ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બજારમાં કોઈ ખાસ રિકવરી નહીં:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં મંદીનો માહોલ યથાવત્

Business4/9/2026, 6:53:34 PM
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બજારમાં કોઈ ખાસ રિકવરી નહીં:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં મંદીનો માહોલ યથાવત્
ભારતીય શેરબજારમાં ગુરુવારે સવારથી જ ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગઈકાલના તોફાની ઉછાળા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉભી થયેલી નવી સુરક્ષા ચિંતાઓ અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરીને કારણે બજારમાં આ કડાકો બોલાયો છે. ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ભારે મંદીનો માહોલ રહ્યો હતો, જેમાં મુખ્ય સૂચકાંકો ગેપ-ડાઉન સાથે ખુલ્યા બાદ આખો દિવસ દબાણ હેઠળ રહ્યા હતા. બજારમાં કોઈ ખાસ રિકવરી જોવા મળી નહોતી અને અંતે સૂચકાંકો દિવસના નીચલા સ્તર નજીક બંધ થયા હતા.લાર્જકેપ સ્ટોક્સમાં બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં પણ વ્યાપક ઘટાડો નોંધાતા સેન્ટિમેન્ટ નબળું જણાયું હતું. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 77562 સામે 77319 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 76347 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ 1042 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 931 પોઈન્ટના ઘટાડા સાથે 76631 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24057 સામે 23960 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 23750 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ 721 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 193 પોઈન્ટના ઘટાડા સાથે 23864 પોઈન્ટ બંધ થયેલ. વિશ્વ સમાચાર અને વૈશ્વિક પરિબળો : વૈશ્વિક સ્તરે વધતા તણાવ, ખાસ કરીને મધ્ય પૂર્વમાં અસ્થિરતા અને ઊર્જા સપ્લાય અંગેની ચિંતા બજાર માટે મોટો નેગેટિવ પરિબળ બની છે. ડોનાલ્ડ ટ્રમ્પ સંબંધિત નિવેદનો અને વૈશ્વિક રાજકીય અનિશ્ચિતતા રોકાણકારોને સાવચેત રાખે છે.મોંઘવારી વધવાની ભીતિ અને વ્યાજદર અંગેની અનિશ્ચિતતા વૈશ્વિક બજારોને દબાવે છે. બજારમાં કડાકાના મુખ્ય કારણો : 1. વૈશ્વિક નબળાઈ: અમેરિકન બજારોમાં Dow Jones Industrial Average અને Nasdaq Composite માં ઘટાડો નોંધાતા તેની સીધી અસર થઈ છે. 2. પ્રોફિટ બુકિંગ: ગઈકાલે બજારમાં આવેલી મોટી તેજી બાદ રોકાણકારોએ નફો વસૂલવાનું મુનાસિબ માન્યું છે. 3. હોર્મુઝમાં નવો ખતરો: ઈરાને હોર્મુઝ માર્ગમાં 'દરિયાઈ સુરંગો'ના જોખમને કારણે રૂટ બદલતા વૈશ્વિક સપ્લાય ચેઈન પર ફરી જોખમ ઉભું થયું છે. 4. ટ્રમ્પનું નિવેદન: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નાટોની કરવામાં આવેલી ટીકાને કારણે અનિશ્ચિતતા વધી છે. 5. ઈઝરાયલના હુમલા: સીઝફાયરના અહેવાલો વચ્ચે પણ લેબેનોન પર થયેલા હવાઈ હુમલાએ ચિંતા વધારી છે. કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી નોંધાઈ હતી. ગોલ્ડમાં સલામત રોકાણ તરીકે માંગ વધતા મર્યાદિત તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર વોલેટિલિટી નોંધાઈ હતી. સિલ્વરમાં પણ ઇન્ડસ્ટ્રીયલ માંગ અને ડોલર મૂવમેન્ટના કારણે ઉથલ-પાથલ રહી હતી. ભાવિ દિશા : આગામી દિવસોમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. એફઆઈઆઈની ગતિવિધિ અને ક્રૂડ ઓઈલના ભાવ મુખ્ય ટ્રિગર રહેશે. રોકાણકારોએ હાલના સમયમાં સંયમ રાખીને “વેઇટ એન્ડ વોચ” અભિગમ અપનાવવો જરૂરી છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 09.04.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23864 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઈન્ટના પ્રથમ અને 24088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23808 પોઈન્ટ થી 23737 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23676 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ઓબેરોઈ રિયલ્ટી ( 1864 ) :- રૂ.1594 નો પ્રથમ તેમજ રૂ.1580 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1644 થી રૂ.1650 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1658 ઉપર તેજી તરફી ધ્યાન...!! જીન્દાલ સ્ટીલ ( 1206 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1187 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1178 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1217 થી રૂ.1223 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1065 ) :- રૂ.1033 નો પ્રથમ તેમજ રૂ.1018 ના બીજા સપોર્ટથી રૂ.1078 થી રૂ.1085 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( 1046 ) :- ટ્રેડીંગલક્ષી રૂ.1058 થી રૂ.1064 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1014 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! અદાણી ગ્રીન ( 1044 ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.1003 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1057 થી રૂ.1065 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
Read Original Article →