ક્યારે આવશે સારો સમય?:કઈ રાશિના જાતકો માટે સુવર્ણ સમય, ડો. પંકજ નાગર પાસેથી જાણો ગ્રહ દશા

Dharm Darshan4/26/2026, 3:36:45 AM
ક્યારે આવશે સારો સમય?:કઈ રાશિના જાતકો માટે સુવર્ણ સમય, ડો. પંકજ નાગર પાસેથી જાણો ગ્રહ દશા
જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહ સ્થિતિ આ એક એવી પરિસ્થિતિ છે કે જે જાતકનો ખરાબ અને સારો સમય લાવે છે અને તે સમયમાંથી મુક્ત પણ કરે છે. ગ્રહ સ્થિતિ અનુસાર જ્યોતિષશાસ્ત્રમાં સારો સમય ક્યારે આવે તેની અહીં એક વિશેષ છણાવટ કરવામાં આવી છે. અત્યારે હાલના ગોચર અનુસાર જે જાતકો ગુરુ નામના પવિત્ર ગ્રહથી કૃપા મેળવતા હોય તેવા જાતકો સારા સમયની અંદર છે તેવું કહી શકાય. અત્યારે ગુરુ મિથુન રાશિમાં ચાલી રહ્યો છે અને આ ૨ જુન ૨૦૨૬ સુધી રહેશે. આ ટૂંકો ને ટચ સમય મિથુન રાશિ ,તુલા રાશિ અને કુંભ રાશિના જાતકો માટે મહદ્અંશે સારું કહી શકાય. આ જ ગુરુ સાતમી દ્રષ્ટિથી ધન રાશિ ને જુએ છે એટલે ધન રાશિના જાતકો માટે પણ થોડો ઘણો સમય સારો કહી શકાય આવી અસંખ્ય બાબતો ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર અહીં આપેલા વીડિયોની અંદર તેની તલસ્પર્શી છણાવટ કરે છે આપ પણ જાણો કે આપનો સમય સારો છે કે ખરાબ અમારી શુભકામનાઓ. આ વીડિયોમાં અંગ્રેજી તારીખ અનુસાર કોનો સમય સારો છે તેની જાણકારી પણ આપી છે. drpanckaj@gmail.com
Read Original Article →