ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બજારનો ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ:ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો. બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ અને રિકવરીને કારણે સ્થાનિક રોકાણકારોમાં ભારે ઉત્સાહને કારણે શરૂઆતથી જ ભારતીય શેરબજારમાં મજબૂત બુલિશ સેન્ટિમેન્ટ જોવા મળ્યું. વૈશ્વિક બજારોમાંથી મળેલા સ્થિર સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદીના કારણે બજારને મજબૂત સપોર્ટ મળ્યો હતો. ઇન્ડેક્સ લેવલ પર સતત બજારનો ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે ખાસ કરીને બેંકિંગ, ફાઈનાન્સ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં લીડરશિપ જોવા મળી હતી. સેન્સેક્સ : સેન્સેક્સમાં આજે શરૂઆતથી જ રિલાયન્સની આગેવાની હેઠળ ખરીદીનાં માહોલ દ્વારા ઇન્ટ્રાડે મજબૂત ઉછાળો નોંધાવ્યો હતો. અદાણી પોર્ટ, ગોદરેજ પ્રોપર્ટી ગ્લેનમાર્ક ફાર્મા, ઈન્ડસીન્ડ બેન્ક, સ્ટેટ બેન્ક તેમજ બેંકિંગ અને લાર્જકેપ સ્ટોક્સમાં મજબૂતીના કારણે ઇન્ડેક્સ સતત ઉપર ટ્રેડ કરતો રહ્યો જે બજાર માટે બુલિશ ટ્રેન્ડનું સ્પષ્ટ સંકેત છે. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76664 સામે 76856 પોઈન્ટના મથાળેથી ખુલીને 76754 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 666 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 639 પોઈન્ટના ઉછાળા સાથે 77303 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર : નિફ્ટી ફ્યુચરે આજે મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ બ્રેકઆઉટ કર્યું અને 24008 પોઈન્ટ ઉપર સ્થિરતા દર્શાવી. માર્કેટ બ્રેડ્થ ખૂબ જ મજબૂત જોવા મળી જે દર્શાવે છે કે તેજી માત્ર થોડા સ્ટોક્સમાં નહીં પરંતુ સમગ્ર બજારમાં વ્યાપક રીતે જોવા મળી રહી છે. નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23922 સામે 24043 પોઈન્ટના મથાળેથી ખુલીને 23980 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 160 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 204 પોઈન્ટના ઉછાળા સાથે 24127 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! વૈશ્વિક પરિબળો : વૈશ્વિક બજારોમાં સ્થિરતા અને જીઓપોલિટિકલ તણાવમાં ઘટાડો એ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા અને યુએસ માર્કેટ્સમાં પોઝિટિવ ટ્રેન્ડ ભારતીય બજાર માટે સપોર્ટિવ રહ્યા હતા. મધ્યપૂર્વમાં તણાવમાં થોડી રાહત જોવા મળતા વૈશ્વિક બજારોમાં રિસ્ક-ઓન સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા રહેતા મોંઘવારી અંગેની ચિંતા થોડી ઘટી છે. યુએસ અને યુરોપિયન બજારોમાં પોઝિટિવ ક્લોઝિંગ નોંધાતા વૈશ્વિક ઇક્વિટી સેન્ટિમેન્ટ સુધર્યું છે. ડોલર ઇન્ડેક્સમાં સ્થિરતા રહેતા કરન્સી વોલેટિલિટી ઘટી છે. સ્થાનિક પરિબળો : સ્થાનિક સ્તરે ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત આધાર બની રહી છે. ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી અને સકારાત્મક કોર્પોરેટ પરિણામો રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવે છે. રૂપિયામાં સ્થિરતા રહેતા વિદેશી રોકાણકારો માટે પણ બજારનું આકર્ષણ યથાવત રહ્યું છે. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : બેંકિંગ અને ફાઈનાન્સ, ફાર્મા સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી હતી. આઈટી સેક્ટરમાં ગ્લોબલ સંકેતો સુધરતા ખરીદી જોવા મળી. ઓટોમોબાઈલ સેક્ટરમાં માંગમાં સુધારો અને કોસ્ટ સ્ટેબિલિટીથી સકારાત્મક મૂવમેન્ટ નોંધાઈ. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં સતત વેલ્યુ બાયિંગ જોવા મળ્યું હતું. તેજી તરફી મુખ્ય કારણો : ડીઆઈઆઈ દ્વારા મજબૂત અને સતત ખરીદી બજાર માટે સૌથી મોટું સપોર્ટિંગ ફેક્ટર રહ્યું છે. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ અને સ્થિરતા રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા મોંઘવારીના દબાણને ઘટાડે છે. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાથી બજારમાં ખરીદી યથાવત રહે છે. મંદી તરફી કારણો : એફઆઈઆઈ દ્વારા સમયાંતરે પ્રોફિટ બુકિંગ થવાથી બજારમાં વોલેટિલિટી વધે છે. વૈશ્વિક જીઓપોલિટિકલ અનિશ્ચિતતા હજી પણ સંપૂર્ણપણે દૂર થઈ નથી. મોંઘવારી અંગેની ચિંતા રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. ઊંચા વેલ્યુએશનને કારણે કેટલાક સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. મિત્રો, 24.04.2026 એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 8827.87 વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 4700.71 ખરીદી જોવા મળી હતી. કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા બજાર માટે અનુકૂળ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ માંગમાં સુધારા કારણે મેટલ્સ સેક્ટરમાં મજબૂતાઈ જોવા મળી છે. સોનાના ભાવમાં મર્યાદિત ઘટાડો નોંધાયો છે, કારણ કે રિસ્ક ઓન સેન્ટિમેન્ટમાં રોકાણકારો ઇક્વિટી તરફ વળ્યા છે. ચાંદીના ભાવમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો છે. તા. 28.04.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 27.04.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24127 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24272 પોઈન્ટના પ્રથમ અને 24303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24088 પોઈન્ટ થી 24008 આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23979 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ગોદરેજ પ્રોપર્ટી ( 1818 ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1787 નો પ્રથમ તેમજ રૂ. 1773 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1834 થી રૂ. 1840 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1848 ઉપર તેજી તરફી ધ્યાન...!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1366 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1330 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1317 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1378 થી રૂ. 1383 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! જેએસડબ્લ્યુ સ્ટીલ ( 1288 ) :- રૂ. 1273 નો પ્રથમ તેમજ રૂ. 1260 ના બીજા સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1294 થી રૂ. 1303 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ટાટા કન્ઝયુમર ( 1161 ) :- ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1173 થી રૂ. 1180 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1130 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( 1112 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા પીએસયુ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1089 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1123 થી રૂ. 1130 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!! ભાવિ દિશા : ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વ વિરામ અંતે ટ્રમ્પે બિનશરતી લંબાવીને વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે. આ યુદ્વ વિરામ લંબાવ્યા બાદ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીઝફાયર ત્રણ સપ્તાહનું કરાવીને પણ યુદ્વ એક તરફ અંત તરફ આગળ વધી રહ્યાનો સંકેત આપનારા ટ્રમ્પ, બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ થકી થતાં જહાજોના વહનની નાકાબંધી માટે બીજું યુદ્વ જહાજ મોકલીને ઈરાનને આર્થિક ભીંસમાં લાવીને શરણે આવવા મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નાકાબંધી લાંબા ચાલવાના અંદાજો વચ્ચે વિશ્વનો ક્રુડ ઓઈલના પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધીને 105 ડોલરની સપાટીએ પહોંચી ગયા છે. જે સારો સંકેત નથી. આ જીઓપોલિટીકલ ટેન્શનની સતત અનિશ્ચિતતા અને બીજી તરફ કોર્પોરેટ પરિણામો પર યુદ્વની નેગેટીવ અસર અને એઆઈને લઈ આઈટી ઉદ્યોગની માઠી બેસી હોઈ એમ સપ્તાહના અંતે આઈટી શેરો પાછળ કડાકાએ પાછલા સપ્તાહમાં સતત શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકાની હેટ્રિકે સેન્ટીમેન્ટને ડહોળ્યું છે. ઈરાન પર દબાણ વધારી રહેલા ટ્રમ્પ શાસનના વ્યુહને જોતાં અને પાકિસ્તાનના બન્ને પક્ષોને યુદ્વના અંત માટે ફરી મંત્રણા માટે રાજી કરવાના પ્રયાસ અને ઈરાનના પ્રતિનિધિ મંડળ દ્વારા સંભવિત આ માટેની તૈયારીની સંજોગોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટેની કોઈ ડિલ થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે વિશ્વ વેપારનું જોખમ હળવું થવાની સ્થિતિમાં આગામી દિવસોમાં બજાર રિબાઉન્ડ થઈ શકે છે. ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને દૃષ્ટિએ બજાર મજબૂત સ્થિતિમાં છે, જે આગળની તેજી માટે સંકેત આપે છે પરંતુ રોકાણકારોનો એક વર્ગ બજારમાં ખરીદી સંદર્ભે સાવચેતી રાખવા માટે અને હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યો છે.
Read Original Article →