પાર્ટ-2: ગુરુનું કર્ક રાશિમાં મહાભ્રમણ:વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલશે, મકર રાશિ માટે જીવનના શ્રેષ્ઠ તબક્કાઓમાંથી એક સમય
ગુરુને કર્ક રાશિનું ભ્રમણ ખૂબ જ અનુકુળ રહેશે, કારણકે કર્ક રાશિ ગુરુની ઉચ્ચની રાશિ છે અને ગુરુના પરમ મિત્ર ચંદ્રની સ્વગૃહી રાશિ છે. બ્રહ્માંડમાં ગુરુ-ચંદ્ર વચ્ચે જ્ઞાન અને ગતિનો તાલમેલ છે. એક વાત નક્કી છે કે ગુરુનું આ ભ્રમણ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે અદ્દભુત હશે તેમાં કોઈ બેમત નથી. ગત લેખમાં આપણે કન્યા રાશિના જાતકો સુધી કર્કના ગુરુ સંદર્ભે ચર્ચા કરેલી. હવે જન્મકુંડળીમાં ગુરુના ગોચર ભ્રમણનો (2 જૂન 2026) તુલાથી મીન રાશિના જાતકોને કેવું ફળ આપશે તેનો વિચાર આ લેખમાં કરીએ. આવો જોઈએ ગુરુ કોને દાન, કોને જ્ઞાન અને કોને સન્માન આપે છે અને ગુરુ કોનાથી રૂઠે છે:- તમારી રાશિથી દસમે ગુરુ તમારા ધંધા વ્યવસાય કે નોકરીમાં મનગમતો બદલાવ આપશે. તમારા કર્મની ગતિ સવળી થશે અને મનની મતિને સજ્જનતાનો અહેસાસ થશે.આ ગુરુ તમને કોઈ ઉચ્ચ પદવી કે રાજકીય હોદ્દો આપે તો નવાઈ નહીં. અલબત્ત ગુરુ દસમે જાતકને વધારે મહેનત કરાવે તેવું અમારું સંશોધન છે આથી ગુરુના આ ભ્રમણ દરમિયાન તમારે વધુ મહેનત કરવાની છે તેવું વિચારીને થાક્યા વિના પરિશ્રમ કરશો તો તેનું ફળ પણ શ્રેષ્ઠ હશે. પિતાની તંદુરસ્તી અને તેમના તમારા પર આશીર્વાદ એ આ ગુરુનો હકારાત્મક અર્ક છે. તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ નવમ પંચમ ગણાય કારણ કે આ ગુરુ તમારી રાશિથી તમારા ભાગ્ય સ્થાનમાં આવતાં તમારા માટે તમારી પ્રગતિનો નવ સંદેશ અને તકના નવા દ્વાર ખોલશે. આ ગુરુ તમારા માટે વિદેશની મુસાફરી માટેની તક ઊભી કરશે. કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન આ ગુરુ દરમિયાન પાર પડશે. સંતતિની પ્રગતિના શુભ સમાચાર અને સારી તંદુરસ્તીનો અણસાર ગુરુનો સાર છે. ભાગ્યના નવા દરવાજા એટલે આ ગુરુનું ભ્રમણ. આ ગુરુ તમારી રાશિથી આઠમે ભ્રમણ કરશે.અહી આ ગુરુ તમારી સતત કસોટી કરશે, કારણ કે મહામુની મન્ત્રેશ્વર, પરાશર અને નારદે ગુરુના આઠમા ભ્રમણને અતિ કષ્ટદાયી અને પીડાજનક કહ્યું છે. નાનો સરખો અકસ્માત, હરસ મસાની પીડા અગર ગુપ્ત રોગોનો એહસાસ અને અનુભવ આ ગુરુનો અશુભ સંકેત છે. કૌટુંબિક વાદવિવાદ, પતિ પત્ની વચ્ચે અણબનાવ આ ગુરુ દરમિયાન સામાન્ય ઘટના હશે. મનની અશાંતિ અને અજંપો આ ગુરુની નકારાત્મક દેણ હશે. આ ગુરુ તમને દરેક ફિલ્ડમાં માંદા કરશે. આથી ગુરુના આ પ્રતિકૂળ પ્રતિભાવને દૂર કરવા દર ગુરુવારે તમારે આહારમાં ચણાની દાળનું સેવન કરવું ઉપરાંત વહેલી સવારે કપાળ પર હળદરનો ચાંદલો કરવો. ગુરુનું આ ભ્રમણ તમારી રાશિથી સાતમે થશે આથી દામ્પત્યજીવનમાં એક અદ્દભુત સંપ અને કુનેહ ઉપરાંત સંવાદિતા સર્જાશે. જો ધંધા કે વ્યવસાયમાં તમે ભાગીદારીયુક્ત સાહસ ચલાવતા હોવ તો સમયમાં તમને નફો મળવાની તક મળશે. તમારું જાહેરજીવન પ્રતિષ્ઠા અને સન્માન મેળવશે. ભાગ્યોદયની નવીન તક અને ભાગ્યદેવીની મેહરબાની તમને તન-મન અને ધનથી પ્રસન્ન કરશે. છઠ્ઠા ગુરુના બંધનમાંથી મુક્ત થતાં જુના દેવા અને રોગમાંથી મુક્ત થવા આ ગુરુ તમને મદદ કરશે. ગુરુનું આ ભ્રમણ એટલે તન, મન અને ધનની પ્રસન્નતા. તમારી રાશિથી છઠ્ઠે ગુરુનું ભ્રમણ ચિંતામાં વધારો કરશે. કયારેક કાયદાકીય ગૂંચ ઊભી કરે અને કોર્ટ-કચેરીના દોડા કરાવે. જો આપને કોઈ અસાધ્ય રોગ હોય તો ગુરુના આ ભ્રમણ દરમિયાન ચેતજો કારણ કે રોગની નકારાત્મક શક્તિઓ ઊથલો મારી શકે છે. ગુરુના આ ભ્રમણ દરમિયાન આપનો કોઈ છુપો શત્રુ આપને મહાત કરી શકે છે. મોસાળ પક્ષથી નુકસાન અને દેવામાં ડુબાડનારો આ ગુરુ તમને અશુભ સંકેત આપે છે. આ ભ્રમણની નકારાત્મક અસરોથી બચવા દર ગુરુવારે પીળા કપડા ધારણ કરવા અને ખિસ્સામાં હળદરનો ગાંઠિયો અવશ્ય રાખવો. તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરનારો આ ગુરુ વિધ્યાપ્રાપ્તિમાં મદદ કરશે. પ્રણય જેવી બાબતોમાં સફળતા અને નવી આવકના સ્ત્રોત ઊભા કરશે. આ ગુરુ દરમિયાન કરેલા રોકાણો ભવિષ્યમાં તમને જબરદસ્ત વળતર આપશે. સંતાનોની પ્રગતિનો સંકેત આ ગુરુ આપે છે તેમજ વિદેશયાત્રા માટે વાંછુક જાતકો માટે આ ગુરુ અતિ ફળદાયી નિવડવાનો તે નિ:શંક બાબત છે. આ ગુરુ તમારા માટે તન-મન-ધનથી આશીર્વાદ સમાન બનશે. અંગ્રેજી તારીખ અનુસાર, જે જાતકોનો જન્મ 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન અને 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન હોય તેમને કર્કના ગુરુના ભ્રમણ દરમિયાન અનેક લાભ મળશે. જે જાતકોની કુંડળીમાં સૂર્ય કર્ક, વૃશ્ચિક, મીન અને મકર રાશિમાં હોય તેમને આ ગુરુ તન-મન અને ધનથી પ્રગતિ ઉન્નતી અને સમૃદ્ધિ આપશે તે બાબત ચોક્કસ છે. અલબત્ત આ રાશિના ચંદ્ર ધરાવતા જાતકોને પણ આ ગુરુ રાહત ચાહતની રાહ બતાવશે. ગુરુનું નડતર દૂર કરવા નીચેના ઉપાયો કરો (માહિતી સૌજન્યઃ ડો.પંકજ નાગર, drpanckaj@gmail.com) , ગુરુના ગોચરનો પાર્ટ-1 વાંચો વૃષભ રાશિના કુંવારાઓ માટે લગ્નના યોગ, કર્ક રાશિના લોકોના કિસ્મતના બંધ દરવાજા ખુલશે; શરૂઆતી છ રાશિના જાતકોનું રાશિફળ સંત કબીરજી કહે છે- “ગુરુ પારસ કો અંતરો, જાનત હૈ સબ સંત, વહ લોહા કંચન કરે, એ કરિ લયે મહંત.” અર્થાત ગુરુ એક પારસનો પત્થર છે કે જેનો સ્પર્શ લોઢાને પણ કંચનમાં પરિવર્તીત કરે છે ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ એટલે નમન અને સંસ્કાર- સંસ્કૃતિ તરફનું ગમન. જે જ્ઞાન સાથે જીવન જીવવાની આન બાન અને શાન આપે તેનું નામ ગુરુ. ગુરુ એટલે ક્રાંતિ, ગુરુ એટલે મનની શાંતિ. ગુરુ એટલે દીવાદાંડી અને પ્રગતિના રસ્તા પરનો પ્રકાશ. જીવનમાં ગુરુ ના હોય તો જીવન અધૂરું અને અઘરું બને. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →