શુક્રવારનું રાશિફળ:તુલા અને મીન રાશિના જાતકોનો દિવસ ભાગ્યશાળી રહેશે, કન્યા રાશિની કરિયરની સમસ્યાઓ ઉકેલાશે

Dharm Darshan4/16/2026, 4:30:00 PM
શુક્રવારનું રાશિફળ:તુલા અને મીન રાશિના જાતકોનો દિવસ ભાગ્યશાળી રહેશે, કન્યા રાશિની કરિયરની સમસ્યાઓ ઉકેલાશે
ગુજરાતી પંચાંગ અનુસાર, 17 એપ્રિલ 2026, શુક્રવારના રોજ ચૈત્ર વદ અમાસ/ વૈશાખ સુદ એકમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મીન/મેષ છે. રાહુકાળ સવારે 11:04 થી 12:39 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- પારિવારિક સભ્યોની ખુશી પ્રાથમિકતા પર રહેશે. સુખ-સુવિધાઓ તથા શોપિંગમાં સમય પસાર થશે. ખર્ચ વધુ રહેશે પરંતુ આવકના સ્ત્રોત પણ જળવાઈ રહેશે. રોકાણ સંબંધિત બાબતોમાં પણ કેટલીક યોજનાઓ બનશે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. નેગેટિવ- ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને તેમની નિયમિત સંભાળ અને સેવા અતિ આવશ્યક છે. તમારા મનોરંજન અને વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહેવાને કારણે તેમની અવગણના ન કરો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. વ્યવસાય- વ્યવસાયિક સ્થળને નવો લુક આપવા માટે કોઈ નિષ્ણાત સાથે સલાહ-સૂચન પણ થઈ શકે છે. જો કોઈ વેપારમાં ભાગીદારીની યોજના બની રહી હોય, તો તેના પર તરત જ અમલ કરવો લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિ પણ વધુ સારી થશે. નોકરીયાતોને કાર્યભારની અધિકતાને કારણે પરેશાની રહેશે. લવ- કોઈ પણ પારિવારિક સમસ્યાને પરસ્પર સામંજસ્યથી ઉકેલવાનો પ્રયાસ કરો. બહારની વ્યક્તિનો હસ્તક્ષેપ તમારા ઘર-પરિવાર પર ન થવા દો. સ્વાસ્થ્ય- બદલાતા વાતાવરણને કારણે સાવધાની રાખવી અતિ આવશ્યક છે. કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થવાની સ્થિતિ બની શકે છે. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- વ્યક્તિગત તથા પારિવારિક પ્રવૃત્તિઓ વચ્ચે સામંજસ્ય જાળવવામાં જ દિવસ પસાર થઈ જશે. તમને યોગ્ય પરિણામ પણ મળશે. કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાતની તક મળશે. તમને તમારા વ્યક્તિત્વને નિખારવા સંબંધિત નવી જાણકારીઓ મળશે. નેગેટિવ- ઘરના વરિષ્ઠ સભ્યોનું માન-સન્માન જાળવી રાખો તથા તેમના માર્ગદર્શન અને સલાહ પર અમલ કરો. શેર, સટ્ટા જેવા જોખમી કાર્યોથી દૂર રહેવું તમને નુકસાનથી બચાવશે. શાંતિ મેળવવા માટે થોડો સમય ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થળે ચોક્કસ પસાર કરો. વ્યવસાય- વ્યવસાયિક સ્થળ પર જો કોઈ સરકારી કાર્ય અટકેલું હોય, તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો, થોડા જ સમયમાં તમારું કાર્ય થઈ જશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા કાર્યોમાં પણ ફાયદાકારક સ્થિતિ બનેલી છે. નોકરીયાતો સારું કામ કરવાને કારણે પુરસ્કારના દાવેદાર પણ બની શકે છે. લવ- વ્યર્થના પ્રેમ સંબંધો તથા મનોરંજન વગેરેમાં સમય બગાડશો નહીં. પતિ-પત્નીનું પરસ્પર સામંજસ્ય યોગ્ય જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યને સંબંધિત નાની અમથી પરેશાનીને પણ અવગણશો નહીં. યોગ્ય સારવાર લો. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- તમારા કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહયોગ લેવો યોગ્ય રહેશે. કેટલીક અડચણો અને મુશ્કેલીઓ રહેશે, પરંતુ સમય રહેતા તેના પર ધ્યાન આપવાથી સફળતા પણ મળશે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે કેટલીક તકો આવી શકે છે. નેગેટિવ- કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. વ્યવહારિક રહો. કોઈ અજાણી વ્યક્તિ તમારી લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી શકે છે. આ સમયે કોઈ પણ યાત્રાને સ્થગિત રાખો, કારણ કે તેના કારણે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. વ્યવસાય- વેપારમાં સ્થિતિ સામાન્ય રહેશે. પરંતુ સાથે જ કોઈ મોટો નિર્ણય લેવામાં મુશ્કેલી પણ આવી શકે છે. વધુ સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. નોકરીમાં મન મુજબ કાર્યભાર રહેશે, સાથે જ કેટલાક સ્થળ પરિવર્તનના યોગ પણ બની રહ્યા છે. લવ- દાંપત્ય જીવન સુખદ રહેશે. પરંતુ લગ્નેતર પ્રેમ સંબંધો ઘરની સુખ-શાંતિ નષ્ટ કરી શકે છે, તેથી તેનાથી દૂર રહો. સ્વાસ્થ્ય- ગળામાં ઈન્ફેક્શન અને શરદી-ઉધરસની સમસ્યા વધી શકે છે. બેદરકારી બિલકુલ ન રાખો અને યોગ્ય સારવાર લો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- તમારો સ્વભાવ અને વ્યક્તિત્વ સમાજમાં માન-સન્માન અપાવશે. તમારું ધ્યાન અધ્યાત્મ સંબંધિત કોઈ વાતને ઊંડાણપૂર્વક જાણવા માટે ઉત્સુક રહેશે અને આનાથી તમને આત્મિક ખુશી પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યુ અને કરિયર સંબંધિત પરીક્ષાઓમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. નેગેટિવ- કોઈ પણ રોકાણ સંબંધિત નિર્ણય ખૂબ જ વિચારીને લો અથવા હાલ પૂરતો ટાળી દો. તમારા હરીફોની પ્રવૃત્તિઓની અવગણના ન કરો, નહીંતર તમે કોઈ મુસીબતમાં મૂકાઈ શકો છો. આ સમય ખૂબ જ સાવધ રહેવાનો પણ છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં સહયોગીઓનું પોતાના કામ પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે. પરંતુ ઓફિસમાં કેટલાક ફેરફારો લાવવાની સ્થિતિ પણ બનશે. બાહ્ય સ્ત્રોતો દ્વારા ચાલી રહેલી વેપારલક્ષી વાતચીતનું આજે ઉત્તમ પરિણામ સામે આવશે. નોકરીમાં અત્યારે કાર્યભાર જળવાઈ રહેશે. લવ- પરિવારના સભ્યો સાથે થોડો સમય મનોરંજન તથા હરવા-ફરવામાં પસાર થશે. પ્રેમ સંબંધ બાબતમાં ભાગ્યશાળી રહેશો. સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણને કારણે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવી રાખો. લકી કલર- પીળો લકી નંબર- 5 પોઝિટિવ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. પોઝિટિવ રહો અને તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, સફળતા ચોક્કસ મળશે. કોઈ યાત્રા સંબંધિત પ્રોગ્રામ બનશે તથા આ યાત્રામાં સુખદ અનુભૂતિ પણ થશે. દાન, પુણ્ય વગેરે જેવા કાર્યોમાં પણ રુચિ વધશે. નેગેટિવ- ફાઈનાન્સ સંબંધિત કાર્યોમાં સાવધાની રાખો નહીંતર તમે કોઈ મુસીબતમાં પડી શકો છો. વ્યક્તિગત કાર્યોને લઈને દોડધામ વધુ રહેશે. લોકો સાથે મળતી વખતે સૌમ્ય વ્યવહાર રાખો. કોઈ પણ વિપરીત પરિસ્થિતિને શાંતિથી ઉકેલો, બિનજરૂરી ગુસ્સો સમસ્યા વધારી શકે છે. વ્યવસાય- વેપારમાં આંતરિક વ્યવસ્થાની દેખરેખ અને કાર્ય તમારી હાજરીમાં જ કરાવો, કારણ કે કોઈ કર્મચારીની બેદરકારી અથવા નકારાત્મક પ્રવૃત્તિથી નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. નોકરીયાતોને કોઈ ફેરફાર સંબંધિત તકો મળી શકે છે. લવ- પરિવારના સભ્યોના સહયોગથી ઘરમાં સુખ-શાંતિ ભરેલું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખવા માટે પ્રયત્નો કરવા પડશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા યોગ્ય ખાનપાન તમને સ્વસ્થ તથા ઊર્જાવાન રાખશે. લકી કલર- બ્લુ લકી નંબર- 6 પોઝિટિવ- વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયર સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે, જેનાથી દરેક લોકો રાહત અનુભવશે. તમે પણ તમારી કુશળતા અને ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરશો. વડીલોના આશીર્વાદ અને કૃપા પણ જળવાઈ રહેશે. નેગેટિવ- પરંતુ આ બધાની સાથે સાથે ઘરની વ્યવસ્થા પર પણ ધ્યાન આપવું અતિ આવશ્યક છે. તમારા નજીકના સંબંધીઓ સાથે પણ મધુર સંબંધો જાળવી રાખો. કોઈ પણ મૂલ્યવાન વસ્તુઓની ખરીદીમાં સાવધાન રહેવું પણ જરૂરી છે. ખરીદી કરતી વખતે બિલ ચોક્કસ લો. વ્યવસાય- વર્તમાન વ્યવસાયિક સ્થિતિમાં સુધારો આવશે. કેટલીક નવી સિદ્ધિઓ મળવાની સંભાવના છે. તમે કાર્યક્ષેત્રમાં જે ફેરફારો કર્યા છે, તેના પણ ભવિષ્યમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. પરંતુ ઉધારીના કેસમાં તમારા પૈસા ન ફસાવો તથા લેવડ-દેવડ કરતી વખતે પાકા બિલનો ઉપયોગ કરો. લવ- દાંપત્ય સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પરિવાર તમારી પ્રાથમિકતા પર રહેશે. સ્વાસ્થ્ય- અતિશય મહેનતને કારણે થાક અને દુખાવો જેવી સમસ્યા સર્જાઈ શકે છે. વધુ ગળ્યું અને તળેલું ભોજન લેવાનું ટાળો. લકી કલર- ક્રીમ લકી નંબર- 1 પોઝિટિવ- આજે દિવસનો થોડો સમય વાંચન-લેખન તથા નવી નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પસાર થશે. ગ્રહ સ્થિતિ જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તન લાવી રહી છે, જેનાથી તમને ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં તમારી સક્રિયતા અને વર્ચસ્વ વધુ વધશે. નેગેટિવ- આજે મોસાળ પક્ષ સાથે કોઈ વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. તમારા બનતા કાર્યોમાં અવારનવાર અડચણો આવવાનું કારણ તમારી પોતાની ઉતાવળ અને ગુસ્સો જ છે. તમારી નકારાત્મક વાતો પર કાબૂ મેળવવો તમારા માટે યોગ્ય રહેશે. વ્યવસાય- ભાગીદારી સાથે જોડાયેલા વેપારમાં મહત્વપૂર્ણ ઓર્ડર પ્રાપ્ત થશે, જેના કારણે ભવિષ્યને લઈને ચાલી રહેલી યોજનાઓ અમુક હદ સુધી ઉકેલાઈ જશે. નોકરીયાતોને પણ પોતાના મન મુજબ સ્થળ પરિવર્તન મળવાની સંભાવના છે. લવ- કોઈ બહારની વ્યક્તિનો હસ્તક્ષેપ તમારા ઘર-પરિવાર પર ન થવા દો. કોઈ પણ સમસ્યાને પતિ-પત્ની પરસ્પર સામંજસ્ય દ્વારા સાથે મળીને ઉકેલવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ બદલાતા વાતાવરણને કારણે સાવધાની રાખવી અતિ આવશ્યક છે. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- સામાજિક અથવા રાજકીય સંબંધો મજબૂત થશે તથા લાભદાયક પણ રહેશે. તમે તમારી અંદર શ્રેષ્ઠ ઊર્જા અને પ્રસન્નતા અનુભવશો. કોઈ પારિવારિક સભ્યના કરિયર સંબંધિત શુભ સૂચના મળવાથી ખુશીનું વાતાવરણ રહેશે. નેગેટિવ- ક્યારેક મનસ્વીપણું અને વધુ પડતા આત્મવિશ્વાસને કારણે તમે છેતરાઈ પણ શકો છો. ફોન કે મિત્રો સાથે હરવા-ફરવામાં પોતાનો સમય અને પૈસા વેડફશો નહીં. વધુ વિચાર કરવામાં સમય ન બગાડો અને તરત જ યોજનાઓને અમલમાં મૂકો. વ્યવસાય- વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. ભાગીદારી જેવા કાર્યને શરૂ કરવા માટે અત્યારે સમય પક્ષમાં નથી. કોઈ અટકેલી પેમેન્ટ અથવા ઉધાર આપેલા પૈસા સમયસર મળી જશે. નોકરીયાતોને પોતાની કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર લાવવાથી સારા પરિણામ મળશે. લવ- પારિવારિક સભ્યો વચ્ચે સહયોગ અને સામંજસ્યની ભાવના રહેશે. યુવા વર્ગ પણ ડેટિંગનો આનંદ માણશે. સ્વાસ્થ્ય- તણાવ જેવી પરિસ્થિતિઓથી પોતાની જાતને દૂર રાખો. દુખાવો અને થાકને કારણે કંઈક અંશે અસહજતા અનુભવશો. લકી કલર- જાંબલી લકી નંબર- 4 પોઝિટિવ- દિવસ સુખદ પસાર થશે. બીજાની મદદ અને સહયોગમાં તમારું યોગદાન જળવાઈ રહેશે. સામાજિક માન-પ્રતિષ્ઠા પણ વધશે. જો કોઈ પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવાની યોજના હોય તો આજે તેને સંબંધિત કોઈ કાર્ય થઈ શકે છે. યુવાનોને પોતાના કરિયર સંબંધિત કોઈ ખુશખબરી મળશે. નેગેટિવ- કોઈ પણ પ્રકારનું જોખમ લેતી વખતે અથવા વાહન ચલાવતી વખતે સાવધાની રાખો, કારણ કે આ સમયે પરિસ્થિતિઓ કંઈક અંશે પ્રતિકૂળ પણ બની રહી છે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કોઈની સાથે વ્યર્થ વાદ-વિવાદમાં ન પડો. વ્યવસાય- વેપારમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ જળવાઈ રહેશે. આ સમયે ભવિષ્ય સંબંધિત કોઈ કાર્યપ્રણાલી પર યોજના બનાવવી યોગ્ય નથી. તેથી વર્તમાન વેપાર પર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. સરકારી નોકરીયાતોને કોઈ પ્રોજેક્ટ ઉકેલાઈ જવાથી રાહત મળશે. લવ- દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. પારિવારિક વાતાવરણ પણ અનુશાસિત રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાનપાનને કારણે એસિડિટી અને કબજિયાતની સમસ્યા વધી શકે છે. વધુમાં વધુ પાણી પીવો તથા સુપાચ્ય ખોરાક લો. લકી કલર- લીલો લકી નંબર- 9 પોઝિટિવ- લાંબા સમયથી અટકેલા કેટલાક કાર્યોમાં આજે ગતિ આવશે. દિવસની શરૂઆતમાં જ તમારા મહત્વપૂર્ણ કામ સંબંધિત યોજનાઓ બનાવી લો. તમારા કામ શ્રેષ્ઠ રીતે થતા જશે. સંતાન તરફથી પણ ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળશે. નેગેટિવ- કોઈની વાતોમાં વિશ્વાસ કરતા પહેલા તેના તમામ પાસાઓ પર વિચાર ચોક્કસ કરી લો. કોઈ બિનજરૂરી ડર અથવા બેચેની જળવાઈ રહેશે, જેના કારણે તમારે તમારી યોગ્યતાઓનો ઉપયોગ કરવામાં મહેનત પણ કરવી પડી શકે છે. વ્યવસાય- વેપાર સંબંધિત તમારા પ્રયત્નો અને પરિશ્રમના યોગ્ય પરિણામો પ્રાપ્ત થશે. આ સમયે વિરોધાભાસી પ્રવૃત્તિ ધરાવતા લોકોથી અંતર જાળવી રાખો. કોઈ લાભદાયક વ્યવસાયિક યાત્રા પણ પૂર્ણ થઈ શકે છે. નોકરીયાતોએ ઓફિસમાં યોગ્ય વ્યવહાર જાળવી રાખવો જરૂરી છે. લવ- દાંપત્ય જીવન સુખમય રહેશે. પારિવારિક લોકો સાથે સમય પસાર કરવો શાંતિદાયક તથા તણાવમુક્ત રાખશે. સ્વાસ્થ્ય- સર્વાઇકલ તથા નસોમાં ખેંચાણ જેવી સમસ્યા પરેશાન કરશે. કસરત અને યોગ અવશ્ય કરો. લકી કલર- સફેદ લકી નંબર- 5 પોઝિટિવ- ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે અને સમય હસી-ખુશીથી પસાર થશે. તમારો આદર્શવાદી તથા પરિપક્વ વ્યવહાર તમારી સામાજિક છબીને વધુ નિખારશે. આજે તમારું કોઈ અશક્ય કાર્ય પણ પૂર્ણ થવાનું છે. નેગેટિવ- પરસ્પર ગેરસમજોને સમય રહેતા ઉકેલી લો, તેનાથી સંબંધોમાં મધુરતા આવશે. વ્યર્થ ખર્ચમાં વધારો થશે, જેની અસર તમારા બજેટ પર પણ પડશે. યુવા વર્ગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિ સાથે વિચાર-વિમર્શ અવશ્ય કરવો. વ્યવસાય- વેપારમાં ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. આજે કોઈની સાથે ભાગીદારી સંબંધિત કામ ન કરો તો વધુ સારું રહેશે, કારણ કે નુકસાન થવાની સંભાવના બની રહી છે. જોખમભર્યા તથા ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો. લવ- પારિવારિક સભ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી ન થવા દો, કારણ કે તેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા પર પડશે. પ્રેમ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય- ઈન્ફેક્શન અને એલર્જી જેવી સમસ્યા વધી શકે છે. મહિલાઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 8 પોઝિટિવ- આજે ગ્રહ સ્થિતિઓ તમારા ભાગ્યને વધુ બળ આપી રહી છે. કોઈ વિચારેલું કાર્ય સમયસર પૂરું થવાથી તમે તમારી અંદર ગજબની ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવશો. સંતાનની કોઈ સિદ્ધિથી શાંતિ અને ખુશી અનુભવાશે. નેગેટિવ- કોઈની સાથે મનદુઃખ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ તમે તમારી સૂઝબૂઝ દ્વારા સંબંધોને બગડતા બચાવી શકો છો. ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી અંતર જાળવી રાખો, કારણ કે કોઈ પૂછપરછ થવા જેવી આશંકા બની રહી છે. વ્યવસાય- તમારી બિઝનેસ પક્ષકારો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવો. તમને શ્રેષ્ઠ કરારો મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. આ સમય પેમેન્ટ કલેક્ટ કરવા માટે ઉત્તમ છે. નોકરીમાં કોઈ પ્રોજેક્ટ પૂરો કરવામાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ લેવો ફાયદાકારક રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ રહેશે. પરિવારમાં સકારાત્મક ઊર્જા વ્યાપ્ત રહેશે. મિત્રો સાથે મેળાપ અને મુલાકાત પણ થશે. સ્વાસ્થ્ય- તમારું ધ્યાન ન રાખવાને કારણે સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી શકે છે. નિયમિત વ્યાયામ કરો અને યોગ્ય સારવાર પણ અવશ્ય લો. લકી કલર- બદામી લકી નંબર- 4
Read Original Article →