પ્રથમ વખત AIથી બનેલી ₹17,000 કરોડની કંપની:માત્ર બે ભાઈઓ કામ સંભાળે છે; સેમ ઓલ્ટમેનની 1 બિલિયન ડોલરની ભવિષ્યવાણી સાચી પડી
લૉસ એન્જલસમાં રહેતા 41 વર્ષીય મેથ્યુ ગેલાઘરે AIની મદદથી ₹17 હજાર કરોડની કંપની બનાવી દીધી. કંપનીનું નામ મેડલી છે જેને બનાવવામાં માત્ર બે મહિના અને 18 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. મેડવી એક ટેલિહેલ્થ સ્ટાર્ટઅપ છે જે વજન ઘટાડતી દવાઓનું ઓનલાઈન વેચાણ અને સલાહ આપે છે. આ એટલા માટે ચર્ચામાં છે કારણ કે આ કંપનીની વાર્ષિક આવક લગભગ ₹17 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ કંપનીમાં માત્ર બે કર્મચારીઓ છે. મેથ્યુ ગેલાઘર અને તેમના ભાઈ ઇલિયટ. કોડ, કન્ટેન્ટ, ઇમેજ બધા કામ AI દ્વારા કરાવ્યા મેથ્યુએ સોફ્ટવેરનો કોડ, વેબસાઇટનું કન્ટેન્ટ, જાહેરાત માટેની ઇમેજ અને વીડિયો પણ AI દ્વારા બનાવ્યા. એટલું જ નહીં, કસ્ટમર સર્વિસ માટે AI બોટ્સ પણ તૈનાત કર્યા. દવાઓની ડિલિવરી માટે બીજી પ્લેટફોર્મ્સ સાથે પાર્ટનરશિપ દવાઓની ડિલિવરી અને ડોકટરોનું કામ જોવા માટે મેથ્યુએ 'કેર વેલિડેટ' અને 'ઓપનલૂપ' જેવા પ્લેટફોર્મ્સ સાથે પાર્ટનરશિપ કરી છે. આ કંપનીઓ ડોકટરોનું નેટવર્ક, દવાઓ અને શિપિંગ સંભાળે છે. મેડવી મુખ્યત્વે AI દ્વારા માર્કેટિંગ અને કસ્ટમર એક્વિઝિશનનું કામ કરે છે. પહેલા વર્ષે આશરે 3,700 કરોડ રૂપિયાનું વેચાણ સપ્ટેમ્બર 2024માં શરૂ થયેલી આ કંપનીને પહેલા મહિને 300 અને બીજા મહિને 1,000 નવા ગ્રાહકો મળ્યા. પહેલા આખા વર્ષમાં કંપનીએ આશરે 3,700 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું. ભ્રામક જાહેરાતો માટે FDAની ચેતવણી મળી અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કંપનીને ભ્રામક જાહેરાતો માટે ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, કેલિફોર્નિયામાં કંપની પર એન્ટી-સ્પામ કાયદાના ઉલ્લંઘનનો કેસ પણ નોંધાયો છે. શરૂઆતમાં કંપનીના AI ચેટબોટ્સે ખોટી કિંમતો જણાવવા જેવી ભૂલો પણ કરી હતી. ભવિષ્યમાં પણ કર્મચારીઓની ભરતી કરવાની કોઈ પ્લાન નથી મેથ્યુનું કહેવું છે કે તેઓ વધુ લોકોને ભરતી કરવા માંગતા નથી કારણ કે તેનાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે અને ખર્ચ વધે છે. જોકે, તેમણે મજાકમાં કહ્યું કે તેઓ ક્યારેક એકલતા અનુભવે છે, તેથી કદાચ ભવિષ્યમાં 'સાથ' માટે કોઈને રાખશે. 60 કર્મચારીઓવાળી કંપની ખોટમાં હતી, 2 કર્મચારીઓવાળી નફામાં મેથ્યુનો આ પહેલો બિઝનેસ નથી. 2016માં તેમણે 'વોચ ગેંગ' નામની કંપની શરૂ કરી હતી, જેમાં 60 કર્મચારીઓ હતા. રેવન્યુ વધવા છતાં તે કંપની ક્યારેય નફામાં આવી શકી નહીં. તેનાથી વિપરીત, AIની મદદથી માત્ર બે લોકો દ્વારા ચલાવવામાં આવી રહેલી 'મેડલી' આજે કરોડોના નફામાં છે. સેમ ઓલ્ટમેનની ભવિષ્યવાણી સાચી પડી ઓપનએઆઈના CEO સેમ ઓલ્ટમેને 2024માં ભવિષ્યવાણી કરી હતી કે જલ્દી જ એવી કંપનીઓ આવશે જે માત્ર એક વ્યક્તિ ચલાવશે અને તેમની વેલ્યુ 1 અબજ ડોલર હશે. મેથ્યુની સફળતા પર ઓલ્ટમેને કહ્યું કે તેઓ તે વ્યક્તિને મળવા માંગશે જેણે તેમની ભવિષ્યવાણીને સાચી કરી બતાવી. નોલેજ પાર્ટ AI એજન્ટ્સ શું છે? આ એવા પ્રોગ્રામ્સ હોય છે જે કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના જાતે જ કામ પૂરા કરી શકે છે. જેમ કે - ઈમેલનો જવાબ આપવો, ડેટાનું વિશ્લેષણ કરવું અથવા ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ કરવું. શું તમે પણ આવી કંપની બનાવી શકો છો? એક્સપર્ટનું માનવું છે કે 'સોલોપ્રેન્યોર' માટે 3 સ્કિલ જરૂરી છે:
Read Original Article →