શનિવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને લાભદાયક પરિણામો મળશે, કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ અતિશય દોડધામવાળો રહેશે
ગુજરાતી પંચાંગ અનુસાર, 06 જૂન 2026, શનિવારના રોજ અધિક જેઠ વદ છઠ્ઠ છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ સવારે 09:17થી 10:58 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: તમારી લગન અને મહેનત તમને ફાયદો આપશે તથા પરિવારમાં પણ માન-સન્માન વધશે. જમીન અથવા વાહનની ખરીદ-વેચાણ સંબંધી કોઈ યોજના બની રહી છે તો તરત જ તેના પર અમલ કરો, સફળતા નિશ્ચિત છે. પારિવારિક બાબતોમાં સહયોગ કરવો પરિવારના લોકોનું મનોબળ અને આત્મવિશ્વાસ બનાવી રાખશે. નેગેટિવ: ધ્યાન રાખો કે ઘરની કોઈ મહત્વપૂર્ણ વાત સાર્વજનિક થઈ શકે છે. આની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા પર પડશે. વાહનની જાળવણી સંબંધી કાર્યોમાં અત્યંત ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થીઓ વ્યર્થ વાતોના કારણે પોતાના લક્ષ્યથી ભટકી શકે છે. વ્યવસાય: કારોબારમાં કેટલીક નવી તકો મળશે. ફેશન ડિઝાઇનિંગ સાથે સંબંધિત કાર્યોમાં સારો નફો થવાની આશા છે. પાર્ટનરશીપ સંબંધી કાર્યોમાં જૂની વાતોને મહત્વ ન આપીને વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો. ઓફિસમાં તમારા પ્રયાસોથી અનુકૂળ વાતાવરણ બનેલું રહેશે. લવ: પારિવારિક વ્યવસ્થા સારી રહેશે. પતિ-પત્ની પરસ્પર સામંજસ્ય અને સૂઝબૂઝ દ્વારા ઘરની કોઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં સમર્થ રહેશે. સ્વાસ્થ્ય: ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન દાખવો. આ સમયે તેમને ઇલાજ અને ભાવનાત્મક સહયોગ બંનેની જ જરૂર છે. લકી કલર: પીળો લકી નંબર: 2 પોઝિટિવ: લોકો આજે પોતાના કોઈ વિશેષ કાર્યમાં મનગમતી સફળતા હાસલ કરવામાં સક્ષમ રહેશે, આનાથી તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે તથા નવી ઉપલબ્ધિઓને પ્રાપ્ત કરવાનો રસ્તો પણ બનશે. કોઈ કાર્યના સિલસિલામાં યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. નેગેટિવ: કોઈ પ્રોપર્ટી વગેરેના ખરીદ-વેચાણ સમયે તેના બધા પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી લો. કોઈ પણ કામ ખુશ મનથી કરો, કારણ કે તમારી એકાગ્રતામાં કમીના કારણે કોઈ કામ બનતા-બનતા બગડી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે વધારે મેળ-મિલાપ ન રાખો. વ્યવસાય: વ્યાવસાયિક દૃષ્ટિએ સમય સામાન્ય જ છે. હમણાં કોઈ નવા કામની શરૂઆત કરતા પહેલાં વિચાર-વિમર્શ કરો અથવા આજે સ્થગિત જ રાખો. આ સમય માર્કેટિંગ તથા પોતાના સંપર્કોને વધારવા માટે ખૂબ જ ઉત્તમ છે. ઓફિસમાં કોઈ સહયોગીની પ્રવૃત્તિ તમારા માટે પરેશાનીનું કારણ બનશે. લવ: પતિ-પત્ની પરસ્પર સામંજસ્યથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ શોધી લેશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા આવશે. સ્વાસ્થ્ય: થાક અને સુસ્તી હાવી રહેશે. શાંતિ મેળવવા માટે અને સ્વસ્થ રહેવા માટે તણાવ જેવી સ્થિતિથી બચવું જરૂરી છે. લકી કલર: લાલ લકી નંબર: 5 પોઝિટિવ: પોતાના કાર્યોને સૂઝબૂઝ અને ધૈર્ય પૂર્ણ રીતે અંજામ આપો. ચોક્કસપણે તમને લાભદાયક પરિણામો પ્રાપ્ત થશે. કોઈની સાથે કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો છે, તો પરસ્પર સામંજસ્ય દ્વારા નિકાલ કરવાનો આ યોગ્ય સમય છે. ઘરમાં સંબંધીઓના આગમનથી ખુશનુમા માહોલ રહેશે. નેગેટિવ: દિનચર્યા વ્યવસ્થિત રાખવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો. કોઈ ગેરકાનૂની કામમાં ન ગૂંચવાઓ, તો યોગ્ય રહેશે. વિદ્યાર્થી લોકો મનોરંજનની સાથે-સાથે પોતાના ભણતર પ્રત્યે પણ ધ્યાન આપે. કોઈને પણ પૈસા ઉધાર આપવાથી બચવું. પોતાના નકામા ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. વ્યવસાય: આ સમયે વ્યવસાયમાં જેટલી મહેનત કરશો, તેને અનુરૂપ યોગ્ય પરિણામો પણ હાસલ થશે. આળસ બિલકુલ ન કરો. કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર પણ મળવાની સંભાવના છે. સરકારી સેવારત લોકોને કોઈ મહત્વપૂર્ણ ઓથોરિટી મળવાથી ખુશી મળશે. લવ: પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં ખુશનુમા દિવસ પસાર થશે. તમારી ભાવનાઓની કદર થશે. યુવાનોના પ્રેમ સંબંધો સ્વસ્થ રહેશે. સ્વાસ્થ્ય: થાક હાવી ન થવા દો. કારણ કે આની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. બાકી સ્વાસ્થ્ય ઉત્તમ બનેલું રહેશે. લકી કલર: કેસરી લકી નંબર: 5 પોઝિટિવ: દિવસ સુખદ પસાર થશે. ફક્ત સમય બગાડો નહીં અને ક્રિએટિવિટી (સર્જનાત્મકતા) પર ફોકસ રાખો. તમારા રાજકીય અને સામાજિક સંપર્કોથી તમને યોગ્ય સપોર્ટ મળશે. જો ઘરમાં કોઈ સુધારણા સંબંધી યોજના બની રહી છે, તો વાસ્તુ સંબંધી નિયમોનું પાલન કરવું પણ ઉત્તમ રહેશે. નેગેટિવ: મોટા વડીલોના માર્ગદર્શન અને સલાહની અવહેલના ન કરો. ક્યારેક-ક્યારેક વાતચીત દરમિયાન તમારા મોઢામાંથી એવી વાત નીકળી શકે છે, જે સંબંધો માટે નુકસાનદાયક રહેશે. પોતાના ગુસ્સા અને આવેગ પર પણ કંટ્રોલ રાખવો જરૂરી છે. વ્યવસાય: કારોબારી વ્યવસ્થા યોગ્ય બનેલી રહેશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના વ્યવસાયને વધુ સારો બનાવવાની કોશિશ કરો. નોકરી નોકરીયાત વ્યક્તિઓને પણ કોઈ ઉપલબ્ધિ મળવાના યોગ બનેલા છે. બોસ તથા ઉચ્ચ અધિકારીઓનો પણ સહયોગ બનેલો રહેશે. લવ: ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધી પ્લાનિંગ થશે. પ્રેમ સંબંધોને મર્યાદિત રાખવા જરૂરી છે. સ્વાસ્થ્ય: દિનચર્યાને વ્યવસ્થિત રાખો. ખોટા ખાનપાનના કારણે પેટ ખરાબ રહી શકે છે. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: જો કોઈ ગવર્નમેન્ટથી સંબંધિત કાર્ય ચાલી રહ્યું છે અથવા કોઈ મામલો અટકેલો છે તો આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી સંપન્ન થઈ શકે છે. મહિલાઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે. બાળકના આગમન સંબંધી શુભ સૂચનાથી પરિવારમાં ખુશીભર્યું વાતાવરણ રહેશે. નેગેટિવ: પોતાના સ્વભાવમાં પરિપક્વતા લાવો. ક્યારેક-ક્યારેક તમારું નાની-નાની વાતો પર ચીડાઈ જવું ઘરના વાતાવરણને દૂષિત કરશે. અનાવશ્યક વધતા ખર્ચાઓની અસર તમારી શાંતિ અને ઊંઘ પર પણ પડશે. નિરાશા અને ડિપ્રેશનને પોતાના પર હાવી ન થવા દો. વ્યવસાય: વ્યવસાયમાં ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થશે. આ સમયે પરિસ્થિતિઓ અને ભાગ્ય તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે. ફક્ત તમારે ધ્યાન રાખવાનું છે કે આજે વધારે રોકાણ ન કરો. બોસ અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-બાજીમાં ન પડો. લવ: વ્યસ્તતાના કારણે ઘર-પરિવાર પર વધુ સમય નહીં આપી શકો. પ્રેમ પ્રસંગોમાં પણ સમય અને પૈસા બરબાદ જ થશે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ સમયે શરીરમાં સાંધાના દુખાવા પરેશાન કરશે. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 6 પોઝિટિવ: ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ કામયાબ રહેશે. જેના કારણે તમામ પારિવારિક સભ્યો પોતાના વ્યક્તિગત કાર્યો પર ધ્યાન આપી શકશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સંશોધનમાં યોગ્ય પરિણામો હાસલ થશે તથા જીવન ખૂબ જ સહજ અને સરળ પ્રતીત થશે. નેગેટિવ: આર્થિક સ્થિતિમાં થોડી ઉથલપાથલ રહેવાથી પરેશાન રહેશો. કોઈ બહારની વ્યક્તિની દખલગીરીના કારણે ઘર-પરિવારના માહોલમાં પણ નકારાત્મક ઊર્જા અનુભવાઈ શકે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ વધારે રસ વધવાના કારણે કેટલાક વ્યક્તિગત કાર્યો અધૂરા પણ રહી શકે છે. વ્યવસાય: આજે વ્યવસાયમાં ખૂબ વધારે વ્યસ્તતા રહેશે. પરંતુ તમારી મહેનતના પરિણામો પણ ખૂબ જ ઉત્તમ પ્રાપ્ત થશે. દિવસના બીજા ભાગમાં વ્યાપાર સંબંધી કોઈ મુશ્કેલી આવી શકે છે, પરંતુ તમે તમારી સૂઝબૂઝ દ્વારા તેને ઉકેલવામાં સક્ષમ રહેશો. નોકરી માટે પ્રયત્નશીલ લોકોને આજે કોઈ ખુશખબરી મળશે. લવ: પારિવારિક માહોલ વ્યવસ્થિત રહેશે. પરંતુ લગ્નેતર સંબંધોના દુષ્પ્રભાવ ઘરની સુખ-શાંતિ દૂષિત કરી શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સંબંધી ચાલી રહેલી સમસ્યામાંથી રાહત મળશે તથા તમે તમારા અંદર સકારાત્મક ઊર્જા અનુભવશો. લકી કલર: સફેદ લકી નંબર: 1 પોઝિટિવ: પબ્લિક પ્લેસ પર કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તમારે શાલીનતાનો પરિચય આપવો પડશે, આનાથી સમસ્યાઓ જલ્દી ઉકલી જશે અને તમે પોતાના વ્યક્તિગત કાર્યો પર પણ ફોકસ થઈ શકશો. દરેક વાતને ઊંડાઈથી સમજવી તમારો વિશેષ ગુણ રહેશે અને આનાથી કેટલીક ખાસ જાણકારીઓ પણ મળશે. નેગેટિવ: વાસ્તવિક સ્થિતિનો સામનો કરો, કારણ કે ઘણી વાર તમે કાલ્પનિક યોજનાઓ બનાવી લો છો, જેના કારણે તમારા બનતા કામ બગડી પણ જાય છે. પારિવારિક બાબતોમાં વધારે હસ્તક્ષેપ ન કરો. પોતાના આત્મબળને મજબૂત બનાવી રાખો. વ્યવસાય: કારોબારમાં કર્મચારીઓની બેદરકારીથી કંઈક નુકસાન થઈ શકે છે, તેથી કાર્યસ્થળ પર તમારી ઉપસ્થિતિ રાખવી અનિવાર્ય છે. પિતા સમાન વ્યક્તિનો સહયોગ અને સલાહ તમારા માટે લાભદાયક રહેશે. વિદેશી કંપનીઓમાં નોકરી માટે પ્રયત્નશીલ લોકોને કોઈ શુભ સૂચના મળી શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધો રહેશે. વરિષ્ઠ લોકોનો પણ સાનિધ્ય બનેલો રહેશે. પ્રેમ સંબંધો અપયશ કે બદનામીનું કારણ બની શકે છે, તેથી સાવધાન રહો. સ્વાસ્થ્ય: પોતાની આદતો અને દિનચર્યાને એકદમ સુવ્યવસ્થિત રાખો. બેદરકારી કરવી સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. લકી કલર: કેસરી લકી નંબર: 3 પોઝિટિવ: પોતાની કોઈ યોજનાના સુચારૂ રૂપથી અમલ થવાથી તમે કોન્ફિડન્સ અનુભવશો. પોતાની ઊર્જા અને શક્તિ વધારવા માટે સારા સાહિત્ય અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ લો. આનાથી તમારા વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક બદલાવ આવશે. ખાસ લોકોની સાથે સંપર્ક સ્થાપિત થશે. નેગેટિવ: પારિવારિક અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાના નિર્ણયોને સર્વોપરી રાખવાની સાથે-સાથે બીજાના વિચારો પર પણ ધ્યાન આપો. ઘરમાં સંબંધીઓના આગમનથી કેટલાક ખાસ કાર્યો અટકી પણ શકે છે. વિદ્યાર્થીઓ ભણતરમાં અવરોધ આવવાના કારણે તણાવ અને ચિંતિત રહેશે. વ્યવસાય: કાર્યસ્થળ પર સ્ટાફ તથા કર્મચારીઓના સહયોગથી યોગ્ય વ્યવસ્થા બનેલી રહેશે. પરંતુ કાર્ય પ્રણાલીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે ગ્રહ સ્થિતિ પક્ષમાં નથી. ગુસ્સાના કારણે ઘણી વાર કામ બગડી શકે છે. લેણદેણના મામલામાં પાકા બિલનો જ પ્રયોગ કરો. લવ: પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત રહેશે. જીવનસાથી સાથે વિચાર-વિમર્શ કરીને તમને કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળશે. સ્વાસ્થ્ય: ઘરના કોઈ સભ્યના બગડતા સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરો. તેમનો યોગ્ય ઇલાજ અને દેખભાળ જરૂરી છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 1 પોઝિટિવ: દિવસની શરૂઆત કોઈ ખુશખબરીથી થશે જેનાથી પૂરો દિવસ ખુશનુમા પસાર થશે. પોતાની ખાસ પ્રવૃત્તિઓને બીજાની સાથે શેર કરવી જરૂરી નથી. ગુપ્ત રીતે કરવા પર આશાતીત સફળતા મળશે. ક્યાંકથી કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. મોટા-વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા પર બનેલા રહેશે. નેગેટિવ: કેટલાક નજીકના લોકો પીઠ પાછળ તમારા પ્રત્યે અફવાઓ ફેલાવી શકે છે. પરંતુ પોતાના ગુસ્સા પર કાબૂ રાખો અને શાંતિ જાળવી રાખો. ધીમે-ધીમે પરિસ્થિતિઓ આપોઆપ જ વ્યવસ્થિત થઈ જશે. બાળકો સાથે દોસ્તાના (મિત્રતાપૂર્ણ) વ્યવહાર રાખો. વાત-વાતમાં ટોકવા કે ધમકાવવા યોગ્ય નથી. વ્યવસાય: વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી. સહયોગીઓ તથા કર્મચારીઓ પર ભરોસો ન કરીને તમામ પ્રવૃત્તિઓ પર પેની નજર રાખો તથા નિર્ણયો પણ પોતે જ લો. આ સમયે માર્કેટિંગ સંબંધી કાર્યોને સ્થગિત જ રાખો. નોકરીમાં ટાર્ગેટ હાસલ થવાની પૂરી સંભાવના છે. લવ: દામ્પત્ય સંબંધો સુખદ અને મધુરતા પૂર્ણ રહેશે. બાળકની કોઈ ઉપલબ્ધિથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય: ગેસ અને સાંધાના દુખાવા સંબંધી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તળેલી વસ્તુઓનું સેવન કરવાથી બચો. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: જવાબદારીઓ વધવા પર હાર માનવાના બદલે તેમને પૂરી કરવાની કોશિશ કરો, આનાથી તમારું મનોબળ પણ બનેલું રહેશે. પ્રોપર્ટી સંબંધી કોઈ સમસ્યાનો તમે પોતાની યોગ્યતા અને પ્રતિભા દ્વારા ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. પોતાનો વિકાસ કરવા માટે સ્વભાવમાં થોડો સ્વાર્થીપણો પણ લાવવો જરૂરી છે. નેગેટિવ: પોતાનો આત્મવિશ્વાસ બનાવી રાખો. બીજાની જવાબદારીઓ પોતાના પર લઈ લેવાથી તમારા વ્યક્તિગત કાર્યો વચ્ચે જ અટકી શકે છે. સાથે જ કોઈ મિત્ર કે સંબંધીનું તમારી સાથે કરેલા કોઈ વાયદાથી ફરી જવું (મુકરવું) તમારા માટે દુખદ રહેશે. વ્યવસાય: કાર્યક્ષેત્ર પર પોતાની ઉપસ્થિતિ અનિવાર્ય રાખો તથા બધા કામ પોતાની દેખરેખમાં જ કરાવો. કારણ કે કર્મચારીઓની કોઈ બેદરકારીનું નુકસાન (ખામિયાજો) ભોગવવું પડી શકે છે. ઓફિસમાં કેટલીક નવી જવાબદારીઓ તમારા પર આવી શકે છે જે તમારી ઈચ્છા મુજબની જ રહેશે. લવ: જીવનસાથી તથા પરિવારના લોકોના સહયોગથી કોઈ સમસ્યાનો ઉકેલ મળશે. પરસ્પર સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: વ્યવસ્થિત રહેવાથી માનસિક તથા શારીરિક રીતે તમે પોતાને સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવશો. મનોબળ પણ બનેલું રહેશે. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: આજના દિવસે અતિશય દોડધામની સ્થિતિ તો રહેશે, પરંતુ પોતાની મહેનતના મનગમતા પરિણામો મળવાથી થાક હાવી નહીં થાય. આવકના સાધનોમાં પણ મજબૂતી આવશે. ઘરની જાળવણી સંબંધી કાર્યોને લઈને પરિવારના લોકો સાથે કેટલીક યોજનાઓ બનશે. નેગેટિવ: પાડોશી અથવા મિત્ર સાથે નાની અમથી વાતને લઈને વિવાદ વધી શકે છે, આવેશ અને ગુસ્સાના બદલે શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવો. ફાઇનાન્સ (નાણાકીય) થી સંબંધિત કંઈક ને કંઈક મુશ્કેલી રહેશે. જો વાહન અથવા પ્રોપર્ટીના ખરીદ-વેચાણ સંબંધી યોજના બનાવી રહ્યા છો, તો હમણાં તેને ટાળવી વધુ સારી રહેશે. વ્યવસાય: વ્યવસાય સંબંધી મોટા ભાગના કામ ફોન દ્વારા જ સંચાલિત થઈ જશે. આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. ખાદ્ય પદાર્થો સાથે સંબંધિત વ્યવસાયમાં યોગ્ય લાભ થવાની સંભાવના છે. જો કોઈ નવા કાર્યને લઈને પ્રયાસો ચાલી રહ્યા છે, તો આજે તેના સારા અનુભવ અને પરિણામો મળશે. લવ: વૈવાહિક સંબંધો ખુશનુમા રહેશે. પરિવારના લોકોના પરસ્પર સામંજસ્ય અને સહયોગથી ઘરનો માહોલ સુખદ બનેલો રહેશે. યુવાનોની મિત્રતામાં ગાઢતા આવશે. સ્વાસ્થ્ય: શરદી અને કફની સમસ્યા વધવા પર બેદરકારી ન લો. તમારી સુરક્ષા પોતે કરો. હવામાનને અનુકૂળ પોતાનો આહાર-વિહાર રાખો. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: ઉત્તમ સમય છે. દિવસભર મન પ્રફુલ્લિત બનેલું રહેશે અને બેહતર પરિણામો પણ હાસલ કરશો. વિદ્યાર્થીઓને ભણતરની સાથે-સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ સફળતા મળશે. થોડો સમય એકાંત અથવા કોઈ ધાર્મિક સ્થળ પર પસાર કરવાથી તમને માનસિક અને આત્મિક શાંતિ મળશે. નેગેટિવ: કોઈ પણ પ્રવૃત્તિમાં ફોકસ રહેવું ખૂબ જરૂરી છે. ઉતાવળ અને બેદરકારીમાં લેવાયેલા નિર્ણયો ખોટા પણ હોઈ શકે છે. મહિલાઓ પોતાના માન-સન્માનને લઈને વધુ સજગ રહે. સંકોચમાં આવીને વધારાનો કાર્યભાર પોતાના પર ના લાદો. વ્યવસાય: આ સમયે પોતાની ઊર્જા પોતાના જનસંપર્કને વધુ વિસ્તૃત કરવામાં લગાવો. તમને ઘણી નવી તકો પ્રાપ્ત થશે. કારખાના, ફેક્ટરી વગેરે લોખંડ સાથે સંબંધિત વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિઓ બનશે. સરકારી નોકરીમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય કાર્યમાં રસ ન લો, કોઈ ઇન્ક્વાયરી થઈ શકે છે. લવ: પતિ-પત્ની એકબીજા પ્રત્યે યોગ્ય સામંજસ્ય અને સહયોગની ભાવના રાખે. પરિવારને વધુ સમય ન આપી શકવાના કારણે પરિવારના લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય: વ્યાયામ, યોગ વગેરેને દિનચર્યામાં સામેલ કરવામાં કોઈ પણ પ્રકારની આળસ ન કરો. નસોમાં ખેંચાણ તથા દુખાવાની સમસ્યા પરેશાન કરશે. લકી કલર: લીલો લકી નંબર: 9
Read Original Article →