સોમવારનું રાશિફળ:મિથુન રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, સિંહ-કન્યા રાશિના જાતકોનું કરિયર સૂર્યની માફક ચમકશે

Dharm Darshan4/19/2026, 4:30:00 PM
સોમવારનું રાશિફળ:મિથુન રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, સિંહ-કન્યા રાશિના જાતકોનું કરિયર સૂર્યની માફક ચમકશે
ગુજરાતી પંચાંગ અનુસાર, 20 એપ્રિલ 2026, સોમવારના રોજ વૈશાખ સુદ ચોથ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે. રાહુકાળ સવારે 07:53થી 09:28 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: કોઈ ધાર્મિક વિચારધારાવાળી વ્યક્તિ સાથે થોડો સમય પસાર થશે અને જીવનધોરણ સુધારવા માટે તમે જે સંકલ્પ કરશો તેમાં સફળ રહેશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનતનું યોગ્ય પરિણામ મળશે. નેગેટિવ: આ સમયે પૈસાની લેવડદેવડ ટાળવી, કારણ કે તેનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. ઘરના કોઈ સભ્યના વર્તનને કારણે ચિંતા રહેશે. યુવાનોએ કરિયર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય: વ્યવસાયમાં કાર્યપ્રણાલી અને વ્યવસ્થા યોગ્ય રહેશે. સ્વજનોનો સહયોગ મળશે. નોકરીયાત વ્યક્તિઓ માટે પ્રગતિના યોગ છે, તેનો સદુપયોગ કરો. લવ: પરિવારમાં સુમેળ અને પ્રેમ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહેવું, નહીંતર પારિવારિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. સ્વાસ્થ્ય: જોખમી કાર્યોથી દૂર રહેવું. ઈજા થવાની કે પડી જવાની શક્યતા છે. લકી કલર: ક્રીમ લકી નંબર: 2 પોઝિટિવ: યોજનાઓને અમલમાં મૂકવા માટે યોગ્ય સમય છે. સમયનું વ્યવસ્થાપન કરો. પૈતૃક સંપત્તિના મામલે વડીલોનું માર્ગદર્શન મળશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ: ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. મોટું રોકાણ કરતા પહેલા તપાસ કરવી. અત્યારે કોઈ નવો નિર્ણય ન લેવો હિતાવહ છે. મહેમાનોના આગમનને કારણે કામ અટકી શકે છે. વ્યવસાય: વેપારમાં મહેનતથી કરિયરની સમસ્યાઓ દૂર થશે. નોકરીયાત લોકોએ કામના બોજને કારણે ઓવરટાઇમ કરવો પડી શકે છે. લવ: પારિવારિક બાબતો શાંતિથી ઉકેલવી. વાદ-વિવાદથી વાતાવરણ બગડશે. પ્રેમ સંબંધોમાં સમય વેડફવો નહીં. સ્વાસ્થ્ય: નસોમાં ખેંચાણ અને દુખાવો થઈ શકે છે. આરામ માટે સમય કાઢવો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોઈ અજાણી વ્યક્તિ સાથેની મુલાકાત ફાયદાકારક રહેશે. ધાર્મિક આયોજનના યોગ છે. નેગેટિવ: સફળતા માટે થોડું સ્વાર્થી બનવું પડશે. ઉતાવળમાં નિર્ણય ન લેવો. પ્રોપર્ટી કે વાહન માટે લોન લેવી પડી શકે છે, જે ભવિષ્યમાં સમૃદ્ધિ લાવશે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં મશીનરી કે કર્મચારીઓ સંબંધી મુશ્કેલી આવી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. વીમા અને કમિશનના કામ સાથે જોડાયેલા લોકો ટાર્ગેટ પૂરો કરી શકશે. લવ: વૈવાહિક સંબંધો મધુર રહેશે. ઘર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ રહેશે. સ્વાસ્થ્ય: સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે. કસરત અને આરામ જરૂરી છે. લકી કલર: લીલો લકી નંબર: 3 પોઝિટિવ: વ્યવસ્થિત કાર્યશૈલીથી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. રાજકીય અને સામાજિક વર્ચસ્વ વધશે. ફિટનેસ પર ધ્યાન આપી શકશો. નેગેટિવ: બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. ઉધાર લેવડદેવડ ટાળવી. કોર્ટ કેસના મામલે ગંભીરતાથી વિચાર કરવો. વ્યવસાય: કાર્યસ્થળમાં વાસ્તુ નિયમો અને ફેરફારની જરૂર છે. મહેનતનું પરિણામ મળશે. ઓફિસમાં દસ્તાવેજો સાચવવામાં બેદરકારી ન રાખવી. લવ: જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે જવાબદારીઓ વધશે, જે તમે સારી રીતે નિભાવશો. સ્વાસ્થ્ય: વધુ પડતી મહેનતથી સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: નવી સિદ્ધિઓ મળશે. પરિવાર સાથે ચર્ચાઓ થશે. તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખી યોજનાઓ અમલમાં મૂકો, સફળતા ચોક્કસ મળશે. નેગેટિવ: વાણી પર સંયમ રાખવો, કઠોર શબ્દો સંબંધો બગાડી શકે છે. મનમાં અજ્ઞાત ભય રહેશે, માનસિક શાંતિ માટે આધ્યાત્મિકતાનો સહારો લેવો. વ્યવસાય: માર્કેટિંગ અને પ્રોડક્ટ પ્રમોશન પર ધ્યાન આપો. સરકારી નોકરીમાં અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. લવ: પરિવારમાં સુમેળ રહેશે. વ્યર્થ મોજમસ્તી અને અફેરથી દૂર રહેવું. સ્વાસ્થ્ય: ખાણીપીણીમાં ધ્યાન રાખવું, ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. લકી કલર: જાંબલી લકી નંબર: 4 પોઝિટિવ: સામાજિક કાર્યોથી વ્યક્તિત્વ ખીલશે. પ્રોપર્ટી બાબતે ગંભીર વિચારણા કરવી. યુવાનોને કરિયરના પ્રયત્નોમાં સફળતા મળશે. નેગેટિવ: તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરવી. મિત્રની આર્થિક મદદ કરવી પડી શકે છે, પણ તમારું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. વ્યવસાય: અનુકૂળ સમય છે. કર્મચારીઓની સલાહ પર ધ્યાન આપવું. ઓફિસમાં વધુ પડતું કામ થાક લગાડશે. લવ: જીવનસાથીની સલાહથી મુશ્કેલીઓનો ઉકેલ આવશે અને સંબંધો મધુર બનશે. સ્વાસ્થ્ય: અનિયમિત દિનચર્યાને કારણે સુસ્તી અને ગેસની સમસ્યા રહેશે. હળવો ખોરાક લેવો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 5 પોઝિટિવ: જમીન કે વાહન ખરીદવાની યોજના હોય તો ત્વરિત નિર્ણય લો. કોઈ સમારોહમાં વ્યસ્ત રહેશો. ઇન્ટરવ્યુમાં સફળતા મળતા આત્મવિશ્વાસ વધશે. નેગેટિવ: ગેરકાનૂની કાર્યો અને નકારાત્મક લોકોથી દૂર રહેવું. ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયિક યોજનાઓ સફળ થશે. નજીકની વ્યક્તિનો સહયોગ મળશે. માર્કેટિંગના કામો ટાળવા. લવ: મિત્રો સાથે ગેટ-ટુ-ગેધર થશે. પ્રેમ સંબંધોમાં ભાગ્ય સાથ આપશે. સ્વાસ્થ્ય: વધુ પડતી વ્યસ્તતાથી માથાનો દુખાવો અને થાક લાગશે. ઈમ્યુનિટી મજબૂત રાખવી. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: વ્યસ્તતા રહેશે પણ પરિણામ મળતા થાક નહીં લાગે. લાંબા સમયની ચિંતા દૂર થશે. ઘરમાં માંગલિક પ્રસંગની યોજના બનશે. નેગેટિવ: ઈર્ષાળુ લોકોથી સાવધ રહેવું. રોકાણ કરતા પહેલા તપાસ કરવી. વસ્તુઓનું ધ્યાન પોતે રાખવું અને સ્વભાવમાં સરળતા રાખવી. વ્યવસાય: સ્થિતિ યથાવત રહેશે, કોઈ મોટો ફેરફાર ન કરવો. જૂના કામો પર ધ્યાન આપવું. દૂરના પક્ષો સાથેના સંપર્કો ફાયદાકારક રહેશે. લવ: પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવું. પાર્ટનરને ભેટ આપવી, સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરાવવી. મેડિટેશન કરવું. લકી કલર: લાલ લકી નંબર: 1 પોઝિટિવ: સ્વાભિમાન જળવાઈ રહેશે. સંતાનોના શિક્ષણ સંબંધી મહત્વનું કાર્ય થશે. અનુભવી લોકોનું માર્ગદર્શન તમને મજબૂત બનાવશે. નેગેટિવ: બીજાની બાબતમાં દખલ ન કરવી. તમારા ગુસ્સા કે અહંકારને કારણે મિત્રો સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું. વ્યવસાય: નવા રોકાણથી બચવું. વ્યવસાય અને ઘર વચ્ચે સંતુલન રાખવામાં મહિલાઓ સફળ રહેશે અને સારો નફો કમાશે. લવ: જીવનસાથી મુશ્કેલ સમયમાં સાથ આપશે. વડીલોના આશીર્વાદ મળશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: પ્રોપર્ટી વિવાદ મધ્યસ્થતાથી ઉકેલાઈ શકે છે. રુચિના કાર્યોમાં સમય વિતાવવો. સંતાનોની સમસ્યા ઉકેલવામાં તમારો સહયોગ સકારાત્મક રહેશે. નેગેટિવ: કોઈની ટીકા ન કરવી, તેનાથી તમારી છબી ખરાબ થઈ શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. અશુભ સમાચારથી મન વિચલિત થઈ શકે છે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં વ્યવસ્થા જળવાઈ રહેશે. કામને આવતીકાલ પર ન ટાળવું. ઓફિસના કામ સમયસર પૂરા કરવા. લવ: પારિવારિક જીવન સામાન્ય રહેશે. લગ્નેતર સંબંધો તણાવ લાવી શકે છે. સ્વાસ્થ્ય: મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવું. લકી કલર: કેસરી લકી નંબર: 3 પોઝિટિવ: આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો, તેનાથી તણાવ દૂર થશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને મહેનતનું ફળ મળશે. નેગેટિવ: કોઈ કામ ધાર્યા મુજબ ન થાય તો ગુસ્સો ન કરવો. ધૈર્ય રાખવું. પૈતૃક સંપત્તિના કાર્યો અત્યારે સ્થગિત રાખવા. વ્યવસાય: નિર્ણય જાતે લેવા, બીજા પર નિર્ભર ન રહેવું. મુસાફરીની યોજના ટાળવી. સહયોગીનું વલણ પરેશાન કરી શકે છે. લવ: વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહેવું. સ્વાસ્થ્ય: ગેસ અને કબજિયાત માટે આયુર્વેદિક ઉપચાર લેવો. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: મૂંઝવણમાં વડીલોની સલાહ લેવી. આધ્યાત્મિક શાંતિ મળશે. સ્થાન પરિવર્તનની યોજના હોય તો તેને અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય છે. નેગેટિવ: વધુ વિચાર કરવાથી સમય જતો રહેશે, તેથી ઝડપથી નિર્ણય લેવા. ખર્ચ વધશે પણ આવકના સાધનો પણ રહેશે. વિદ્યાર્થીઓએ ભણવા પર ધ્યાન આપવું. વ્યવસાય: વેપારમાં નાની સમસ્યાઓ આવશે. અજાણી વ્યક્તિ સાથે ડીલ કરવામાં સાવધ રહેવું. હરીફો પર નજર રાખવી. ઓફિશિયલ પ્રવાસ ફાયદાકારક રહેશે. લવ: ઘરમાં શાંતિ રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય: નકારાત્મક પરિસ્થિતિઓથી બચવું અને ખાનપાન સંયમિત રાખવું. લકી કલર: લાલ લકી નંબર: 9
Read Original Article →