત છે. કુંવારા જાતકો માટે લગ્નનો મોટો પૈગામ આ ગુરુ આપે છે, માટે તૈયાર રહેજો. ભાગીદારીયુક્ત સાહસોમાં આ ગુરુ તમને લાભ આપશે. દાંપત્ય જીવનના સ્થાન પર ગુરુની દ્રષ્ટિ પતિપત્નીના સંબંધોમાં સુલેહનું વાતાવરણ સર્જશે. ભાગ્યની નવી દિશા અને તક માટે તૈયાર રહેજો કારણ કે આ ગુરુ એટલે તમારું નસીબ પરિવર્તન. ગુરુનું કર્ક રાશિમાં ભ્રમણ એટલે તમારું આર્થિક પીઠબળ. ગુરુના ભ્રમણ બાદ આ રાશિના જાતકોના બીજા ધન સ્થાનમાં થશે. આ ભ્રમણ આ જાતકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે. કુટુંબમાં બાળકનો જન્મ થાય અને તે દ્વારા કુંટુંબનું કદ વધે. અગાઉ કોઈને ઉધાર આપેલા નાણાં પરત આવે. તમારા સંબંધો મીઠા મધ જેવા બનાવે. આ ગુરુ પરિવારમાં સંપ અને એકતાનો એહસાસ કરાવે. નાણાકીય દ્રષ્ટિએ આ ગુરુ તમને અજીબોગરીબ લાભ આપશે તેમાં કોઈ શક નથી. આ ગુરુની સાતમી દ્રષ્ટિ તમારા આયુષ્ય સ્થાન પર આવશે પરિણામે આવનારા એક વર્ષમાં તમને રોગમાં ઘટાડો અને આયુષ્ય બળ વધારશે. આપની રાશિમાં જ ગુરુનું ભ્રમણ હોઈ આપને મનની શાંતિ અને તનની તંદુરસ્તી આપશે. ઉપરાંત આપ અત્યાર સુધી બારમાં ગુરુના ભ્રમણમાં હતા તેમાંથી પણ મુક્તિ મળશે. આ ટુંકા ગાળાની રાહત કહી શકાય. ગુરુનું આ ભ્રમણ તમારા લગ્ન સ્થાને થતાં વિવાહ પ્રસ્તાવો અને લગ્નના સંજોગો પણ ઊભા થશે. ઉપરાંત જો આપ પ્રેમ લગ્ન કરવાની ખેવના ધરાવતા હોવ તો ગુરુ તમને મદદ કરશે. ગુરુના આ ભ્રમણનો સમયગાળો તમારા સંતાનો માટે અતિ પ્રગતિશીલ અને આનંદ આપનારો હશે તેમાં કોઈ શંકા નથી. ભૂતકાળમાં કરેલા રોકાણો અહી ફળશે અને નવી તક દ્વારા ભાગ્યના દરવાજા ખુલશે. ગુરુનું આ ભ્રમણ તમને બારમા ગુરુના બંધનમાં મુકશે. કયારેક નાહકની દોડા-દોડી અને વ્યર્થ ખર્ચા આ ગુરુનો અનિવાર્ય સંદેશ અને સંકેત છે આથી આવક પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ફાવશો. અલબત્ત ગુરુ બારમે ભ્રમણ કરશે ત્યારે તમારા ચોથા સુખ સ્થાન પર દ્રષ્ટિ કરશે આથી નવા વાહન કે મકાનના શુભ યોગ ઊભા થશે. હૃદય રોગની જો કોઈ જૂની બીમારી હશે તો તેમાં રાહત આપશે. ગુરુની છઠા સ્થાન પર દ્રષ્ટિ તમને ક્યારેક અપયશ અપાવે અગર કોઈ અપમાનભરી સ્થિતિનું નિર્માણ કરે. નોકરીના સ્થળે ખાસ ધ્યાન રાખવું કારણ કે ક્યારેક કામનું ભારણ કે બોજ તમને માનસિક મુશ્કેલીમાં મૂકી શકે. મિશ્ર ફળ આપનારો ગુરુ પોતાના આ ભ્રમણ દરમિયાન તમને સુખ કરતાં દુખનો અહેસાસ વધારે કરાવશે. આ રાશિના જાતકો માટે રાહતના શ્વાસ અને એહસાસની અનુભૂતિ છે કારણ કે તમારી રાશિથી આ ગુરુ લાભ સ્થાને ભ્રમણ કરશે. સ્ત્રીમિત્રોથી લાભ અને અણધાર્યા આવકના સ્ત્રોત તમને આશ્ચર્ય પમાડે તો નવાઈ નહીં. શેરબજારના જૂના રોકાણો અહી તમને વળતર આપશે. જો પ્રેમ પ્રણયના ચક્કરમાં હશો તો તેમાં નક્કરતા આવશે અને સંબંધો પરિણામલક્ષી બનશે. સંતાન પ્રાપ્તિ માટે ગુરુનું આ ભ્રમણ શ્રેષ્ઠ કહી શકાય. નવી તક, વિદેશ યાત્રાના પ્રયત્નોમાં સફળતા સાથે નવી દિશા સાથે તમારી દશા સુધરશે અને પ્રગતિના આસમાનમાં ઉડશો તે વાત નક્કી છે. તમારી રાશિથી દસમે ગુરુ તમારા ધંધા વ્યવસાય કે નોકરીમાં મનગમતો બદલાવ આપશે. તમારા કર્મની ગતિ સવળી થશે અને મનની મતિને સજ્જનતાનો અહેસાસ થશે.આ ગુરુ તમને કોઈ ઉચ્ચ પદવી કે રાજકીય હોદ્દો આપે તો નવાઈ નહીં. અલબત્ત ગુરુ દસમે જાતકને વધારે મહેનત કરાવે તેવું અમારું સંશોધન છે આથી ગુરુના આ ભ્રમણ દરમિયાન તમારે વધુ મહેનત કરવાની છે તેવું વિચારીને થાક્યા વિના પરિશ્રમ કરશો તો તેનું ફળ પણ શ્રેષ્ઠ હશે. પિતાની તંદુરસ્તી અને તેમના તમારા પર આશીર્વાદ એ આ ગુરુનો હકારાત્મક અર્ક છે. તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ નવમ પંચમ ગણાય કારણ કે આ ગુરુ તમારી રાશિથી તમારા ભાગ્ય સ્થાનમાં આવતાં તમારા માટે તમારી પ્રગતિનો નવ સંદેશ અને તકના નવા દ્વાર ખોલશે. આ ગુરુ તમારા માટે વિદેશની મુસાફરી માટેની તક ઊભી કરશે. કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન આ ગુરુ દરમિયાન પાર પડશે. સંતતિની પ્રગતિના શુભ સમાચાર અને સારી તંદુરસ્તીનો અણસાર ગુરુનો સાર છે. ભાગ્યના નવા દરવાજા એટલે આ ગુરુનું ભ્રમણ. આ ગુરુ તમારી રાશિથી આઠમે ભ્રમણ કરશે.અહી આ ગુરુ તમારી સતત કસોટી કરશે, કારણ કે મહામુની મન્ત્રેશ્વર, પરાશર અને નારદે ગુરુના આઠમા ભ્રમણને અતિ કષ્ટદાયી અને પીડાજનક કહ્યું છે. નાનો સરખો અકસ્માત, હરસ મસાની પીડા અગર ગુપ્ત રોગોનો એહસાસ અને અનુભવ આ ગુરુનો અશુભ સંકેત છે. કૌટુંબિક વાદવિવાદ, પતિ પત્ની વચ્ચે અણબનાવ આ ગુરુ દરમિયાન સામાન્ય ઘટના હશે. મનની અશાંતિ અને અજંપો આ ગુરુની નકારાત્મક દેણ હશે. આ ગુરુ તમને દરેક ફિલ્ડમાં માંદા કરશે. આથી ગુરુના આ પ્રતિકૂળ પ્રતિભાવને દૂર કરવા દર ગુરુવારે તમારે આહારમાં ચણાની દાળનું સેવન કરવું ઉપરાંત વહેલી સવારે કપાળ પર હળદરનો ચાંદલો કરવો. ગુરુનું આ ભ્રમણ તમારી રાશિથી સાતમે થશે આથી દામ્પત્યજીવનમાં એક અદ્દભુત સંપ અને કુનેહ ઉપરાંત સંવાદિતા સર્જાશે. જો ધંધા કે વ્યવસાયમાં તમે ભાગીદારીયુક્ત સાહસ ચલાવતા હોવ તો સમયમાં તમને નફો મળવાની તક મળશે. તમારું જાહેરજીવન પ્રતિષ્ઠા અને સન્માન મેળવશે. ભાગ્યોદયની નવીન તક અને ભાગ્યદેવીની મેહરબાની તમને તન-મન અને ધનથી પ્રસન્ન કરશે. છઠ્ઠા ગુરુના બંધનમાંથી મુક્ત થતાં જુના દેવા અને રોગમાંથી મુક્ત થવા આ ગુરુ તમને મદદ કરશે. ગુરુનું આ ભ્રમણ એટલે તન, મન અને ધનની પ્રસન્નતા. તમારી રાશિથી છઠ્ઠે ગુરુનું ભ્રમણ ચિંતામાં વધારો કરશે. કયારેક કાયદાકીય ગૂંચ ઊભી કરે અને કોર્ટ-કચેરીના દોડા કરાવે. જો આપને કોઈ અસાધ્ય રોગ હોય તો ગુરુના આ ભ્રમણ દરમિયાન ચેતજો કારણ કે રોગની નકારાત્મક શક્તિઓ ઊથલો મારી શકે છે. ગુરુના આ ભ્રમણ દરમિયાન આપનો કોઈ છુપો શત્રુ આપને મહાત કરી શકે છે. મોસાળ પક્ષથી નુકસાન અને દેવામાં ડુબાડનારો આ ગુરુ તમને અશુભ સંકેત આપે છે. આ ભ્રમણની નકારાત્મક અસરોથી બચવા દર ગુરુવારે પીળા કપડા ધારણ કરવા અને ખિસ્સામાં હળદરનો ગાંઠિયો અવશ્ય રાખવો. તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરનારો આ ગુરુ વિધ્યાપ્રાપ્તિમાં મદદ કરશે. પ્રણય જેવી બાબતોમાં સફળતા અને નવી આવકના સ્ત્રોત ઊભા કરશે. આ ગુરુ દરમિયાન કરેલા રોકાણો ભવિષ્યમાં તમને જબરદસ્ત વળતર આપશે. સંતાનોની પ્રગતિનો સંકેત આ ગુરુ આપે છે તેમજ વિદેશયાત્રા માટે વાંછુક જાતકો માટે આ ગુરુ અતિ ફળદાયી નિવડવાનો તે નિ:શંક બાબત છે. આ ગુરુ તમારા માટે તન-મન-ધનથી આશીર્વાદ સમાન બનશે. ગુરુનું નડતર દૂર કરવા નીચેના ઉપાયો કરો (માહિતી સૌજન્યઃ ડો.પંકજ નાગર, drpanckaj@gmail.com)
Read Original Article →