સેન્સેક્સ 1186 પોઈન્ટ વધીને 73,134 પર બંધ:નિફ્ટીમાં 348 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ, મીડિયા અને મેટલ શેરોમાં વધુ ખરીદી
શેરબજારમાં આજે એટલે કે 1 એપ્રિલે તેજી જોવા મળી. સેન્સેક્સ 1,187 પોઈન્ટ (1.65%)ના ઉછાળા સાથે 73,134 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 348 પોઈન્ટ (1.56%)નો વધારો થયો, તે 22,679ના સ્તરે પહોંચી ગયો. આજે બેન્કિંગ, મીડિયા અને મેટલ શેર્સમાં વધુ ખરીદી જોવા મળી. બજારમાં તેજીના 2 મુખ્ય કારણો એશિયન બજારમાં પણ તેજી અમેરિકી બજારમાં 31 માર્ચે સ્થિતિ 30 માર્ચે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા 30 માર્ચે સેન્સેક્સ લગભગ 1636 પોઈન્ટ (2.22%) ના ઘટાડા સાથે 71,948 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 488 પોઈન્ટ (2.14%) નો ઘટાડો જોવા મળ્યો હતો, તે 22,331 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગઈકાલે એટલે કે 31 માર્ચે મહાવીર જયંતિની રજાના કારણે શેરબજાર બંધ હતું.
Read Original Article →