સોમવારનું રાશિફળ:સિંહ-તુલા રાશિના જાતકોના કરિયરમાં ફેરફારના સંકેત, મીન રાશિના લોકોએ ખર્ચા પર અંકુશ રાખવો
ગુજરાતી પંચાંગ અનુસાર, 13 એપ્રિલ 2026, સોમવારના રોજ ચૈત્ર વદ અગિયારશ છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ સવારે 07:58થી 09:32 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે, ફક્ત તેના સંબંધિત યોગ્ય માહિતી મેળવી લો. અનુભવી વ્યક્તિનો સાથ મળશે અને તમે આત્મવિશ્વાસ અનુભવશો. નેગેટિવ: આળસને કારણે કામ ટાળશો નહીં. બીજાની વાતોમાં આવીને નુકસાન કરી શકો છો, તેથી પોતાના પર ભરોસો રાખો. વ્યવસાય: વ્યવસાયિક યોજનાઓમાં પરિવારનો સહયોગ મળશે. ફાઇનાન્સ સંબંધિત કામમાં સાવધાની રાખવી. લવ: પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. મિત્રો સાથે મેળાપ વધશે. સ્વાસ્થ્ય: નાની બીમારીને પણ અવગણશો નહીં, સાવધાની જરૂરી છે. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: અનુભવી લોકોના સંપર્કથી વિચારધારા સકારાત્મક બનશે. વિદ્યાર્થીઓની અભ્યાસ સંબંધી સમસ્યાઓ દૂર થશે. નેગેટિવ: મિલકતના વિવાદમાં સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું. ખર્ચ પર કાબૂ રાખવો અને કાગળો સાચવવા. વ્યવસાય: બહારના સ્ત્રોતોથી ચાલી રહેલી વાતચીતનું સારું પરિણામ મળશે. સહકર્મીઓની સલાહ ફાયદાકારક રહેશે. લવ: ઘરમાં શાંતિ રહેશે. પ્રેમ સંબંધોમાં પરિવારની મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્ય: ઘરના સભ્યના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: મહેનત અને વિશ્વાસથી મુશ્કેલીઓ હલ થશે. સરકારી કામકાજમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. નેગેટિવ: મિત્રો સાથે સમય વેડફવાને બદલે મહેનત પર ધ્યાન આપો. બજેટ કરતા વધારે ખર્ચ થવાની શક્યતા છે. વ્યવસાય: વ્યવસાય પર વધુ ફોકસ કરવાની જરૂર છે. વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી સાવધ રહેવું. લવ: પતિ-પત્ની વચ્ચે દલીલો થઈ શકે છે. પાર્ટનરને પરિવાર સાથે મેળવવાનો યોગ્ય સમય છે. સ્વાસ્થ્ય: જૂની બીમારી ફરી ઉભરી શકે છે. હવામાનથી સાવધ રહેવું. લકી કલર: પીળો લકી નંબર: 3 પોઝિટિવ: દિવસની શરૂઆત સારી થશે. વિષમ પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી શકશો. સ્પોર્ટ્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. નેગેટિવ: આળસ છોડો અને યોજનાઓ અમલમાં મૂકો. વધુ પડતા ટેન્શનને કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે. વ્યવસાય: માર્કેટિંગ અને સંપર્ક વધારવા માટે આ યોગ્ય સમય છે. ભાગીદારીમાં પારદર્શિતા રાખવી. લવ: નકામા પ્રેમ સંબંધોમાં સમય ન બગાડો. જૂના મિત્ર સાથે વાતચીતથી મન પ્રસન્ન થશે. સ્વાસ્થ્ય: સુસ્તી અને થાક અનુભવાશે. લકી કલર: કેસરી લકી નંબર: 1 પોઝિટિવ: નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. મહિલાઓ કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશે. સંતાનના વિદેશ જવાના કામમાં પ્રગતિ થશે. નેગેટિવ: નાની ભૂલ પણ શરમિંદગી કરાવી શકે છે. માનસિક શાંતિ માટે આધ્યાત્મિકતાનો આશરો લો. વ્યવસાય: શેરબજારમાં સાવધાની રાખવી. મીડિયા અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના કામમાં નવી તક મળશે. લવ: પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય: પેટની સમસ્યા અને મહિલાઓને હોર્મોનલ સમસ્યા થઈ શકે છે. લકી કલર: ક્રીમ લકી નંબર: 8 પોઝિટિવ: દિનચર્યામાં સકારાત્મક ફેરફાર આવશે. જૂના મનદુઃખ દૂર થશે. મહિલાઓ માટે આજનો દિવસ વિશેષ અનુકૂળ છે. નેગેટિવ: મિલકતના કાગળો તપાસીને જ સહી કરવી. ખર્ચમાં વધુ પડતી કંજૂસી પરિવાર માટે તકલીફ ઊભી કરી શકે છે. વ્યવસાય: વ્યવસાયિક વાતાવરણ શાંત રહેશે. કોઈ રાજનેતા સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થઈ શકે છે. લવ: ઘરમાં સામાન્ય મનદુઃખ થઈ શકે છે, તેને ઉકેલવામાં તમારો ફાળો જરૂરી છે. સ્વાસ્થ્ય: મેડિટેશન અને ધ્યાન કરવાથી ઊંઘની સમસ્યા દૂર થશે. લકી કલર: બદામી લકી નંબર: 4 પોઝિટિવ: અંતરાત્માના અવાજ પર વિશ્વાસ કરો. યુવાનોને ભવિષ્યની યોજનાઓમાં સફળતા મળશે. અટકેલા નાણાકીય કામ પૂરા થશે. નેગેટિવ: વધતી આવકની સાથે બિનજરૂરી ખર્ચ પણ વધશે. કોઈ અંગત વ્યક્તિ વિશે અપ્રિય સમાચાર મળી શકે છે. વ્યવસાય: પ્રોપર્ટીના ધંધામાં સારી ડીલ થઈ શકે છે. નોકરીમાં મહત્વનું પદ મળવાની સંભાવના છે. લવ: પારિવારિક જીવન મધુર રહેશે. ભાઈ-બહેનો સાથે સમય વિતાવો. સ્વાસ્થ્ય: અનિયમિત ખાણીપીણીથી માથાનો દુખાવો કે પેટ ખરાબ થઈ શકે છે. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: ગ્રહોની સ્થિતિ સાનુકૂળ છે. ઘરમાં ખુશીઓ આવશે અને ઘરના નવીનીકરણ વિશે ચર્ચા થશે. નેગેટિવ: ગુસ્સા અને વાણી પર સંયમ રાખવો. યુવાનોની બેદરકારીને કારણે કોઈ તક હાથમાંથી જઈ શકે છે. વ્યવસાય: કારકિર્દીમાં કરેલા પ્રયત્નો સફળ થશે. સરકારી કર્મચારીઓએ વાદ-વિવાદથી દૂર રહેવું. લવ: પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. યુવાનોએ પ્રેમ કરતા કરિયર પર ધ્યાન આપવું. સ્વાસ્થ્ય: નસોમાં ખેંચાણ કે દુખાવો થઈ શકે છે, યોગ કરવા. લકી કલર: સફેદ લકી નંબર: 1 પોઝિટિવ: દિવસ વ્યસ્ત રહેશે પણ જવાબદારીઓ સરસ રીતે નિભાવશો. મિલકતની ખરીદ-વેચાણની અડચણો દૂર થશે. નેગેટિવ: ઉતાવળમાં નિર્ણય ન લો. કોઈના પર ખોટા આક્ષેપ લાગવાની શક્યતા છે, તેથી મહત્વના કામો સ્થગિત રાખવા. વ્યવસાય: નવી સિદ્ધિઓ રાહ જોઈ રહી છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામના વખાણ કરશે. લવ: પરિવાર સાથે સારો સમય વિતશે. જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય: જૂની બીમારીમાં રાહત મળશે. પ્રાકૃતિક ઉપચાર પર ભરોસો રાખો. લકી કલર: વાદળી લકી નંબર: 2 પોઝિટિવ: આત્મનિરીક્ષણ કરવાથી મૂંઝવણો ઉકેલાશે. ઘરના ફેરફાર માટે ગ્રહદશા અનુકૂળ છે. નેગેટિવ: નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. બિનજરૂરી મુસાફરી ટાળવી. વ્યવસાય: અટકેલા કામ પૂરા થશે પણ ટેક્સ સંબંધી બાબતોમાં પારદર્શિતા રાખવી. વિરોધીઓથી સાવધ રહેવું. લવ: પતિ-પત્ની વચ્ચે ટકરાવ થઈ શકે છે. પ્રેમ સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે, વાતાવરણથી બચવું. લકી કલર: વાદળી લકી નંબર: 4 પોઝિટિવ: પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. કામ સરળતાથી પૂરા થવાથી મન શાંત રહેશે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. નેગેટિવ: લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. ધીરજ અને સંયમ જાળવો. વ્યવસાય: સ્ટાફની સલાહ લેવી ફાયદાકારક રહેશે. ભાગીદારીના ધંધામાં નફો થશે. નોકરીમાં બદલીના સમાચાર મળી શકે છે. લવ: બહારની વ્યક્તિની દખલગીરીથી ઘરમાં વિવાદ થઈ શકે છે, સમજદારીથી કામ લેવું. સ્વાસ્થ્ય: ગેસ અને અપચાને કારણે સાંધાનો દુખાવો વધી શકે છે. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: શોપિંગ અને સામાજિક સંપર્કોમાં વ્યસ્ત રહેશો. તમારો ખુશમિજાજ સ્વભાવ ઘરનું વાતાવરણ સારું રાખશે. નેગેટિવ: હજુ વધુ મહેનતની જરૂર છે. આવક કરતા ખર્ચ વધુ રહેશે, તેથી બિનજરૂરી ખર્ચ ટાળવો. વ્યવસાય: તમારી સમજદારીથી કામ પૂરા થશે. હરીફોથી સાવધ રહેવું અને તમારી કાર્યપદ્ધતિ ગુપ્ત રાખવી. લવ: જીવનસાથી સાથે તાલમેલ જાળવવો. પ્રેમ સંબંધોમાં મર્યાદાનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય: માથાનો દુખાવો કે માઈગ્રેન થઈ શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું. લકી કલર: ગુલાબી લકી નંબર: 6
Read Original Article →