ફેશનની દુનિયાને પ્રદૂષણ મુક્ત બનાવવાની ઝુંબેશ:એમેઝોનના સ્થાપક બેઝોસ અને તેમની પત્નીએ ઇકો-ફ્રેન્ડલી કપડાં બનાવવા માટે 2322 કરોડનું દાન કર્યું

Business4/30/2026, 9:04:30 AM
ફેશનની દુનિયાને પ્રદૂષણ મુક્ત બનાવવાની ઝુંબેશ:એમેઝોનના સ્થાપક બેઝોસ અને તેમની પત્નીએ ઇકો-ફ્રેન્ડલી કપડાં બનાવવા માટે 2322 કરોડનું દાન કર્યું
એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ અને તેમની પત્ની લોરેન સાંચેઝે ફેશનની દુનિયાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે લગભગ 2322 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ રકમ લેબમાં બનેલા ફાઇબર, બેક્ટેરિયાથી બનેલા દોરા અને ખેતીના કચરામાંથી તૈયાર કરાયેલા કપડાં પર ખર્ચ થશે. લોરેન માટે આ એક ભાવનાત્મક નિર્ણય છે. ગરીબીના કારણે તેમણે પોતાનો પ્રોમ ડ્રેસ જાતે જ સીવ્યો હતો. હવે તેઓ એવા વૈજ્ઞાનિકોને મદદ કરી રહ્યા છે, જેઓ કપડાં બનાવવાની પરંપરાગત પદ્ધતિઓ બદલી રહ્યા છે. આ ફંડનો લક્ષ્ય 3-5 વર્ષમાં પર્યાવરણને અનુકૂળ કપડાં ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. આનાથી પ્રદૂષણ ફેલાવતા સિન્થેટિક મટિરિયલ અને જીવાશ્મ ઇંધણ પર ફેશન ઇન્ડસ્ટ્રીની નિર્ભરતા ઘટશે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, બેઝોસ ₹26.45 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. લોરેનનું બાળપણ સંઘર્ષો વચ્ચે વીત્યું. તેમની પાસે હાઈસ્કૂલની વિદાય પાર્ટી (પ્રોમ) માટે મોંઘો ડ્રેસ ખરીદવાના પૈસા નહોતા. તેમણે દાદી પાસેથી સિલાઈ શીખી અને પોતે લાલ રંગનો પફ-સ્લીવ ડ્રેસ તૈયાર કર્યો. તેઓ પૈસા કમાવવા માટે કોફી સર્વ કરતા અને દાદી સાથે હાઉસકીપિંગ કરતા હતા. પરંતુ હવે તેઓ માત્ર મોંઘા કપડાં પહેરવા પૂરતા સીમિત નથી. તેઓ એ પણ નક્કી કરી રહ્યા છે કે ભવિષ્યમાં કપડાં કઈ વસ્તુમાંથી બનશે. તેમનું દાન માત્ર પર્યાવરણને બચાવવામાં મદદ કરશે નહીં, પરંતુ ફેશન જગતમાં એવા ઇનોવેશન પણ લાવશે, જેનાથી કપડાંનું ઉત્પાદન સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે. સાંચેઝને ફેશનનું ભવિષ્ય સુધારવા માટે ગ્રાન્ટ આપવામાં આવી છે. આનાથી ઔદ્યોગિક કચરામાંથી તૈયાર થતા રેશમ જેવા દોરા અને કપાસના જિનેટિક્સ પર રિસર્ચ કરવામાં આવશે. બેઝોસ અને લોરેન એવા વૈજ્ઞાનિકોને સમર્થન આપી રહ્યા છે, જેઓ કપડાં બનાવવાની પરંપરાગત અને પ્રદૂષણ ફેલાવતી પદ્ધતિઓના વિકલ્પો શોધી રહ્યા છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોલિએસ્ટર જેવા સિન્થેટિક મટિરિયલનો ઉપયોગ વધુ થાય છે. આ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. એમેઝોન વિશ્વની સૌથી મોટી કપડા રિટેલર છે, તેથી સાંચેઝનું આ પગલું પ્રદૂષણ ઘટાડવા, ફેશનને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અત્યારે મશરૂમ, દરિયાઈ કચરામાંથી ઇકો-ફ્રેન્ડલી કપડાં બનાવવા મોંઘા, હવે ભાવ ઘટશે સાંચેઝના દાનથી પાંચ મુખ્ય સંસ્થાઓને સહાય મળશે. બેઝોસ અર્થ ફંડની સહાય રકમ કોલંબિયા યુનિવર્સિટી, યુસી બર્કલે અને કોટન ફાઉન્ડેશન જેવી પાંચ સંસ્થાઓને આપવામાં આવશે. અત્યાર સુધી મશરૂમ અને દરિયાઈ કચરામાંથી ઇકો-ફ્રેન્ડલી કપડાં બનાવવા ખૂબ મોંઘા રહ્યા છે. બેઝોસ દંપતીની મદદથી હવે આ ટકાઉ કપડાંનું મોટા પાયે ઉત્પાદન શક્ય બનશે અને કિંમત પણ ઘટશે.
Read Original Article →