UAEએ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક-ઓપેક પ્લસ છોડ્યું:ઈરાન યુદ્ધ વચ્ચે ઓઈલ બજારમાં અનિશ્ચિતતા વધી, ટ્રમ્પની મોટી રાજદ્વારી જીત

International4/28/2026, 4:46:18 PM
UAEએ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક-ઓપેક પ્લસ છોડ્યું:ઈરાન યુદ્ધ વચ્ચે ઓઈલ બજારમાં અનિશ્ચિતતા વધી, ટ્રમ્પની મોટી રાજદ્વારી જીત
યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એ મંગળવારે (28 એપ્રિલ) ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેક અને ઓપેક પ્લસથી અલગ થવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે. લાંબા સમયથી ઓપેકનો ભાગ રહેલા UAEના આ પગલાથી સાઉદી અરબના નેતૃત્વ હેઠળના આ જૂથની એકતા પર મોટી અસર પડી શકે છે. ઓપેક દેશો વચ્ચે તાલમેલનો અભાવ અને નારાજગી UAEનો આ નિર્ણય તેના પ્રાદેશિક સહયોગીઓ પ્રત્યેની નારાજગીનું પરિણામ માનવામાં આવે છે. UAEના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર અનવર ગરગાશે સોમવારે એક ફોરમમાં જણાવ્યું હતું કે ઈરાનના હુમલાઓ દરમિયાન આરબ અને ખાડી દેશોનું વલણ ખૂબ જ નબળું રહ્યું છે. ગરગાશના મતે, ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ (GCC) ના દેશોએ એકબીજાને લોજિસ્ટિક મદદ તો કરી, પરંતુ રાજકીય અને સૈન્ય સ્તરે તેમની ભૂમિકા સૌથી નબળી રહી છે. તેમણે કહ્યું કે આરબ લીગ પાસેથી તેમને આવી જ અપેક્ષા હતી, પરંતુ GCCના વલણે તેમને આશ્ચરયચકિત કર્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે મોટી રાજદ્વારી જીત UAEના આ નિર્ણયને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેકની ટીકા કરતા રહ્યા છે. તેમનો આરોપ છે કે આ સંગઠન જાણી જોઈને ઓઇલની કિંમતો વધારીને આખી દુનિયાને લૂંટી રહ્યું છે. ટ્રમ્પે ઘણી વાર ખાડી દેશોને આપવામાં આવતી અમેરિકી સૈન્ય સુરક્ષાને તેલની કિંમતો સાથે જોડી છે. તેમનું કહેવું છે કે અમેરિકા આ ​​દેશોનું રક્ષણ કરે છે, જ્યારે આ દેશો ઓઇલના ભાવ વધારીને અમેરિકાનું શોષણ કરે છે. હવે UAEના બહાર થવાથી ઓપેકની તાકાત ઓછી થશે, જેનાથી બજાર પર અમેરિકાનો કંટ્રોલ વધી શકે છે. ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ રૂટમાં તણાવની અસર ઈરાન યુદ્ધને કારણે ખાડી દેશો માટે ઓઇલની નિકાસ કરવી પહેલેથી જ મુશ્કેલ બની ગઈ છે. દુનિયાનું લગભગ 20% ક્રૂડ ઓઈલ અને લિક્વિડ નેચરલ ગેસ (LNG) ઓમાન અને ઈરાન વચ્ચે આવેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. ઈરાનની ધમકીઓ અને જહાજો પરના હુમલાઓને કારણે આ સપ્લાય ચેઇન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ અસ્થિરતા વચ્ચે UAEનું ઓપેકથી અલગ થવું તેલ બજારમાં વધુ અનિશ્ચિતતા પેદા કરી શકે છે. ઓપેક અને ઓપેક પ્લસ શું છે? ભારત અને વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે? જો ઓપેકના સભ્ય દેશો એકજૂટ ન રહે, તો ઓઇલના ઉત્પાદન પર તેમનો નિયંત્રણ નબળો પડી શકે છે. આવી સ્થિતિમાં, અલગ-અલગ દેશો પોતાની મરજીથી વધુ ઓઇલ બજારમાં ઉતારી શકે છે, જેનાથી કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના વધી જાય છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ ઓઇલ આયાત કરે છે, આવી સ્થિતિમાં, ઓઇલની કિંમતોમાં ઘટાડો કે સ્થિરતા ભારત માટે રાહતભર્યા સમાચાર હોઈ શકે છે. જોકે, ઈરાન યુદ્ધને કારણે સપ્લાયનો ખતરો હજુ પણ યથાવત છે.
Read Original Article →