ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી:લાર્જકેપ સ્ટોક્સ સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ વ્યાપક ખરીદી
આજે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં શરૂઆતી મિશ્ર સંકેતો બાદ બીજા સેશનથી દિવસ દરમિયાન ખરીદદારો સક્રિય બનતા ઈન્ડેક્સમાં સતત ઊંચા સ્તરોને સપાટીને સ્પર્શી મજબૂત બુલિશ મૂવમેન્ટ જોવા મળી હતી. સ્થાનિક સ્તરે લાર્જકેપ સ્ટોક્સ સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ વ્યાપક ખરીદી દ્વારા બજારની અંદરની મજબૂતી સ્પષ્ટ રહી છે. આ મૂવમેન્ટ માત્ર ટેકનિકલ રિકવરી નહીં પરંતુ સેન્ટિમેન્ટ આધારિત મજબૂત તેજી દર્શાવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છાશવારે રંગ બદલતા હોઈ તેમના પર પૂરા વિશ્વને વિશ્વાસ નહીં હોઈ અને હવે ઈરાને પણ પ્રથમ મંત્રણાના દોર બાદ ટ્રમ્પ-અમેરિકાના હોર્મુઝ સ્ટ્રેટને ઈરાનના બંદરો પરથી વહન થતાં વાહનો માટે બ્લોક કરતાં અને કાર્ગો શીપને જપ્ત કરતાં ઈરાને મંત્રણાના બીજા દોરમાં જોડાવાનો ઈન્કાર કરી દેતાં મામલો ફરી બિચક્યો છે ત્યારે આ બદલાયેલી પરિસ્થિતિએ વૈશ્વિક બજારોમાં આજે ફરી ગૂંગળામણ અનુભવાઈ હતી. ઈરાને પણ તેના કાર્ગો શીપને અમેરિકા દ્વારા જપ્ત કરાયા સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવાનો પડકાર આપતાં ફરી હોર્મુઝ માર્ગે ક્રુડ ઓઈલ, એલપીજી સહિતનું વહન અવરોધાવાના સંકેતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ફરી 5 થી 6% વધી આવતાં વૈશ્વિક શેર બજારોમાં નરમાઈ જોવાઈ હતી. યુદ્વ અને યુદ્વ વિરામના નામે વિશ્વના શેરબજારો અને ક્રૂડ-કોમોડિટી બજારોમાં પણ અમુક વર્ગનો થઈ રહેલો ખેલો-ઉથલો પણ હવે વિશ્વને અચંબામાં મૂકી રહ્યો છે. ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવાના એનાઉસમેન્ટ પૂર્વે ક્રૂડ ઓઈલમાં કહેવાતાં થયેલા મંદીના મોટા વેપાર અને બીજી તરફ શેર બજારોમાં આગોતરો તેજીનો વેપાર ગોઠવીને થઈ રહેલા તોફાને રોકાણકારોને સતત અસમંજસમાં મૂકવાનું ચાલુ રાખ્યું છે. યુદ્વથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિથી કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ અણધાર્યા પડકારોનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઘણા ઉદ્યોગો માટે કાચામાલના પુરવઠાની ખેંચને કારણે અને ભાવો વધવાના કારણે બિઝનેસ વૃદ્વિ સાથે માર્જિન પર અસર દેખાવા લાગી છે. અલબત યુદ્વની પરિસ્થિતિ હળવી થવાની સાથે આગામી દિવસોમાં સ્થિતિ પૂર્વવત થવાની અપેક્ષા અને કંપનીઓની કામગીરીમાં સુધારાની અપેક્ષાએ ભારતીય શેરબજારોમાં પાછલા દોઢ મહિના પૂર્વે ઓવરવેલ્યુ ગણાતી ઘણી કંપનીઓના શેરો હવે આકર્ષક વેલ્યુએશને મળતાં થતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નીચા ભાવે મોટી ખરીદી કરવાની તક ઝડપવા માંડી છે. સેન્સેક્સ :- સેન્સેક્સમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો, જેમાં બેન્કિંગ, ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇન્ડેક્સ દિવસ દરમિયાન હાઈર ટોપ-હાઈર બોટમ સ્ટ્રક્ચર સાથે ટ્રેડ થયો, જે સ્પષ્ટ બુલિશ ટ્રેન્ડ દર્શાવે છે. નિફ્ટી ફ્યુચર મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 22426 સામે 22850 પોઈન્ટના મથાળેથી ખુલીને 22732 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો. સરેરાશ 303 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 403 પોઈન્ટના ઉછાળા સાથે 22830 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ. તાજેતરના ઘટાડા બાદ સ્ટોક્સ આકર્ષક લેવલ પર આવ્યા હતા અને તે સમયે ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી દ્વારા સ્થાનિક લિક્વિડિટી બજાર માટે મજબૂત સપોર્ટ બની રહી હતી આ ઉપરાંત ડેરિવેટિવ માર્કેટમાં શોર્ટ પોઝિશન્સ કવર થતા ઝડપી ઉછાળો આવ્યો. સ્થાનિક પરિબળો :- ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે, જે બજાર માટે પોઝિટિવ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો અને એસઆઈપી રોકાણ બજારને સપોર્ટ આપે છે. બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ અને એસેટ ક્વોલિટી સુધારો રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેક્સ પર ધ્યાન પણ બજાર માટે સકારાત્મક છે. વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં મિશ્ર પરંતુ સ્થિર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અમેરિકી બજારોમાં શરૂઆતમાં નબળાઈ બાદ સ્થિરતા જોવા મળતાં ભારતીય બજારમાં સેન્ટિમેન્ટ સુધર્યો. એશિયન બજારોમાં પણ મર્યાદિત વોલેટિલિટી સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું. મધ્ય પૂર્વમાં જીઓ-પોલિટિકલ તણાવ યથાવત છે, પરંતુ તાત્કાલિક કોઈ મોટી એસ્કેલેશન ન થતાં બજારમાં ભય ઓછો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત સ્થિરતા મોંઘવારીના ભયને થોડી રાહત આપે છે. અમેરિકન ફેડની વ્યાજદર નીતિ અંગે રોકાણકારો સાવચેતીપૂર્વક નજર રાખી રહ્યા છે. ચીન તરફથી અર્થતંત્રને સપોર્ટ કરવા માટેના પગલાં વૈશ્વિક માગમાં સુધારો લાવી શકે છે. સેક્ટર તરફી માહોલ :- આજે બેન્કિંગ સેક્ટર માર્કેટનું લીડર રહ્યું હતું અને ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી. આઈટી અને ફાર્મા સેક્ટર સ્થિરથી પોઝિટિવ રહ્યાં હતાં, મેટલ સેક્ટરમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો. એફએમસીજી ડિફેન્સિવ રીતે સ્થિર રહ્યા. ઓવરઓલ બેન્કિંગ, ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મિડકેપ સ્ટોક્સમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. મંદી તરફી કારણો :- એફઆઈઆઈ દ્વારા મર્યાદિત વેચવાલી. જીઓ-પોલિટિકલ અનિશ્ચિતતા. ક્રૂડ ઓઈલના ભાવમાં વોલેટિલિટી. ઉંચા વેલ્યુએશનને કારણે પ્રોફિટ બુકિંગનું જોખમ વગેરે પરિબળો ટ્રેડર્સ અને રોકાણકારોએ ખાસ ધ્યાને લેવા. એફઆઈઆઈ / ડીઆઈઆઈ :- ડીઆઈઆઈ સતત નેટ બાયર્સ તરીકે સક્રિય રહ્યા હતા, જ્યારે એફઆઈઆઈ મિશ્ર વલણ સાથે જોવા મળ્યા. સ્થાનિક લિક્વિડિટી બજારને મજબૂત આધાર આપે છે. 20.04.2026 એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ 1059.93 વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.2966.89 ખરીદી જોવા મળી હતી. કોમોડિટી મૂવમેન્ટ :- ક્રૂડ ઓઈલમાં મર્યાદિત તેજી સાથે સ્થિરતા જોવા મળી. બેઝ મેટલ્સમાં સુધારો નોંધાયો. કોમોડિટી માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહી છે. ગોલ્ડ :- ગોલ્ડમાં શરૂઆતમાં નબળાઈ બાદ સ્થિરતા જોવા મળી હતી, કારણ કે ડોલર મજબૂત રહેતા પ્રેશર જોવા મળ્યું હતું. સિલ્વર :- સિલ્વરમાં વધુ વોલેટિલિટી જોવા મળી હતી, જેમાં ઘટાડા બાદ ટેકનિકલ રિકવરી નોંધાઈ હતી. તા.22.04.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા.21.04.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24585 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24373 પોઈન્ટના પ્રથમ અને 24303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24606 પોઈન્ટ થી 24676 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24707 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ - ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1806 ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1787 નો પ્રથમ તેમજ રૂ.1770 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1824 થી રૂ.1830 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. રૂ.1838 ઉપર તેજી તરફી ધ્યાન. ટેક મહિન્દ્રા ( 1503 ) :- A / T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1484 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1476 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1517 થી રૂ.1525 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. વોલ્ટાસ લીમીટેડ ( 1455 ) :- રૂ.1437 નો પ્રથમ તેમજ રૂ.1430 ના બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1467 થી રૂ.1474 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે.
Read Original Article →