બંધ પડેલા PF એકાઉન્ટ્સ ટ્રેક કરવા માટે આવશે 'ઈ-પ્રાપ્તિ' પોર્ટલ:UAN નંબર વગર પણ પૈસા ઉપાડી શકાશે, માસિક પેન્શન ₹7500 થઈ શકે છે; સંસદીય સમિતિની મંજૂરી
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના લાખો સબસ્ક્રાઇબર્સ અને પેન્શનરો માટે બે મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ઓછી પેન્શનની ફરિયાદ કરી રહેલા લોકોની માંગ પર સરકાર હવે એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS-95) હેઠળ લઘુત્તમ પેન્શન વધારવા પર વિચાર કરી રહી છે. આ સાથે જ, EPFOએ તે લોકો માટે 'ઈ-પ્રાપ્તિ' નામનું એક નવું પોર્ટલ લાવવાની જાહેરાત કરી છે, જેમના જૂના PF એકાઉન્ટ્સ બંધ છે અથવા ઇન-એક્ટિવ પડ્યા છે. આ પોર્ટલની મદદથી UAN નંબર વગરના લોકો પણ પોતાના ફસાયેલા પૈસા કાઢી શકશે. માસિક પેન્શન ₹1000થી વધીને ₹7500 સુધી થઈ શકે છે વર્તમાનમાં EPS-95 સ્કીમ હેઠળ નિવૃત્તિ પછી સભ્યોને લઘુત્તમ ₹1000 પ્રતિ મહિનો પેન્શન મળે છે. પેન્શનર્સ એસોસિએશન અને લેબર યુનિયન્સનું કહેવું છે કે આજની મોંઘવારીના સમયમાં આ રકમ ખૂબ જ ઓછી છે. તેમની માંગ છે કે તેને વધારીને ઓછામાં ઓછા ₹7500 કરવામાં આવે. EPFO સૂત્રો અનુસાર, એક સંસદીય સમિતિએ પણ પેન્શન વધારવાની ભલામણ કરી છે. સરકાર આ અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે, જેનાથી લાખો વૃદ્ધોને આર્થિક સહાય મળશે. આધારથી શોધી શકાશે જૂના PF એકાઉન્ટ્સ, નવું પોર્ટલ આવશે પ્રોવિડન્ટ ફંડ સંબંધિત બીજી મોટી રાહત તે લોકો માટે છે, જેમની પાસે જૂના PF એકાઉન્ટ્સ તો છે, પરંતુ તેમનો રેકોર્ડ નથી. નવું પોર્ટલ 'ઈ-પ્રાપ્તિ' એટલે કે 'EPF આધાર બેઝ્ડ એક્સેસ પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇન-ઓપરેટિવ એકાઉન્ટ્સ' રજૂ કરવામાં આવશે. આ પોર્ટલ તે લોકોને મદદ કરશે જેમની પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) નથી અથવા જેમના એકાઉન્ટ જૂના સમયના 'ફિઝિકલ મોડ'માં હતા. તેમાં આધાર કાર્ડ દ્વારા ઓળખ સુરક્ષિત રીતે વેરિફાય કરવામાં આવશે. 31.8 લાખ એકાઉન્ટ્સ બંધ, 22% તો 20 વર્ષથી ઇન-ઓપરેટિવ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે EPFO પાસે હાલમાં કુલ 31.8 લાખ ઇન-ઓપરેટિવ એકાઉન્ટ્સ છે. ડેટા અનુસાર: નવું પોર્ટલ આ જૂના એકાઉન્ટ્સને ટ્રેક કરવામાં, તેમને હાલના UAN સાથે જોડવામાં અને બેલેન્સ એક્ટિવેટ કરવામાં મદદ કરશે. આનાથી હવે ઘરનો કોઈપણ સભ્ય પોતાના જૂના પૈસા સરળતાથી કાઢી શકશે. ₹1,000થી ઓછા બેલેન્સનું થશે 'ઓટો-સેટલમેન્ટ' EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે PF એકાઉન્ટ્સમાં ₹1000 કે તેથી ઓછી રકમ છે, તેમને હવે કોઈ લાંબી કાગળની કાર્યવાહીની જરૂર નહીં પડે. આવી નાની રકમોને 'ઓટો-સેટલમેન્ટ' દ્વારા સીધા ખાતાધારકના લિંક્ડ બેંક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે. ક્યારે 'ઇન-ઓપરેટિવ' માનવામાં આવે છે તમારું એકાઉન્ટ? નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થયો હોય અને તેના પીએફ ખાતામાં સતત 3 વર્ષ સુધી કોઈ પૈસા જમા થયા ન હોય, તો તેને 'ઇન-ઓપરેટિવ' (નિષ્ક્રિય) માની લેવામાં આવે છે. આ પછી તેના પર વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે. જોકે, જો ઉંમર 55 વર્ષથી ઓછી હોય અને કોઈ નવું યોગદાન (કન્ટ્રીબ્યુશન) ન આવી રહ્યું હોય, તો પણ 58 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તે બેલેન્સ પર વ્યાજ મળતું રહે છે.
Read Original Article →