ઝોમેટો બાદ આજથી સ્વિગી પરથી જમવાનું મંગાવવું મોંઘું થયું:7 મહિનામાં બીજી વાર પ્લેટફોર્મ ફી વધારી, 17% વધારો થતાં કરોડો યુઝર્સના ખિસ્સા પર અસર પડશે

Utility3/24/2026, 3:53:33 PM
ઝોમેટો બાદ આજથી સ્વિગી પરથી જમવાનું મંગાવવું મોંઘું થયું:7 મહિનામાં બીજી વાર પ્લેટફોર્મ ફી વધારી, 17% વધારો થતાં કરોડો યુઝર્સના ખિસ્સા પર અસર પડશે
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પછી હવે સ્વિગી પરથી પણ જમવાનું બનાવવું મોંઘું થઈ ગયું છે. કંપનીએ આજે 24 માર્ચથી દરેક ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 17%નો વધારો કર્યો છે. યુઝર્સને દરેક ઓર્ડર પર 14 રૂપિયાને બદલે હવે 17.58 (GST સહિત) એટલે કે ₹3.58 વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. આ વધારો ડિલિવરી ઓપરેશન્સનો ખર્ચ વધવાને કારણે કરવામાં આવ્યો છે. સ્વિગીએ 7 મહિનામાં બીજી વાર પ્લેટફોર્મ ફી વધારી એપ્રિલ 2023થી પ્લેટફોર્મ ફી લેવાની શરૂઆત થઈ હતી કંપનીએ 7 મહિનામાં બીજી વખત પ્લેટફોર્મ ફી વધારી છે. આ પહેલા ઓગસ્ટ-2025માં 17% એટલે કે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે પ્લેટફોર્મ ફી 12 રૂપિયાથી વધીને 14 રૂપિયા થઈ ગઈ હતી. સ્વિગીએ એપ્રિલ 2023માં સૌથી પહેલા પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી, જેથી કંપની પોતાના યુનિટ ઇકોનોમિક્સને સુધારી શકે. ત્યારથી કંપનીએ ધીમે ધીમે આ ફીમાં ઘણી વખત વધારો કર્યો છે. શરૂઆતમાં આ ફી માત્ર 2 રૂપિયા હતી. સ્વિગીની પ્લેટફોર્મ ફી ઝોમેટો બરાબર થઈ ઝોમેટોએ 20 માર્ચે જ પોતાની પ્લેટફોર્મ ફી 19% એટલે કે ₹2.40 વધારીને ₹14.90 (GST વગર) કરી દીધી હતી. ટેક્સ (GST) ઉમેર્યા પછી બંને કંપનીઓની અસરકારક પ્લેટફોર્મ ફી હવે લગભગ ₹17.58 બરાબર થઈ ગઈ છે. એટલે કે હવે તમારે બંને પ્લેટફોર્મ પરથી ભોજન મંગાવવા પર લગભગ સમાન વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. પ્લેટફોર્મ ફી શું હોય છે અને શા માટે વસૂલવામાં આવે છે? પ્લેટફોર્મ ફી તે નિશ્ચિત ચાર્જ છે, જે ફૂડ બિલ, રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ફી ઉપરાંત દરેક ઓર્ડર પર વસૂલવામાં આવે છે. કંપનીઓ તેને પોતાના ઓપરેટિંગ કોસ્ટ (સંચાલન ખર્ચ), ટેકનોલોજી મેન્ટેનન્સ અને કસ્ટમર સપોર્ટ જેવી સેવાઓને સુધારવા અને તેમના ખર્ચને આવરી લેવા માટે લે છે. તમારા ભોજનનું બિલ ₹200 હોય કે ₹2000 હોય, આ ફી દરેક ઓર્ડર પર એકસરખી જ રહે છે. કરોડો યુઝર્સના ખિસ્સા પર પડશે અસર દેશભરમાં કરોડો લોકો રોજ આ એપ્સ દ્વારા ભોજન ઓર્ડર કરે છે. ₹2 થી ₹3 નો આ નજીવો વધારો કંપનીઓ માટે કરોડો રૂપિયાની વધારાની આવક ઊભી કરે છે. જોકે, વારંવાર વધતી ફીના કારણે એ ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે, જેઓ નિયમિતપણે બહારથી ભોજન ઓર્ડર કરે છે. ઝોમેટો અને સ્વિગી બંને કંપનીઓ હવે તેમના નુકસાનને ઘટાડવા અને નફા તરફ આગળ વધવા માટે આવા ચાર્જિસ પર વધુ નિર્ભર બની રહી છે. ------------------ આ સમાચાર પણ વાંચો… ઓનલાઇન ફૂડ મોંઘું થયું!:ઝોમેટોએ પ્લેટફોર્મ ફી વધારી સ્વિગી જેટલી કરી; ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને નફો વધારવા ગ્રાહકો પર બોજ નાખ્યો ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ખાવાનું ઓર્ડર કરવું હવે મોંઘું થઈ ગયું છે. કંપનીએ શુક્રવારથી ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 19%નો વધારો કર્યો છે. યુઝર્સને દરેક ઓર્ડર પર ₹12.50ને બદલે હવે ₹14.90 એટલે કે ₹2.40 વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. GST ઉમેર્યા પછી આ રકમ વધુ વધશે. પ્લેટફોર્મ ફી એ દરેક ફૂડ ઓર્ડર પર લાગુ પડતો વધારાનો ચાર્જ છે. આ GST, રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ફીથી અલગ છે. નોંધનીય છે કે ઝોમેટો પ્લેટફોર્મ દરરોજ 20થી 25 લાખ ઓર્ડર ડિલિવર કરે છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →