કાર્ટિયર ઘડિયાળોથી 300% સુધીનો નફો, રોલેક્સ પછડાઈ:રોકાણમાં હવે માત્ર શેર કે સોનું જ નફાની ગેરંટી નથી; લક્ઝરી ઘડિયાળો પણ એસેટ ક્લાસ

Business4/3/2026, 7:18:31 AM
કાર્ટિયર ઘડિયાળોથી 300% સુધીનો નફો, રોલેક્સ પછડાઈ:રોકાણમાં હવે માત્ર શેર કે સોનું જ નફાની ગેરંટી નથી; લક્ઝરી ઘડિયાળો પણ એસેટ ક્લાસ
શું તમારી કાંડા પર બાંધેલી ઘડિયાળ તમારી બેંક FD, શેર કે રિયલ એસ્ટેટ કરતાં વધુ સારું વળતર આપી શકે છે? લક્ઝરી ઘડિયાળ બજારના તાજેતરના આંકડા કંઈક આ જ તરફ ઈશારો કરી રહ્યા છે. ઓનલાઈન ઘડિયાળ માર્કેટપ્લેસ ‘ક્રોનો24’ના રિપોર્ટમાંથી એક રસપ્રદ ટ્રેન્ડ સામે આવ્યો છે. તે ટ્રેન્ડ એ છે કે મોંઘા અને હાઈ-એન્ડ ઘડિયાળ મોડેલ રોલેક્સ, પાટેક ફિલિપની સરખામણીમાં કાર્ટિયર જેવી મિડ રેન્જની લક્ઝરી બ્રાન્ડ્સે વધુ સારો નફો આપ્યો. રિપોર્ટ અનુસાર વર્ષ 2018 થી લઈને 2026 દરમિયાન પેરિસ સ્થિત જ્વેલર કંપની કાર્ટિયરની ‘ટેન્ક વર્મીલ’ ઘડિયાળની કિંમતમાં લગભગ 300%નો વધારો જોવા મળ્યો. રસપ્રદ વાત એ છે કે સૌથી વધુ નફો આપતી ટોપ-20 ઘડિયાળોની યાદીમાં રોલેક્સનું કોઈ પણ મોડેલ સ્થાન બનાવી શક્યું નહીં. રોલેક્સની સૌથી વધુ વેચાતી ડેટજસ્ટ 41ની કિંમત વર્ષ 2018થી અત્યાર સુધીમાં માત્ર 59 ટકા જ વધી છે. આ યાદીમાં કાર્ટિયરના 10, ઓમેગાના 5 અને જેગર-લેકોલ્ટ્રેના 2 મોડલ છે. આ રિપોર્ટ અનુસાર, જે ઘડિયાળોની કિંમત લાંબા ગાળા (2018-2026)માં વધી, તે 2022 પછી બજારમાં આવેલી મંદી છતાં મજબૂત રહી અને તેમની કિંમતમાં સતત વધારો થતો રહ્યો. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે રોલેક્સના મોડલ 2018 સુધીમાં પહેલેથી જ તેમની ટોચની કિંમત પર હતા. કોવિડ મહામારી દરમિયાન કિંમતોમાં જે ઉછાળો આવ્યો હતો, ત્યારબાદ હવે બજાર સ્થિર થઈ રહ્યું છે. જ્યારે, કાર્ટિયર જેવી ઘડિયાળો, જે થોડા વર્ષો પહેલા સુધી ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ હતી, તે હવે આઇકોનિક ડિઝાઇનને કારણે કલેક્ટર્સની પ્રથમ પસંદ બની ગઈ છે. મિડ-રેન્જ ઘડિયાળોની કિંમતોમાં વધારાનું કારણ 'લો બેઝ ઇફેક્ટ' અને 'ઓર્ગેનિક ડિમાન્ડ' છે. એટલે કે, કેટલાક વર્ષો પહેલાની સરખામણીમાં કિંમતો ઝડપથી વધી છે. આ ઉપરાંત, કોરોનાકાળમાં કેટલાક લોકોએ ઘડિયાળો શોખથી નહીં, પરંતુ માત્ર નફો કમાવવા માટે ખરીદી અને મોંઘા ભાવે વેચવાનું શરૂ કરી દીધું. આનાથી વિપરીત, સસ્તું અને આઇકોનિક ડિઝાઇનવાળી ઘડિયાળોની માગ કલેક્ટર્સ વચ્ચે જળવાઈ રહી. આનાથી તેમની કિંમતમાં 200% સુધીનો સ્થિર વધારો જોવા મળ્યો. આ બદલાતા ટ્રેન્ડ પરના અભ્યાસ સાથે સંકળાયેલા બાલાજ ફેરેન્જી કહે છે, 'ઘડિયાળોની ખાસ વાત તેમની કિંમત નથી, પરંતુ તેમની ક્લાસિક ડિઝાઇન અને કાયમી માગ છે, જે કોઈ વેઇટિંગ લિસ્ટ પર નહીં પરંતુ વાસ્તવિક કલેક્ટર વેલ્યુ પર આધારિત છે.' કાર્ટિયર ટેન્ક વર્મિલ સૌથી સસ્તા અને સફળ રોકાણ તરીકે ઉભરી ઘડિયાળનું મોડેલ 8 વર્ષમાં વૃદ્ધિ વિશેષતા કાર્ટિયર ટેન્ક વર્મિલ, 299%, સૌથી સસ્તું અને સફળ રોકાણ કાર્ટિયર પેન્થર (ગોલ્ડ), 218%, ક્લાસિક ડિઝાઇન, ભારે માગ ઓમેગા સ્પીડમાસ્ટર, 119%, ઓમેગાનું ભરોસાપાત્ર મોડેલ રોલેક્સ ડેટજસ્ટ, 41 59%, માંગ વધુ, વળતર મર્યાદિત
Read Original Article →