લેન્સકાર્ટના ડ્રેસ કોડ પર વિવાદ:બિંદી-તિલક પર પ્રતિબંધ અને હિજાબને મંજૂરી આપતો પત્ર વાઇરલ, CEO પીયૂષ બંસલે કહ્યું- આ જૂની ગાઈડલાઈન છે

National4/16/2026, 9:28:36 AM
લેન્સકાર્ટના ડ્રેસ કોડ પર વિવાદ:બિંદી-તિલક પર પ્રતિબંધ અને હિજાબને મંજૂરી આપતો પત્ર વાઇરલ, CEO પીયૂષ બંસલે કહ્યું- આ જૂની ગાઈડલાઈન છે
લેન્સકાર્ટ તેના ડ્રેસ કોડને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર કંપનીનો એક કથિત પોલિસી ડોક્યુમેન્ટ વાયરલ થયો છે. જેમાં કર્મચારીઓને બિંદી, તિલક અને કલાવા પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જ્યારે હિજાબ અને પાઘડીને શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે એક્ટિવિસ્ટ શેફાલી વૈદ્યએ X પર તેનો સ્ક્રીનશોટ શેર કર્યો. તેમણે કંપનીના ફાઉન્ડરને પૂછ્યું- પીયૂષ બંસલ, શું તમે સ્પષ્ટ કરી શકો છો કે લેન્સકાર્ટમાં હિજાબ બરાબર છે પરંતુ બિંદી અને કલાવા કેમ નહીં? આ પછી લોકોએ લેન્સકાર્ટને ટ્રોલ કર્યું અને કંપનીની નીતિ પર સવાલો ઉઠાવ્યા. પીયૂષ બંસલ બોલ્યા- વાઇરલ ડોક્યુમેન્ટ જૂનું અને ખોટું છે પીયૂષ બંસલે વાઇરલ થઈ રહેલા ડોક્યુમેન્ટને જૂનું અને ખોટું ગણાવ્યું. તેમણે કહ્યું કે આ કંપનીની વર્તમાન ગાઈડલાઈનને દર્શાવતું નથી. કંપની તમામ ધર્મોનું સન્માન કરે છે. દેશમાં અમારા હજારો ટીમ મેમ્બર્સ છે જેઓ દરરોજ પોતાની શ્રદ્ધા અને સંસ્કૃતિને ગર્વ સાથે પહેરે છે. વાઈરલ ડોક્યુમેન્ટમાં શું લખેલું છે? સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ 'ગ્રૂમિંગ ગાઈડ' મુજબ, મહિલા કર્મચારીઓને સ્ટોરમાં બિંદી કે ક્લચર લગાવવાની મંજૂરી નથી. સાથે જ, હાથમાં પહેરવામાં આવતા ધાર્મિક દોરા (કલાવા) કે રિસ્ટ બેન્ડને પણ હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમાં જ લખ્યું છે કે જો કોઈ કર્મચારી હિજાબ કે પાઘડી પહેરે છે, તો તે કાળા રંગની હોવી જોઈએ. હિજાબની લંબાઈ એવી હોવી જોઈએ કે તે કંપનીનો લોગો ન છુપાઈ જાય. જોકે, બુરખો પહેરીને સ્ટોરમાં કામ કરવાની મનાઈ કરવામાં આવી છે. કંપનીને ડિસેમ્બર ક્વાર્ટરમાં 131 કરોડ રૂપિયાનો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં લેન્સકાર્ટનો નફો લગભગ 70 ગણો વધી ગયો. કંપનીનો નેટ પ્રોફિટ એક વર્ષ પહેલાના 1.85 કરોડ રૂપિયાથી વધીને હવે 131 કરોડ રૂપિયા (1.31 બિલિયન) પર પહોંચી ગયો છે.
Read Original Article →