ચાંદી એક દિવસમાં ₹6,138, સોનું ₹1,896 સસ્તું:1 કિલો ચાંદી ₹2.55 લાખ, 10 ગ્રામ સોનું ₹1.54 લાખનું થયું

Business6/5/2026, 9:48:29 AM
ચાંદી એક દિવસમાં ₹6,138, સોનું ₹1,896 સસ્તું:1 કિલો ચાંદી ₹2.55 લાખ, 10 ગ્રામ સોનું ₹1.54 લાખનું થયું
સોના-ચાંદીના ભાવમાં 5 જૂને ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી ₹6,138 ઘટીને ₹2.55 લાખ પર આવી ગઈ છે, જે ગુરુવારે ₹2.61 લાખ પર હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹1,896 ઘટીને ₹1.54 લાખ પર આવી ગયું છે. આ પહેલા 4 જૂને તે ₹1.66 લાખ પર હતું. સોનું ઓલ ટાઈમ હાઈથી 127 દિવસમાં ₹21,931 અને ચાંદી ₹1,30,983 સસ્તી થઈ છે. 29 જાન્યુઆરીએ સોનું ₹1.76 લાખ/10 ગ્રામ અને ચાંદી ₹3.86 લાખ/કિલો હતી. સોનું ઓલ ટાઈમ હાઈથી ₹18 હજાર સસ્તું થયું આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ચાંદીમાં ક્રેશ: ₹3.86 લાખથી ₹2.68 લાખ સુધી ચાંદીમાં સોનાની સરખામણીમાં વધુ ઉતાર-ચઢાવ રહ્યો અને તે ઓલ ટાઈમ હાઈથી ઝડપથી નીચે આવી છે. સોના-ચાંદી પરની આયાત ડ્યુટી 6%થી વધીને 15% થઈ કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે. સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછો કરવાનો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવ્યો છે. આ રીતે કુલ અસરકારક ટેક્સ 15% થઈ ગયો છે. આ પહેલા 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે આયાત ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરી હતી. ટેક્સ વધવાથી દાણચોરી વધવાની શક્યતા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ટેક્સ વધવાથી દાણચોરી વધી શકે છે. આ પહેલા જ્યારે ડ્યુટી ઘટાડવામાં આવી હતી, ત્યારે દાણચોરીમાં ઘટાડો થયો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સરકારે કરંટ એકાઉન્ટ ડેફિસિટ (ચાલુ ખાતાની ખોટ)ને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું ભર્યું છે. પહેલાથી જ ઊંચી કિંમતો વચ્ચે આ નિર્ણય માંગને અસર કરી શકે છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો 1. પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે. અસલી ચાંદી ઓળખવાના 4 રસ્તા મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે. આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે. સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવે છે. ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો નિશાન આવે તો અસલી છે. -------------------------------------- આ સમાચાર પણ વાંચો... ભારતીય ઘરોમાં દેશની GDP કરતા પણ વધુ સોનું:34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડોલર (₹450 લાખ કરોડ) ને પાર કરી ગઈ છે. આ આંકડો દેશની કુલ GDP (4.1 ટ્રિલિયન ડોલર) કરતા પણ વધુ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
Read Original Article →