દારૂ અને બિયર 20% સુધી મોંઘા થઈ શકે:ઈરાન યુદ્ધની અસર; પેકેજિંગનો ખર્ચ વધ્યો, કંપનીઓએ રાજ્યો પાસે ભાવ વધારવાની માગ કરી

Business5/7/2026, 2:22:16 PM
દારૂ અને બિયર 20% સુધી મોંઘા થઈ શકે:ઈરાન યુદ્ધની અસર; પેકેજિંગનો ખર્ચ વધ્યો, કંપનીઓએ રાજ્યો પાસે ભાવ વધારવાની માગ કરી
દારૂ બનાવતી કંપનીઓએ રાજ્ય સરકારો પાસે દારૂ, બિયર અને વાઇનની કિંમતો વધારવાની માંગ કરી છે. કંપનીઓનું કહેવું છે કે ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. આનાથી કાચની બોટલો, એલ્યુમિનિયમ કેન અને પેકેજિંગ મટિરિયલનો ખર્ચ ઘણો વધી ગયો છે. દારૂ ઉદ્યોગની મુખ્ય સંસ્થાઓ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઝ (CIABC) અને બ્રુઅર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI)એ રાજ્યોને પત્ર લખીને કિંમતોમાં ફેરફાર કરવાની મંજૂરી માંગી છે. BAIએ ઇનપુટ કોસ્ટમાં વધારાની ભરપાઈ કરવા માટે 15%-20% સુધી ભાવ વધારવાનું સૂચન કર્યું છે. BAIમાં યુનાઈટેડ બ્રુઅર્સ, એબી ઇનબેવ અને કાર્લ્સબર્ગ જેવી મોટી કંપનીઓ શામેલ છે, જેમનો દેશના બિયર માર્કેટમાં લગભગ 85% હિસ્સો છે. કંપનીઓનું કહેવું છે કે નફો સતત ઘટી રહ્યો છે અને ખર્ચ એટલો વધી ગયો છે કે હવે જૂના ભાવે ધંધો કરવો મુશ્કેલ બની રહ્યો છે. ફિરોઝાબાદના ગ્લાસ હબમાં ગેસ સંકટથી ઉત્પાદન ઠપ દારૂની બોટલોની સપ્લાય ચેઇન પર સૌથી ખરાબ અસર ફિરોઝાબાદના ગ્લાસ મેન્યુફેક્ચરિંગ હબમાં પડી છે. CIABC અનુસાર, ગેસની અછતને કારણે અહીંની ફેક્ટરીઓને જરૂરિયાતની સરખામણીમાં માત્ર 60% ગેસ મળી રહ્યો છે. આનાથી વિક્રેતાઓને મોંઘી સ્પોટ LNG અથવા LPG ખરીદવાની ફરજ પડી રહી છે, જેના કારણે બોટલોના ભાવ વધી ગયા છે. ઘણા યુનિટ્સ તો બંધ થવાની અણી પર છે. એલ્યુમિનિયમ સપ્લાય ચેઇન તૂટી, બિયર કેનની અછતનો ડર બિયર ઉદ્યોગ માટે સૌથી મોટો પડકાર એલ્યુમિનિયમનો પુરવઠો છે. મધ્ય પૂર્વમાંથી એલ્યુમિનિયમની આવક ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. સપ્લાયર્સે ચેતવણી આપી છે કે જો તણાવ લાંબો ચાલશે તો બિયર કેનનું ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે અને ઘણા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ બંધ કરવા પડી શકે છે. કંપનીઓએ રાહત તરીકે ટેક્સ કપાતની માંગ કરી ખર્ચના દબાણને ઘટાડવા માટે કંપનીઓએ રાજ્ય સરકારો પાસેથી 'વચગાળાની રાહત' પણ માંગી છે. BAI એ સૂચવ્યું છે કે મેન્યુફેક્ચરિંગ લેવીમાં આશરે ₹3થી ₹5 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવે. આનાથી ગ્રાહકો પર પડતા વધેલા ભાવના બોજને થોડો ઓછો કરી શકાય છે. CIABC એ પણ વાઇન અને અન્ય દારૂ (IMFL)ના 'એક્સ-ડિસ્ટિલરી પ્રાઇસ' માં સુધારાની માંગ કરી છે.
Read Original Article →