ચાંદી એક દિવસમાં ₹6,138, સોનું ₹1,896 સસ્તું:1 કિલો ચાંદી ₹2.55 લાખ, 10 ગ્રામ સોનું ₹1.54 લાખ થયું, જાણો તમારા શહેરના ભાવ

Business6/5/2026, 10:53:21 AM
ચાંદી એક દિવસમાં ₹6,138, સોનું ₹1,896 સસ્તું:1 કિલો ચાંદી ₹2.55 લાખ, 10 ગ્રામ સોનું ₹1.54 લાખ થયું, જાણો તમારા શહેરના ભાવ
સોના-ચાંદીના ભાવમાં 5 જૂને ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી 6,138 રૂપિયા ઘટીને 2.55 લાખ રૂપિયા પર આવી ગઈ છે, જે ગુરુવારે 2.61 લાખ રૂપિયા પર હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,896 રૂપિયા ઘટીને 1.54 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા 4 જૂને તે 1.66 લાખ પર હતું. સોનું ઓલ ટાઈમ હાઈથી 127 દિવસમાં 21,931 રૂપિયા અને ચાંદી 1,30,983 રૂપિયા સસ્તી થઈ છે. 29 જાન્યુઆરીએ સોનું ₹1.76 લાખ/10 ગ્રામ અને ચાંદી ₹3.86 લાખ/કિલો હતી. અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો ઓલ ટાઈમ હાઈથી 1.31 લાખ રૂપિયા ઘટી ચાંદી આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવ 1.33 લાખ રૂપિયા હતા, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. ત્યારથી અત્યાર સુધી સોનું 21,931 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્યારે, ચાંદીની કિંમત 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીએ 3.86 લાખ રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી 127 દિવસમાં ચાંદી 1.31 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. સોના-ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધીને 15% થઈ કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે. સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછો કરવાનો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવ્યો છે. આ રીતે કુલ અસરકારક ટેક્સ 15% થઈ ગયો છે. આ પહેલા 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો 1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે. અસલી ચાંદીને ઓળખવાની 4 રીતો મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે. આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ રાખો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે. સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં તાંબા જેવી ગંધ આવે છે. ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો ડાઘ પડે તો અસલી છે. -------------------------------------- આ સમાચાર પણ વાંચો... ભારતીય ઘરોમાં દેશની GDP કરતાં વધુ સોનું: 34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડોલર (₹450 લાખ કરોડ)ને પાર થઈ ગઈ છે. આ આંકડો દેશની કુલ 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે, 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધુ છે. સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે આવું બન્યું છે. મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે.
Read Original Article →