ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ગત સપ્તાહ દરમિયાન એકંદરે મર્યાદિત તેજી તરફી વલણ:શેરબજારમાં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્

Business5/24/2026, 6:35:00 PM
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ગત સપ્તાહ દરમિયાન એકંદરે મર્યાદિત તેજી તરફી વલણ:શેરબજારમાં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્
ગત સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ભારે અસ્થિરતા વચ્ચે મિશ્ર પરંતુ એકંદરે મર્યાદિત તેજી તરફી વલણ જોવા મળ્યું. સપ્તાહની શરૂઆત વૈશ્વિક દબાણ અને નફાવસૂલીના કારણે નબળાઈ સાથે થઈ હતી, પરંતુ બાદમાં બેંકિંગ, ફાર્મા, ટેકનોલોજી સાથે માળખાગત વિકાસ અને પસંદગીયુક્ત મોટા શેરોમાં ખરીદી વધતા બજારમાં સુધારો નોંધાયો. સપ્તાહ દરમિયાન દરેક ઉછાળે વેચવાલી જોવા મળતા સૂચકાંકમાં વધઘટ જોવા મળી છતાં મહત્વપૂર્ણ સપોર્ટ ઉપર બજારે ટકી સકારાત્મક સંકેત નોંધાવ્યું. સપ્તાહની શરૂઆતમાં ઈરાન યુદ્વનો ટૂંક સમયમાં અંત આવશે એવા બિનભરોસાપાત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને બીજી તરફ રશિયા પાસેથી ભારતને ઓઈલ ખરીદવાની અમેરિકાની પરવાનગી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપના દેશોની મુલાકાતમાં નેધરલેન્ડ, નોર્વે, સ્વિડન અને હવે ઈટાલી સાથે અબજો ડોલરના રોકાણના અનેક કરારોની પોઝિટીવ અસરે આજે ભારતીય શેર બજારોમાં વોલેટીલિટીના અંતે યુ-ટર્ન લઈ મજબૂત રિકવરી જોવાઈ હતી. યુદ્વના ટૂંક સમયમાં અંતના નિવેદને અને રશિયા પાસેથી ક્રુડની આયાત ચાલુ રહેવાના ડેવલપમેન્ટે ક્રુડ ઓઈલના આંતرરાષ્ટ્રીય ભાવ બેથી અઢી ડોલર તૂટી જવા સામે અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ નબળો પડીને 28 પૈસા વધીને 96.82 થઈ જવાના કારણે શેરોમાં મોટી ખરીદીથી ફંડો દૂર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ, નોર્વે, સ્વિડન સહિતના દેશોની મુલાકાત અને આ દેશોની ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરવાની તૈયારીના કરારોની પોઝિટીવ અસરે વિદેશી ફંડો ભારતીય શેરોમાં ફરી નેટ ખરીદદાર બનતાં તેજીને પીઠબળ મળ્યું હતું. સપ્તાહના અંતે ઈરાન યુદ્વનો ટૂંક સમયમાં અંત લાવવાના ટ્રમ્પના નિવેદન અને અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતો અટકીને 64 પૈસા ઉછળીને 96.19 થઈ જવા સાથે ભારતીય શેરબજારોમાં ટ્રેડિંગ ઝોન મજબૂતી સાથે જકડી રાખ્યો હતો. લોકલ ફંડોની કેપિટલ ગુડઝ-પાવર શેરો તેમ જ હેલ્થકેર-ફાર્મા, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં મજબૂત ખરીદી થઈ હતી પરંતુ દેશમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં પાંચ દિવસમાં સતત બીજા વધારા અને હજુ હોર્મુઝ માર્ગે ક્રુડનો પુરવઠો અટવાયેલો હોઈ દેશમાં આગામી દિવસોમાં ઈંધણની અછતની શકયતાના પરિણામે ભાવમાં વધુ વધારો શક્ય હોઈ અને ચાલુ વર્ષે ચોમાસું પણ સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ મોંઘવારી માઝા મૂકે એવી પૂરી શકયતાને જોતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફુગાવાને અંકુશમાં રાખવાના પ્રયાસમાં રેપો રેટમાં વધારો કરવાની શકયતાના અહેવાલોએ શેરોમાં ઉછાળે આંચકા આવ્યા હતા. ભારતમાં ન્યુક્લિયર પાવર ક્ષેત્રે રિલાયન્સ, અદાણી ગ્રુપ સહિત દ્વારા જંગી મૂડી રોકાણ કરવાની યોજનાએ પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ મોટી ખરીદી ચાલુ કરી હતી. પેટ્રોલ, ડિઝલના ભાવ વધારા સામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં અને દેશમાં ઈંધણની અછત નહીં સર્જાવાના સરકારના આશ્વાસને ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. સપ્તાહ દરમિયાન નિફ્ટી ફ્યુચર અને સેન્સેક્સમાં તેજી અને મંદી બંને પ્રકારની ગતિ જોવા મળી. શરૂઆતમાં નવા ટૂંકા સોદા વધતા દબાણ જોવા મળ્યું હતું, પરંતુ બાદમાં ટૂંકી વેચવાલી આવરણ અને નવા લાંબા ગાળાના સોદા વધતા બજારમાં સુધારો આવ્યો. ઓપ્શન આંકડાઓ આધારિત વાત કરીએ તો મહત્વપૂર્ણ નાં સપોર્ટ સ્તર નજીક પુટ મજબૂત રહ્યાં, જ્યારે ઉપરના સ્તરે કોલ પ્રેશરમાં રહ્યાં. ટૂંકા ગાળાનું માળખું હજુ પણ “તેજી સાથે અસ્થિરતા” દર્શાવી રહ્યું છે. સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી સમગ્ર સપ્તાહ દરમિયાન બજાર માટે મુખ્ય ટેકો બની રહી. બેંકિંગ, વીજ ઉત્પાદન અને માળખાગત વિકાસ શેરોમાં સતત નાણાં પ્રવાહ જોવા મળ્યો. નાના રોકાણકારોની સક્રિય ભાગીદારી અને સ્થાનિક નાણાં ઉપલબ્ધતા બજારને ટેકો આપતા રહ્યા. જોકે કેટલાક શેરોમાં ઊંચા મૂલ્યાંકનના કારણે રોકાણકારો પસંદગીયુક્ત અભિગમ અપનાવતા રહ્યા. વૈશ્વિક બજારોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ રોકાણકારો માટે ચિંતાનો વિષય રહી. ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા ઉદયમાન બજારો માટે દબાણરૂપ રહી. મધ્ય પૂર્વની ભૂરાજકીય પરિસ્થિતિ અને વૈશ્વિક વૃદ્ધિ અંગેની ચિંતા બજારમાં અસ્થિરતા વધારતી રહી. સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી સમગ્ર સપ્તાહ દરમિયાન બજાર માટે સૌથી મોટું સકારાત્મક પરિબળ બની. ટૂંકી વેચવાલી આવરણ, બેંકિંગ શેરોમાં મજબૂતી, સ્થાનિક નાણાં પ્રવાહ અને મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર બજાર ટકેલું રહેવું રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરતું રહ્યું. રક્ષણાત્મક સેક્ટરમાં પણ ખરીદી જોવા મળતા બજારને વધારાનો ટેકો મળ્યો. વૈશ્વિક અસ્થિરતા, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા અંગેની ચિંતા બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા. ઉપરના સ્તરે સતત નફાવસૂલી અને માહિતી પ્રૌદ્યોગિકી તથા ધાતુ શેરોમાં દબાણ પણ બજાર માટે અવરોધરૂપ બન્યા.કોમોડિટી બજારમાં સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે અસ્થિરતા જોવા મળી. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત વધઘટ જોવા મળી. ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું. સોનામાં સુરક્ષિત રોકાણની માંગને કારણે મજબૂતી જોવા મળી, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક માંગના મિશ્ર સંકેતોને કારણે અસ્થિરતા રહી. ભાવિ દિશા :- મિડલ ઈસ્ટના ઇંધણ સંકટ અને વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે ભારતીય ચલણ 'રૂપિયા' ના મૂલ્યમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડૉલર સામે રૂપિયો 100 ની ઐતિહાસિક સપાટી તરફ આગળ વધી રહ્યો છે. મિડલ ઈસ્ટમાં હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે ઉભા થયેલા તેલ સંકટ વચ્ચે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વર્તમાન વૈશ્વિક તેલ સંકટના જવાબમાં કરન્સીનું નબળું પડવું એ જ અર્થતંત્ર માટે કુદરતી અને યોગ્ય ઉપાય છે.વળી,રૂપિયો સસ્તો થવાથી વિદેશી મૂડી ભારતમાં રોકાણ માટે આકર્ષાશે. પરંતુ, જો આ સંકટ લાંબુ ચાલશે, તો રૂપિયાને બચાવવાના તમામ સરકારી પ્રયાસો નિષ્ફળ જશે. આરબીઆઈ ગમે તેટલા ડૉલર માર્કેટમાં ઠાલવશે, વિદેશી હૂંડિયામણ ભંડાર એક દિવસ ખાલી થઈ જશે. તેમણે વધુ વ્યાજવાળા એનઆરઆઈ ડિપોઝિટ અથવા ડૉલર બોન્ડ બહાર પાડવાની રણનીતિને નકામી ગણાવી છે, કારણ કે તેનાથી માત્ર ધનિક પ્રવાસી ભારતીયોને જ ફાયદો થાય છે અને દેશ પર મોંઘું દેવું વધે છે. જે આપણી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત છે. આથી, આપણું અર્થતંત્ર રૂપિયાના અવમૂલ્યન ને કારણે આવનારા સામાન્ય મોંઘવારીના દબાણને ખૂબ જ સરળતાથી પચાવી શકે તેમ છે. ટૂંકા ગાળામાં ભારતીય શેરબજાર “તેજી સાથે અસ્થિરતા”ના માળખામાં રહી શકે છે. મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર ઉપર ટીકી રહેવું બજાર માટે જરૂરી રહેશે. બેંકિંગ, વીજ ઉત્પાદન અને રક્ષણાત્મક સેક્ટર આગામી સમયમાં વધુ મજબૂતી બતાવી શકે છે. જો વિદેશી નાણાં પ્રવાહમાં સુધારો થાય અને વૈશ્વિક બજારોમાં સ્થિરતા આવે તો બજારમાં વધુ તેજી જોવા મળી શકે છે. જોકે ઉપરના સ્તરે વેચવાલીનું દબાણ હજુ પણ યથાવત રહેવાની સંભાવના છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23776 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24008પોઇન્ટના પ્રથમ અને 24088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23606 પોઇન્ટથી 23474 પોઇન્ટ, 23404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24088 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ગ્લેનમાર્ક ફાર્મા ( 1771 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1744 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1730 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1789 થી રૂ.1794 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1808 ઉપર તેજી તરફી ધ્યાન...!! સિપ્લા લીમીટેડ ( 1401 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1388 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1373 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1423 થી રૂ.1430 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1024 ) :- રૂ.997 નો પ્રથમ તેમજ રૂ.988 બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1047 થી રૂ.1060 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ઈન્ડસ ટાવર્સ ( 432 ) :- A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.404 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.393 ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.447 થી રૂ.454 નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.460 ઉપર તેજી તરફી ધ્યાન...!!! મોઈલ લિ. ( 304 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.288 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.274 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.317 થી રૂ.323 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ ( 261 ) :- રૂ.244 નો પ્રથમ તેમજ રૂ.230 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.273 થી રૂ.280 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા....!!!
Read Original Article →