8 વર્ષ બાદ પુરુષોત્તમ માસમાં ગંગા દશેરાનો સંયોગ:મા ગંગાને 5100 સાડીમાંથી બનેલી ચુંદડી ચઢાવી, 501 લિટર દૂધથી અભિષેક; લાખો શ્રદ્ધાળુઓની આસ્થાની ડૂબકી
યુપીમાં આજે એટલે કે મંગળવારે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી. વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા સહિત રાજ્યના અનેક શહેરોમાં ઘાટો પર સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી. કાશીના અસી ઘાટ પર મા ગંગાને 12 રાજ્યોમાંથી આવેલી 5100 સાડીઓ (25,500 ફૂટ)ની ચુંદડી ચઢાવવામાં આવી. 501 લિટર દૂધથી ગંગાનો અભિષેક કરવામાં આવ્યો. પ્રયાગરાજમાં સંગમ પર હજારો શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ઘ્ય આપ્યું. અયોધ્યાના સરયૂ ઘાટ પર પણ શ્રદ્ધાળુઓએ દાન-પુણ્ય કર્યું. શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરતા ઘાટો પર પહોંચ્યાં. કાશીમાં સવારે 12 વાગ્યા સુધીમાં 1.50 લાખ શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવી ચૂક્યા હતા. પ્રયાગરાજમાં 6 લાખ લોકો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. અયોધ્યામાં પણ 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ સરયૂમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. આજે સાંજે કાશીમાં વિશેષ ગંગા આરતી થશે. ત્યારબાદ ઘાટો પર દીવા સજાવવામાં આવશે. આજે આખું વાતાવરણ દેવ દિવાળી જેવું રહેશે. જ્યોતિષાચાર્યોના મતે, અધિકમાસ એટલે કે પુરુષોત્તમ માસમાં આઠ વર્ષ બાદ ગંગા દશેરાનો મહાપર્વ મનાવવામાં આવી રહ્યો છે. ચાર વિશિષ્ટ યોગ અને ચાર ઉત્તમ મુહૂર્તને કારણે ગંગા માનું પૂજન 100 ગણું ફળદાયી છે.
Read Original Article →