ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ટ્રેડિંગ સેશનમાં દરેક ઉછાળે નકારાત્મક ટ્રેન્ડ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં બેરિશ ટ્રેન્ડ વધુ મજબૂત

Business4/22/2026, 6:35:00 PM
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ટ્રેડિંગ સેશનમાં દરેક ઉછાળે નકારાત્મક ટ્રેન્ડ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં બેરિશ ટ્રેન્ડ વધુ મજબૂત
આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ દરેક ઉછાળે નકારાત્મક ટ્રેન્ડ સાથે સ્પષ્ટ બેરિશ મૂડ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, જીઓપોલિટિકલ તણાવ અને કોમોડિટી બજારમાં ઉથલપાથલને કારણે રોકાણકારોમાં સાવચેતીનું વલણ વધ્યું હતું. બજારમાં માત્ર ટેકનિકલ બ્રેકડાઉન જ નહીં પરંતુ સેન્ટિમેન્ટલ નબળાઈ પણ સ્પષ્ટ દેખાઈ હતી, જે સૂચવે છે કે ટૂંકા ગાળામાં બજારમાં વધુ દબાણ રહી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સીઝફાયર વધારવાની જાહેરાત વચ્ચે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોના-ચાંદીમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો તાજેતરનો નિર્ણય છે. ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામની ડેડલાઇન વધારી દીધી છે, પરંતુ આ સમયગાળો કેટલો હશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. સેન્સેક્સ મૂવમેન્ટ :- આજે સેન્સેક્સમાં દિવસ દરમિયાન સતત નીચા સ્તરો તરફ ગતિ જોવા મળી હતી. હેવીવેઈટ સ્ટોક્સમાં વેચવાલી અને બેન્કિંગ તેમજ આઈટી સેક્ટરમાં નબળાઈને કારણે ઇન્ડેક્સ પર ભારે દબાણ આવ્યું હતું. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 79237 સામે 79019 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 78442 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ 586 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સેન્સેક્સ સરેરાશ 756 પોઈન્ટના ઘટાડા સાથે 78516 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24584 સામે 24451 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 24325 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ 172 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 199 પોઈન્ટના ઘટાડા સાથે 24385 પોઈન્ટ બંધ થયેલ. બજારમાં નબળાઈના મુખ્ય કારણો :- વૈશ્વિક બજારોની અસર :- અમેરિકા અને યુરોપના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં પણ વ્યાપક નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક પરિબળો :- મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઊર્જા સપ્લાય અંગેની ચિંતાઓ. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો વૈશ્વિક મોંઘવારી વધારવાની શક્યતા ઉભી કરે છે. સ્થાનિક પરિબળો :- એફઆઈઆઈ આઉટફ્લો, ઊંચા વેલ્યુએશન અને રૂપિયામાં નબળાઈ બજાર માટે નકારાત્મક પરિબળ રહ્યા હતા. સેક્ટર તરફી માહોલ :- આઈટી, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું. એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત તેજી જોવા મળી હતી. એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ :- તા. 21.04.2026 ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા રૂ. 1918.99 કરોડની વેચવાલી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII) દ્વારા રૂ. 2221.27 કરોડની ખરીદી જોવા મળી હતી. તા. 23.04.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે નિફટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 22.04.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24385 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24188 પોઈન્ટના પ્રથમ અને 24088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24404 પોઈન્ટ થી 24474 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24505 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ :- એસબીઆઈ લાઈફ ( 1892 ) :- રૂ. 1873 નો પ્રથમ તેમજ રૂ. 1860 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1909 થી રૂ. 1923 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1930 ઉપર તેજી તરફી ધ્યાન...!! ભારતી ઐરટેલ ( 1832 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1808 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1797 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1844 થી રૂ. 1850 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! વોલ્ટાસ લીમીટેડ ( 1478 ) :- રૂ. 1460 નો પ્રથમ તેમજ રૂ. 1434 ના બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1490 થી રૂ. 1500 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1362 ) :- ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1373 થી રૂ. 1380 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1320 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! અદાણી ગ્રીન એનર્જી ( 1194 ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ. 1160 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1203 થી રૂ. 1213 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!! ભાવિ દિશા :- આગામી સેશનમાં બજારમાં નબળાઈ યથાવત રહેવાની શક્યતા છે. જો ગ્લોબલ સંકેતો સુધરે અને ક્રૂડ ઓઈલમાં સ્થિરતા આવે તો બજારમાં રિકવરી શક્ય છે, નહિતર વધુ ઘટાડો જોવા મળી શકે છે. રોકાણકારોએ હાલ સાવચેતી રાખવી જોઈએ અને વધુ જોખમ લેવાનું ટાળવું જોઈએ. ટૂંકા ગાળે વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે, તેથી સંયમ અને વ્યૂહાત્મક અભિગમ અપનાવવો જરૂરી છે.
Read Original Article →