સોનું ₹3 હજાર વધીને ₹1.46 લાખ પર પહોંચ્યું:ચાંદી ₹6 હજાર વધીને ₹2.28 લાખ થઈ, જુઓ તમારા શહેરમાં સોનાના ભાવ

Business3/30/2026, 7:05:30 AM
સોનું ₹3 હજાર વધીને ₹1.46 લાખ પર પહોંચ્યું:ચાંદી ₹6 હજાર વધીને ₹2.28 લાખ થઈ, જુઓ તમારા શહેરમાં સોનાના ભાવ
સોના-ચાંદીની કિંમતમાં આજે એટલે કે 30 માર્ચે વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 3 હજાર રૂપિયા વધીને 1.46 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 6 હજાર રૂપિયા વધીને 2.28 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. કેરેટ મુજબ સોનાની કિંમત દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સોર્સ: goodreturns 30 માર્ચ, 2026 આ વર્ષે સોનું ₹13 હજાર મોંઘું થયું આ વર્ષે સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. ગયા વર્ષના અંતે સોનું 1.33 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે હવે 1.46 લાખ રૂપિયા પર છે. એટલે કે આ વર્ષે તેની કિંમત અત્યાર સુધીમાં 22 હજાર વધી ગઈ છે. જોકે, ચાંદીની કિંમતમાં 2 હજારનો ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધી સોના-ચાંદીની ચાલ નોંધ:- સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત કિલોમાં | સ્ત્રોત:- IBJA અમેરિકા-ઈરાન તણાવ પર બજાર નિર્ભર રહેશે જાણકારોનું માનવું છે કે સોના-ચાંદીની આગામી ચાલ આ બે બાબતો પર નિર્ભર રહેશે: નિષ્ણાતોનો અભિપ્રાય: શું અત્યારે સોનું ખરીદવું યોગ્ય છે? નિષ્ણાતોના મતે, રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા પછી સોનું હાલમાં 'કરેક્શન ફેઝ' (કિંમતોમાં સુધારો) માં છે. શોર્ટ ટર્મમાં ગતિ થોડી નબળી પડી છે, પરંતુ લોંગ ટર્મમાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે. આવી સ્થિતિમાં, રોકાણકારો સોનામાં થોડું-થોડું કરીને રોકાણ કરી શકે છે.
Read Original Article →