આવતીકાલે ચૈત્ર અમાસ અને શુક્રવારનો સંયોગ:પિતૃઓની આત્માની શાંતિ માટે કરો આ ઉપાય, જાણો મહત્ત્વ અને પૂજા-વિધિ

Dharm Darshan4/16/2026, 4:03:48 AM
આવતીકાલે ચૈત્ર અમાસ અને શુક્રવારનો સંયોગ:પિતૃઓની આત્માની શાંતિ માટે કરો આ ઉપાય, જાણો મહત્ત્વ અને પૂજા-વિધિ
આવતીકાલે (17 એપ્રિલ) ચૈત્ર મહિનાની અમાસ છે. એવી માન્યતા છે કે, આ તિથિની સાંજે એટલે કે પ્રદોષ કાળમાં તુલસી પાસે અને મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ ઉપરાંત, અમાસની તિથિએ પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. ઘર-પરિવારના મૃત સભ્યોને પિતૃ દેવ માનવામાં આવે છે. ચૈત્રી અમાસે શનિદેવની વિશેષ પૂજા કરવાની પણ પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, ચૈત્ર અમાસ પર વ્રત કરવું જોઈએ. આનાથી પિતૃઓની કૃપા મળે છે અને ઘર-પરિવારની મુશ્કેલીઓ દૂર થાય છે. પિતૃઓની આત્માની શાંતિ માટે આ ઉપાય કરો આ દિવસે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાથી કુંડળીના શનિના દોષ દૂર થાય છે, એવી માન્યતા છે. સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં પાણી ભરો અને પાણીમાં કુમકુમ, લાલ ફૂલ, ચોખા નાખો, ત્યારબાદ 'ૐ સૂર્યાય નમ:' મંત્રનો જાપ કરતા સૂર્યને અર્ઘ્ય ચઢાવો. આ દિવસે પિતૃઓના નિમિત્તે ખાસ કરીને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. તેના માટે બપોરે લગભગ 12 વાગ્યે ગાયના છાણમાંથી બનેલા છાણાં સળગાવો અને જ્યારે છાણાંમાંથી ધુમાડો નીકળવાનું બંધ થઈ જાય, ત્યારે છાણાંના અંગારા પર ગોળ-ઘી અર્પણ કરો, પિતૃઓનું ધ્યાન કરો. હથેળીમાં જળ લઈને અંગૂઠા તરફ પિતૃઓને અર્પણ કરો. અમાસના દિવસે પિતૃઓના નામથી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. અનાજ, જૂતા-ચપ્પલ, ભોજન, છત્રી, પાણી, માટલું, ધનનું દાન પણ કરો. વૈશાખ અમાસના દિવસે પીપળાને જળ ચઢાવો, પરિક્રમા કરો અને વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. પીપળાની ઓછામાં ઓછી 7 પરિક્રમા કરવી જોઈએ. શુક્રવાર અને અમાસનો યોગ શુક્રવાર અને અમાસના યોગમાં શુક્ર દેવની પૂજા કરો. શુક્રની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરી શકાય છે. શિવલિંગને બીલ્વપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ, ચોખા ચઢાવો. ચંદનનો લેપ કરો. 'ૐ નમ: શિવાય' અને 'ૐ શુક્રાય નમ:' મંત્રનો જાપ કરો. ધૂપ-દીપ પ્રગટાવો, આરતી કરો. મીઠાઈનો ભોગ ધરાવો. ચૈત્ર અમાસ સાથે જોડાયેલી પૌરાણિક કથા કથા અનુસાર, જૂના સમયમાં ધર્મવર્ણ નામનો એક બ્રાહ્મણ હતો. એકવાર ધર્મવર્ણે કોઈ સંત પાસેથી સાંભળ્યું કે, ભગવાન વિષ્ણુના નામ સ્મરણથી વધારે પુણ્ય બીજા કોઈ કામથી મળતું નથી. આ પછી ધર્મવર્ણે સાંસારિક જીવન છોડી દીધું અને સંન્યાસ લઈ લીધો. એક દિવસ ફરતા ફરતા તે પિતૃલોક પહોંચ્યો. ત્યાં તેના પિતૃઓ ખૂબ કષ્ટમાં હતા. પિતૃઓએ જણાવ્યું કે આવી હાલત તારા સંન્યાસ લેવાને કારણે થઈ છે, કારણ કે તેમના માટે પિંડદાન કરનાર કોઈ નથી. પિતૃઓએ કહ્યું કે, જો તમે પાછા જઈને ગૃહસ્થ જીવનની શરૂઆત કરો, તમારું સંતાન આવે અને ચૈત્ર અમાસ પર વિધિ-વિધાનથી પિંડદાન કરો, તો અમને મુક્તિ મળી શકે છે. ધર્મવર્ણે પિતૃઓને વચન આપ્યું કે, હું તમારી આ ઈચ્છા પૂરી કરીશ. આ પછી ધર્મવર્ણે સંન્યાસ છોડીને ફરીથી સાંસારિક જીવન અપનાવ્યું, લગ્ન કર્યા અને ચૈત્ર અમાસ પર વિધિ વિધાનથી પિંડદાન કરીને પોતાના પિતૃઓને મુક્તિ અપાવી.
Read Original Article →