ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું:બજારનું સ્ટ્રક્ચર હજુ પણ પોઝિટિવ છે, પરંતુ ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના
બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં શરૂઆતી મજબૂત બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો, દિવસ દરમિયાન નોંધપાત્ર વોલેટિલિટી સાથે બજારમાં દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું પરંતુ નીચલા લેવલ પર સતત ખરીદી આવતાં ઇન્ડેક્સે રિકવરી દર્શાવી. આ સમગ્ર મૂવમેન્ટ દર્શાવે છે કે બજારનું સ્ટ્રક્ચર હજુ પણ પોઝિટિવ છે, પરંતુ ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે. સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળા સાથે ઘણા એ ગ્રુપ, સ્મોલ અને મિડ કેપ શેરોમાં ફંડોની વ્યાપક ખરીદીએ આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો થયો હતો. ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના અંત મામલે બીજા તબક્કાની મંત્રણા નહીં થઈ બન્ને પક્ષો હોર્મુઝ મામલે જીદ પર ઉતરી આવતાં અને ઈરાને હવે રશિયાના સહકાર તરફ આગળ વધતાં ફરી યુદ્વના જોખમે આજે એક તરફ ક્રુડ ઓઈલના ભાવમાં વધારા પાછળ વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી અલબત ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની અને ન્યુક્લિયર મામલે વાટાઘાટ હાલ તુરત નહીં કરવાની ઓફર કર્યાના અહેવાલોએ મંદીના વેપારમાં ખેલાડીઓ, ફંડો સાવચેત રહ્યા હતા. સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અમેરિકામાં ફાર્મા જાયન્ટ ઓર્ગેનોનનું 11.75 અબજ ડોલરમાં એક્વિઝિશન જાહેર કરતાં સ્થાનિક ફંડોએ હેલ્થકેર શેરોની આગેવાનીમાં આક્રમક તેજી કરી હતી ફાર્મા શેરો સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. બીએસઇ સેન્સેક્સ મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76886 સામે 77245 પોઈન્ટના મથાળેથી ખુલીને 77136 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો. સરેરાશ 846 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 609 પોઈન્ટના ઉછાળા સાથે 77496 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર : ડેરીવેટીવ સેગમેન્ટમાં નિફ્ટી ફ્યુચરે શોર્ટ કવરિંગ સાથે 24450 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવ્યા બાદ દિવસ દરમિયાન સરેરાશ 100 થી 140 પોઈન્ટની રેન્જમાં વોલેટિલિટી સાથે કેટલાક સેગમેન્ટમાં સિલેક્ટિવ પ્રોફિટ બુકિંગને કારણે સંપૂર્ણ બ્રોડ-બેઝ્ડ તેજી જોવા મળી નથી. નિફ્ટી ફ્યુચર મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24069 સામે 24129 પોઈન્ટના મથાળેથી ખુલીને 24125 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 325 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 163 પોઈન્ટના ઉછાળા સાથે 24232 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! વૈશ્વિક પરિબળો : વૈશ્વિક બજારોમાં મિક્સ્ડ પરંતુ સ્થિર સંકેતો જોવા મળ્યા, જે ભારતીય બજાર માટે સપોર્ટિવ રહ્યા. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત વોલેટિલિટી અને જીઓપોલિટિકલ તણાવમાં થોડી શાંતિએ Risk-On સેન્ટિમેન્ટને સપોર્ટ આપ્યો જો કે યુએસ માર્કેટ્સમાં સ્ટેબિલિટી ભારતીય બજાર માટે પોઝિટિવ રહી. જીઓપોલિટિકલ તણાવમાં મર્યાદિત રાહત જોવા મળી છે, જે વૈશ્વિક સેન્ટિમેન્ટ માટે થોડું સહાયક બની છે, છતાં સંપૂર્ણ સ્થિરતા હજુ આવી નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં નિયંત્રિત વોલેટિલિટી બજાર માટે રાહતરૂપ રહી છે, કારણ કે ઊર્જા ખર્ચ પર નિયંત્રણ રહે છે. યુએસ અને યુરોપિયન બજારોમાં સ્થિર ટ્રેન્ડ જોવા મળતા ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં વિશ્વાસ વધ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં મર્યાદિત હલચલના કારણે કરન્સી માર્કેટમાં મોટું દબાણ જોવા મળ્યું નથી. આ તમામ પરિબળોએ ગ્લોબલ માર્કેટમાં સ્ટેબિલિટી લાવી, જે ઇક્વિટી માટે અનુકૂળ રહી. સ્થાનિક પરિબળો : ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત બેઝ સપોર્ટ તરીકે કામ કરી રહી છે, જે ઘટાડાને કંટ્રોલમાં રાખે છે. ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ અને સકારાત્મક કોર્પોરેટ પરિણામો રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવે છે. રૂપિયામાં સ્થિરતા અને મોંઘવારી પર નિયંત્રણ બજાર માટે પોઝિટિવ પરિબળ બની રહ્યા છે. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી, જે ઇન્ડેક્સને આગળ ધપાવનાર મુખ્ય ડ્રાઈવર રહ્યા. આઈટી સેક્ટરમાં મિક્સ્ડ ટ્રેન્ડ રહ્યો, જેમાં કેટલાક સ્ટોક્સમાં રિકવરી જોવા મળી. ઓટોમોબાઈલ સેક્ટરમાં મર્યાદિત પરંતુ સ્થિર તેજી જોવા મળી, જે માંગમાં સુધારાને દર્શાવે છે. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં સતત વેલ્યુ બાયિંગ રોકાણકારોની લાંબા ગાળાની આશાને દર્શાવે છે. એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં ડિફેન્સિવ ખરીદી જોવા મળી, જે અનિશ્ચિત સમયમાં સુરક્ષા આપે છે. તેજી તરફી પરિબળો : ડીઆઈઆઈ દ્વારા સતત અને મજબૂત ખરીદી બજારને તળિયે સપોર્ટ આપે છે. ટેકનિકલ સપોર્ટ લેવલ નજીક ખરીદી જોવા મળતા બજાર તૂટતું નથી અને રિકવરી કરે છે. વૈશ્વિક બજારોમાં સ્થિરતા રોકાણકારોને કોન્ફિડન્સ આપે છે. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાથી રોકાણકારો બજારમાં ટકી રહ્યા છે. ફ્યુચર્સ માર્કેટમાં બીલ્ડઉપ તેજી માટે સંકેત આપે છે. મંદી તરફી જોખમો : એફઆઈઆઈ દ્વારા ઇન્ટ્રાડે પ્રોફિટ બુકિંગ બજારમાં ઉપરના લેવલ પર દબાણ બનાવે છે. વોલેટિલિટી અને અનિશ્ચિતતા રોકાણકારોને સાવચેત રાખે છે. ક્રૂડ ઓઈલમાં હલચલ મોંઘવારી અંગે ચિંતા વધારતી હોય છે. ટેકનિકલ રેઝિસ્ટન્સ નજીક વેચવાલી બજારને આગળ વધતા અટકાવે છે. એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ : ડીઆઈઆઈ દ્વારા મજબૂત ખરીદી બજારને તળિયે સપોર્ટ આપે છે અને ઘટાડાને મર્યાદિત રાખે છે. એફઆઈઆઈ દ્વારા મિક્સ્ડ પ્રવૃત્તિ જોવા મળી, જેમાં ઇન્ટ્રાડે વેચવાલી અને પ્રોફિટ બુકિંગ બજારમાં દબાણ ઊભું કરે છે. કોમોડિટી મૂવમેન્ટ : સ્થિરતા સાથે ક્રૂડ ઓઈલમાં મર્યાદિત વોલેટિલિટી બજાર માટે ન્યુટ્રલથી પોઝિટિવ રહી છે. મેટલ્સમાં સિલેક્ટિવ મજબૂતી જોવા મળી, જે ઇન્ડસ્ટ્રીયલ માંગને દર્શાવે છે. કુલ મળીને કોમોડિટી માર્કેટ સ્ટેબલ રહ્યો. સોનું : સોનાના ભાવમાં મર્યાદિત ઘટાડો નોંધાયો, કારણ કે રિસ્ક ઓન સેન્ટિમેન્ટમાં રોકાણકારો ઇક્વિટી તરફ વળ્યા. સેફહેવન તરીકે ગોલ્ડમાં માંગ થોડા સમય માટે ઘટી છે. ચાંદી : ચાંદીના ભાવમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં ઇન્ડસ્ટ્રીયલ માંગ સપોર્ટ આપે છે પરંતુ વોલેટિલિટી અસર કરે છે. તા. 01.05.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 30.04.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24136 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24474 પોઈન્ટના પ્રથમ અને 23606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24008 પોઈન્ટ થી 23880 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ લ્યુપીન લીમીટેડ ( 2311 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 2288 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 2273 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 2338 થી રૂ. 2360 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ભારત ફોર્જે ( 1899 ) :- રૂ. 1873 નો પ્રથમ તેમજ રૂ. 1860 બીજા સપોર્ટથી ઓટો કોમ્પોનેન્ટ્સ ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1913 થી રૂ. 1930 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ઈન્ડસ ટાવર્સ ( 409 ) :- A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 388 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 376 ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 418 થી રૂ. 424 નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ. 430 ઉપર તેજી તરફી ધ્યાન...!!! મોઈલ લિ. ( 313 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. 303 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ. 290 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 324 થી રૂ. 330 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ ( 215 ) :- રૂ. 202 નો પ્રથમ તેમજ રૂ. 193 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ. 228 થી રૂ. 234 સુધીના ભાવ સપાટીસ્પર્શી શકે તેવી શક્યતા....!!! ભાવિ દિશા : ઈરાન પર દબાણ વધારી રહેલા ટ્રમ્પ શાસનના વ્યુહને જોતાં અને પાકિસ્તાનના બન્ને પક્ષોને યુદ્વના અંત માટે ફરી મંત્રણા માટે રાજી કરવાના પ્રયાસ અને ઈરાનના પ્રતિનિધિ મંડળ દ્વારા સંભવિત આ માટેની તૈયારીની સંજોગોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટેની કોઈ ડિલ થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે વિશ્વ વેપારનું જોખમ હળવું થવાની સ્થિતિમાં આગામી સપ્તાહમાં બજાર રિબાઉન્ડ થઈ શકે છે અન્યથા બજારની સ્થિતિ હજુ આગામી અઠવાડિયે હજુ પણ ડામાડોળ રહી શકે છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ પાછલા સપ્તાહમાં શેરોમાં ખરીદદાર બન્યા બાદ ફરી સપ્તાહના અંતે મોટાપાયે વેચવાલ બનતાં બજારમાં મોટી ખાનાખરાબી જોવાઈ છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી જોવાઈ છે, પરંતુ આ ખરીદી ધીમી પડી રહ્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. બજારના સુધારા માટે એફપીઆઈ-એફઆઈઆઈઝની વેચવાલી અટકવી અને ફરી ખરીદી થવી આવશ્યક છે. ઈરાન અને અમેરિકા વચ્ચે આજકાલમાં કોઈ ડિલ થઈ જવાના સંજોગોમાં આવનારા સપ્તાહમાં બજાર ગેપઅપ ખુલી શકે છે.
Read Original Article →