ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સપ્તાહની પ્રથમ ચાર સેશનમાં વેચવાલીનું દબાણ રહ્યું:આયાત ખર્ચ વધવાની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું

Business5/9/2026, 6:35:00 PM
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સપ્તાહની પ્રથમ ચાર સેશનમાં વેચવાલીનું દબાણ રહ્યું:આયાત ખર્ચ વધવાની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું
ભારતીય શેરબજાર માટે વીતેલું સપ્તાહ ભારે અસ્થિરતા, અનિશ્ચિતતા અને પ્રતિકૂળ વૈશ્વિક સંકેતોથી ભરેલું રહ્યું હતું. સપ્તાહના પ્રથમ ચાર ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જ્યારે છેલ્લા દિવસે નીચલા મથાળેથી શોર્ટ કવરિંગ અને મર્યાદિત રિકવરીના કારણે બજારે થોડો રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક રાજકીય અને આર્થિક પરિબળો સપ્તાહની શરૂઆતમાં સ્થાનિક મોરચે ચૂંટણીના પરિણામોની સીધી અસર જોવા મળી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત, આસામ અને પોંડિચેરીમાં સત્તા જાળવી રાખવાની સફળતાએ બજારમાં આરંભિક કલાકોમાં ઉત્સાહ જગાવ્યો હતો. જોકે, આ તેજી લાંબો સમય ટકી શકી નહીં. ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે નબળો પડીને અંદાજીત 95.43 ના ઐતિહાસિક તળિયે પહોંચી જતાં આયાત ખર્ચ વધવાની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું હતું. વૈશ્વિક પરિબળો અને જીઓપોલિટિકલ તણાવ વૈશ્વિક મોરચે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો બજાર માટે 'રોલર કોસ્ટર રાઈડ' સમાન રહ્યા હતા :- યુદ્ધની સ્થિતિ : ઈરાન દ્વારા યુ.એ.ઈ.ના પોર્ટ પર મિસાઈલ હુમલા અને હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલ પરના હુમલાના અહેવાલોએ વિશ્વને ફરી યુદ્ધના ભય હેઠળ મૂકી દીધું હતું. ડિપ્લોમેટિક અનિશ્ચિતતા :- ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેની ડીલ પર વિચારણાના આશ્વાસન બાદ ઈરાને લીધેલા યુ-ટર્ન અને અમેરિકાની ધમકીઓએ વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાવ્યો હતો. ક્રૂડ ઓઈલ :- જીઓપોલિટિકલ તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, જે ભારત જેવા તેલ આયાતકાર દેશ માટે મોંઘવારીનું જોખમ વધારે છે. તેજી-મંદીના મુખ્ય કારણો લાર્જ કેપ શેરોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત આક્રમક વેચવાલી દ્વારા ભારતીય બજારોમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી હતી. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ એ પણ બજારની નેગેટિવ અસર નોંધાવી રહ્યું છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા નીચલા સ્તરે કરવામાં આવેલી ટેકાની ખરીદી હાલમાં બજારને નહીંવત્ સપોર્ટ આપી રહી છે. સેક્ટરવાઈઝ મૂવમેન્ટ સપ્તાહ દરમિયાન સેક્ટર સ્તરે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં બેંકિંગ અને મેટલ સેક્ટર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. બજારની નબળાઈ વચ્ચે રોકાણકારોએ ડિફેન્સિવ, ફાર્મા અને FMCG જેવા સુરક્ષિત સેક્ટર્સ તરફ રુખ કર્યો હતો. આઈટી શેરોમાં પણ ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. કોમોડિટી અને કરન્સી માર્કેટ કોમોડિટી બજારમાં આ સપ્તાહે 'વોલેટિલિટી' સર્વોચ્ચ સ્તરે હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં અણધાર્યા વધારાએ ગ્લોબલ ઇન્ફ્લેશનની ચિંતા વધારી છે. મેટલ્સમાં ચીન અને વૈશ્વિક માંગમાં ઘટાડાની આશંકાએ નબળાઈ જોવા મળી હતી. બજારનો આગામી ટ્રેન્ડ અને ભાવિ દિશા ટેકનિકલ ચાર્ટ પર બજાર હાલમાં 'બેરીશ પૂર્વગ્રહ' ધરાવે છે. "Sell on Rise" નિયમ ને અનુસરીને બજારમાં કોઈ પણ ઉછાળો આવે ત્યારે નફો બુક કરવાની નીતિ રાખવી હિતાવહ છે. રોકાણકારોએ હાલમાં સાવચેતીપૂર્વક 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ અપનાવવી જોઈએ. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24228 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24303 પોઇન્ટથી 24393 પોઇન્ટ, 24474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ગ્લેનમાર્ક ફાર્મા ( 2375 ) :- આ સ્ટોક રૂ. 2308 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 2404 થી રૂ. 2414 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 2420 ઉપર તેજી તરફી ધ્યાન...!! ભારતી ઐરટેલ ( 1842 ) :- રૂ. 1818 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ...!! રૂ. 1808 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1868 થી રૂ. 1880 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! એચસીએલ ટેકનોલોજી ( 1200 ) :- રૂ. 1183 નો પ્રથમ તેમજ રૂ. 1170 બીજા સપોર્ટથી આ સ્ટોક રૂ. 1217 થી રૂ. 1230 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ( 301 ) :- રૂ. 288 ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 314 થી રૂ. 323 નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ. 330 ઉપર તેજી તરફી ધ્યાન...!!! એનટીપીસી લિ. ( 403 ) :- રૂ. 394 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ. 388 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 414 થી રૂ. 424 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! પાવર ગ્રીડ કોર્પોરેશન ( 313 ) :- રૂ. 297 નો પ્રથમ તેમજ રૂ. 288 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે રૂ. 323 થી રૂ. 330 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા....!!!
Read Original Article →