આ સપ્તાહ કેવું રહેશે?:કર્ક રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થશે, કન્યા રાશિના લોકો માટે વ્યવસાયમાં ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે

Dharm Darshan4/26/2026, 12:30:00 AM
આ સપ્તાહ કેવું રહેશે?:કર્ક રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થશે, કન્યા રાશિના લોકો માટે વ્યવસાયમાં ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે
26 એપ્રિલ 2026 રવિવારથી 02 મે 2026 શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ… પોઝિટિવ: સપ્તાહની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ રહેશે, પરંતુ યોગ્ય સમયે લીધેલા નિર્ણયો તમને મુશ્કેલીઓમાંથી બચાવશે. અનુભવી વ્યક્તિની સલાહથી માનસિક તણાવમાં રાહત મળશે. કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. નેગેટિવ: નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે પોતાની જાતને વ્યસ્ત રાખો. ક્યારેક એવું લાગશે કે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે, પરંતુ ધીરજથી કામ લેવું. વ્યવસાય: કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથેની સમસ્યાઓ સમજદારીથી ઉકેલાઈ જશે. સરકારી નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની મદદ મળશે. લવ: પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય: મહિલાઓને હોર્મોનલ સમસ્યા થઈ શકે છે. બદલાતા હવામાનથી સાવધ રહેવું. લકી કલર: કેસરી લકી નંબર: 4 પોઝિટિવ: મનપસંદ કામ થવાથી રાહત મળશે. યુવાનોને રોજગારની નવી તકો મળશે. ફાયનાન્સ સંબંધિત કામોમાં સારા પરિણામ મળશે. નેગેટિવ: વિવાદોને શાંતિથી ઉકેલવા. અચાનક ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે. બીજાની જવાબદારી લેવાથી તણાવ વધશે. વ્યવસાય: વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવના છે. ઓર્ડર સમયસર પૂરા કરવા. ઓફિસમાં અધિકારીઓ સાથે વાત કરતી વખતે સહજ રહેવું. લવ: પતિ-પત્ની વચ્ચે પ્રેમભર્યું વાતાવરણ રહેશે. નકામા સંબંધોમાં સમય બગાડવો નહીં. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર: ક્રીમ લકી નંબર: 2 પોઝિટિવ: કોઈ એવી સિદ્ધિ પ્રાપ્ત થશે જે આર્થિક રીતે ફાયદાકારક રહેશે. સંતાનના કરિયર વિશે શુભ સમાચાર મળતા ઘરમાં ખુશી રહેશે. નેગેટિવ: વિરોધીઓનો સામનો કરવા માટે પૂરી શક્તિ લગાવવી પડશે. વધુ પડતા ખર્ચને કારણે આર્થિક ખેંચતાણ રહી શકે છે. વ્યવસાય: મીડિયા અને કોમ્પ્યુટર સાથે જોડાયેલા લોકો માટે અણધાર્યો લાભ મળશે. સરકારી નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. લવ: પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધો મધુર બનશે. પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો. સ્વાસ્થ્ય: ખોટી આદતો અને ખોટી સંગતથી દૂર રહેવું. લકી કલર: જાંબલી લકી નંબર: 6 પોઝિટિવ: ધન પ્રાપ્તિના યોગ છે, માત્ર તકો ઓળખવાની જરૂર છે. વિપરીત સંજોગોમાં પણ તમે ઉકેલ શોધી શકશો. નેગેટિવ: સ્વભાવમાં પરિવર્તન લાવો અને આપેલું વચન પૂરું કરો, નહીંતર છબી ખરાબ થઈ શકે છે. યુવાનોને જવાબદારી નિભાવવામાં મુશ્કેલી પડશે. વ્યવસાય: કાર્યસ્થળ પર તમારી હાજરી અનિવાર્ય છે. રોકાણ સંબંધિત જટિલતાઓ આવી શકે છે. લવ: જીવનસાથી સાથે ગેરસમજને કારણે સામાન્ય બોલાચાલી થઈ શકે છે. ભેટ આપીને સંબંધો મધુર બનાવો. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 9 પોઝિટિવ: વડીલોના માર્ગદર્શનથી માનસિક શાંતિ મળશે. પ્રોપર્ટી ખરીદ-વેચાણના કામ પૂરા થઈ શકે છે. મોટાભાગના કામ આયોજન મુજબ થશે. નેગેટિવ: ભાવુકતામાં કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે. જોખમી કાર્યોમાં પૈસા ન રોકવા. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. વ્યવસાય: અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. નવી ડીલ ફાઈનલ થઈ શકે છે, પરંતુ તમારી યોજનાઓ ગુપ્ત રાખો. લવ: દાંપત્ય જીવનમાં માન-સન્માન વધશે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમી શકે છે. સ્વાસ્થ્ય: વ્યવસ્થિત દિનચર્યાથી તમે ઊર્જાવાન રહેશો. લકી કલર: પીળો લકી નંબર: 1 પોઝિટિવ: ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે, તેનો પૂરો લાભ લો. વિદ્યાર્થીઓ કોઈ સિદ્ધિ મેળવી શકે છે. પારિવારિક અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જળવાશે. નેગેટિવ: જાહેર સ્થળોએ વિવાદ ટાળવા અને ગુસ્સા પર કાબૂ રાખવો. નજીકના સંબંધીના વિખવાદથી થોડો તણાવ રહી શકે છે. વ્યવસાય: વેપારમાં સમય પ્રમાણે ફેરફાર કરવાની જરૂર છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના કામમાં ઉતાવળ કરવી નહીં. લવ: ઘરનું વાતાવરણ સુખદ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય: ખોટા ખાનપાનથી છાતીમાં ભારેપણું અનુભવાય શકે છે. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવાથી સંપર્ક વધશે. ફાયનાન્સના બાબતોમાં સમય ફાયદાકારક છે. લક્ષ્ય તરફ એકાગ્ર રહો. નેગેટિવ: પ્રોપર્ટીના કામોમાં સાવધાની રાખવી અથવા હાલ પૂરતું મોકૂફ રાખવું. બીજાની બાબતમાં દખલગીરી ન કરવી. વ્યવસાય: વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ આવશે પણ ઉકેલ મળી જશે. ઓફિસમાં કોઈ ખાસ પ્રોજેક્ટ મળી શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે સુખદ સંબંધો રહેશે. જૂના મિત્રને મળીને આનંદ થશે. સ્વાસ્થ્ય: ગેસ અને અપચાની સમસ્યાથી બચવા ખાણીપીણી પર નિયંત્રણ રાખવું. લકી કલર: સફેદ લકી નંબર: 3 પોઝિટિવ: આ સપ્તાહે કોઈ ઈચ્છા પૂરી થશે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટેના પ્રયત્નો સફળ થશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. નેગેટિવ: કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ જવાની ભીતિ છે. નવા નિર્ણયો લેવા માટે યોગ્ય સમય નથી. ટ્રાફિક નિયમોનું પાલન કરવું. વ્યવસાય: પબ્લિક રિલેશન દ્વારા નવા સ્રોત મળશે. પ્રોપર્ટીના કામમાં વિશેષ લાભ થશે. લવ: પતિ-પત્ની વચ્ચે મધુરતા રહેશે. લવ પાર્ટનરનું માન જાળવવું. સ્વાસ્થ્ય: વાહન સાવધાનીપૂર્વક ચલાવવું, અકસ્માત કે ઈજા થવાની શક્યતા છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 7 પોઝિટિવ: સપ્તાહની શરૂઆત શુભ સમાચારથી થશે. તમારા કામ ગુપ્ત રીતે કરવાથી વધુ સફળતા મળશે. વડીલોના આશીર્વાદ તમારી સાથે છે. નેગેટિવ: દેખાદેખીમાં વધુ પડતો ખર્ચ કે લોન લેવાથી બચવું. આપેલું વચન પૂરું કરો. શોપિંગને કારણે તમારા અંગત કામો અધૂરા રહી શકે છે. વ્યવસાય: આંતરિક વ્યવસ્થામાં સુધારો આવશે. પ્રોપર્ટી અને વાહન સંબંધિત વ્યવસાયમાં સારો નફો થશે. લવ: દાંપત્ય જીવન સુખદ રહેશે. સંતાનની સફળતાથી મન પ્રસન્ન થશે. સ્વાસ્થ્ય: સાંધાના દુખાવા અને ગેસની સમસ્યા થઈ શકે છે. તળેલું ખાવાનું ટાળો. લકી કલર: પીળો લકી નંબર: 8 પોઝિટિવ: આ સપ્તાહ મહેનતની કસોટી કરવાનું છે, પરંતુ તમે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. પારિવારિક કામોમાં તમારો સહયોગ વ્યવસ્થા જાળવી રાખશે. નેગેટિવ: જૂની નકારાત્મક વાતોને મન પર હાવી ન થવા દો. આ સમયે લેણદેણના વ્યવહારો ટાળવા, નુકસાન થઈ શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં ફેરફારના નિર્ણયો સકારાત્મક રહેશે. આવકમાં વધારો થશે. નોકરીમાં બદલીના યોગ બની રહ્યા છે. લવ: વૈવાહિક જીવન સુખદ રહેશે, પરંતુ જવાબદારીઓ વધશે. સ્વાસ્થ્ય: દાંતની કોઈ સમસ્યા હોય તો તુરંત સારવાર લેવી. મોસમી બીમારીથી સાવધ રહેવું. લકી કલર: વાદળી લકી નંબર: 1 પોઝિટિવ: પારિવારિક સમસ્યાઓ ઉકેલાતા માનસિક રાહત મળશે. મહિલાઓને વિશેષ સફળતા મળી શકે છે, તેથી પૂરી મહેનત કરો. નેગેટિવ: વિવાદિત મામલાઓમાં દખલ ન આપવી. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં બેદરકાર ન રહેવું. વ્યવસાય: ટેક્સ અને સરકારી કાગળો વ્યવસ્થિત રાખવા, કોઈ ઈન્કવાયરી આવી શકે છે. અજાણ્યા લોકો સાથે વ્યવહાર કરતા પહેલા તપાસ કરવી. લવ: બહારની વ્યક્તિની દખલથી ઘરમાં ગેરસમજ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય: ઈન્ફેક્શન થવાની શક્યતા છે, ખાસ કરીને મહિલાઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લકી કલર: ગ્રે લકી નંબર: 4 પોઝિટિવ: મનપસંદ કાર્યો કરવાથી ઉર્જા મળશે. ઉધાર આપેલા નાણાં પાછા મળવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. પરિવાર સાથે આનંદદાયક સમય વિતશે. નેગેટિવ: વધારાનો કાર્યભાર ન લેવો. કોઈ વસ્તુ ચોરી થવાની કે ખોવાઈ જવાની શક્યતા છે, તેથી સાવધ રહેવું. વ્યવસાય: વ્યવસાયમાં ઘણી મહેનત કરવી પડશે, જેના પરિણામો સકારાત્મક મળશે. ઓફિસમાં સહકર્મીઓની મદદ લેવી ફાયદાકારક રહેશે. લવ: ઘરમાં ખુશનુમા માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં મર્યાદાનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય: એલર્જીને કારણે ગળું ખરાબ થવું કે શરદી-ઉધરસની સમસ્યા થઈ શકે છે. લકી કલર: નારંગી લકી નંબર: 6
Read Original Article →