ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ગુરુવારે શેરબજારમાં શરૂઆતમાં તેજી તરફી માહોલ જોવાયો:વૈશ્વિક સંકેતોના કારણે બજારમાં મર્યાદિત દબાણ જોવા મળ્યું
ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં શરૂઆતમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો. ત્યારબાદ મંદી જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઈલ માર્કેટ કહો કે પછી કરન્સી માર્કેટ હોય કે બુલિયન બજાર દરેકમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન આજે ભારતીય શેરબજાર ખુલતાં જ પ્રી ટ્રેડિંગ સેશનમાં ભારે તેજી જોવા મળી. જોકે પછીથી સેન્સેક્સમાં સતત ઘટાડો થતો દેખાયો હતો. ઈરાન યુદ્ધનો ટૂંક સમયમાં અંત આવશે એવા બિનભરોસાપાત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને બીજી તરફ રશિયા પાસેથી ભારતને ઓઈલ ખરીદવાની અમેરિકાની પરવાનગી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપના દેશોની મુલાકાતમાં નેધરલેન્ડ, નોર્વે, સ્વિડન અને હવે ઈટાલી સાથે અબજો ડોલરના રોકાણના અનેક કરારોની પોઝિટીવ અસરે આજે ભારતીય શેર બજારોમાં વોલેટીલિટીના અંતે યુ-ટર્ન લઈ મજબૂત રિકવરી જોવાઈ હતી. શરૂઆતમાં વૈશ્વિક સંકેતોના કારણે બજારમાં મર્યાદિત દબાણ જોવા મળ્યું હતું, પરંતુ દિવસ આગળ વધતા બેંકિંગ, માળખાગત વિકાસ અને પસંદગીયુક્ત મોટા શેરોમાં ખરીદી વધતા સૂચકાંકોમાં સુધારો નોંધાયો. ટૂંકી વેચવાલી આવરણ અને સ્થાનિક રોકાણકારોની સક્રિય ભાગીદારી બજાર માટે મુખ્ય ટેકો બની. દિવસ દરમિયાન અસ્થિરતા જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચર :- સેન્સેક્સમાં દિવસ દરમિયાન મજબૂત તેજી જોવા મળી. શરૂઆતમાં મર્યાદિત દબાણ બાદ બેંકિંગ અને નાણાકીય શેરોમાં ખરીદી વધતા સૂચકાંકમાં ઝડપી સુધારો આવ્યો. પસંદગીયુક્ત મોટા મૂડીવાળા શેરોમાં ખરીદીના કારણે બજાર ઉપરના સ્તરે આગળ વધતું રહ્યું. નિફ્ટી ફ્યુચરમાં તેજી તરફી વлણ જોવા મળ્યું. ટૂંકી વેચવાલી આવરણ અને નવા લાંબા ગાળાના સોદા વધતા બજારમાં સુધારો જોવા મળ્યો. ટેકનિકલ ચાર્ટ પર ઊંચા તળિયાની રચના જોવા મળી. મહત્વપૂર્ણ આધાર સ્તર નજીક ખરીદી સક્રિય રહી. વિકલ્પ આંકડા મુજબ પુટ લખાણ મજબૂત જોવા મળ્યું, જે બજાર માટે સકારાત્મક સંકેત ગણાય છે. ક્રૂડ ઓઈલમાં કડાકો :- બીજી બાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ઈરાન સાથે જલદી જ સમજૂતી થવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલમાં અચાનક જ મોટો કડાકો બોલાયો હતો. જે ગઈકાલ સુધીમાં 110 ડૉલરની આસપાસ હતું તે ક્રૂડ ઓઇલ આજે 105 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે જે એકઝાટકે 5 ડૉલરનો ઘટાડો દર્શાવે છે. આની સાથે ફરી એકવાર વિશ્વને રાહતના સંકેત મળ્યા છે. ડૉલર સામે રૂપિયો મજબૂત થયો :- બીજી બાજુ એક સારા સંકેત પણ એ રહ્યા છે. રૂપિયાએ પહેલા તો ડૉલર સામે 96.96 ની સપાટી બનાવી હતી. જોકે આ ઓલ ટાઈમ લૉ લેવલે પહોંચ્યા બાદ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો અને પછી રૂપિયાની કિંમત એકઝાટકે 96.10 સુધી આવી ગઈ હતી જે સારા સંકેત મનાય છે. હાલમાં સમાચાર લખવા સુધીમાં ડૉલર સામે રૂપિયો 96.325 પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બજારોમાં અગાઉના સેશનમાં મર્યાદિત સુધારો જોવા મળતા એશિયન બજારોમાં પણ મિશ્ર અસર જોવા મળી. અમેરિકન બોન્ડ યીલ્ડમાં સ્થિરતા રોકાણકારો માટે થોડી રાહતરૂપ રહી. ડોલર સૂચકાંકમાં મર્યાદિત વધઘટ જોવા મળતા ઉદયમાન બજારોમાં દબાણ ઘટ્યું. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા રહેતા વૈશ્વિક મોંઘવારી અંગેની ચિંતા થોડી ઓછી જોવા મળી. સ્થાનિક સ્તરે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી બજાર માટે મુખ્ય ટેકો બની. બેંકિંગ અને માળખાગત વિકાસ સંબંધિત શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી. નાના રોકાણકારોની સક્રિય ભાગીદારી અને સ્થાનિક નાણાં પ્રવાહ બજાર માટે સકારાત્મક પરિબળ રહ્યા. રૂપિયા સ્થિર રહેતા રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો. સેક્ટર તરફી માહોલ અને તેજીના કારણો :- ફંડોની આજે કેપિટલ ગુડઝ શેરોમાં મોટી ખરીદી થઈ હતી. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડા સાથે જિયો પ્લેટફોર્મના આઈપીઓની તૈયારીના અહેવાલો અને વેલ્યુએશનના રિપોર્ટ વચ્ચે આજે ફંડોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં મોટી ખરીદી થઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ ફંડોની પસંદગીના બેંક, ફાઈનાન્સ શેરોમાં લેવાલી રહી હતી. મેટલ - માઈનીંગ શેરોમાં આજે વેચવાલી અટકીને ઘટાડે પસંદગીની ખરીદી થઈ હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી, ટૂંકી વેચવાલી આવરણ, બેંકિંગ શેરોમાં મજબૂતી અને સ્થાનિક નાણાં પ્રવાહ બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ રહ્યા. મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર બજાર ટકેલું રહેવું પણ રોકાણકારોમાં વિશ્વાસ વધારતું રહ્યું. સોના-ચાંદીમાં કડાકો :- આજે સૌથી વધુ કડાકો ચાંદીમાં બોલાયો હતો. ગઈકાલે ચાંદી વાયદા બજારમાં 274265 રૂપિયાએ બંધ થઈ હતી. જે આજે 2291 રૂપિયા તૂટીને 271974ની આજની નીચલી સપાટીને સ્પર્શી ગઈ હતી. જ્યારે બીજી બાજુ સોનું પણ સસ્તુ થયું છે. ગઈકાલે સોનું ફરી એકવાર 160006ની સપાટીએ પહોંચ્યું હતું પરંતુ આજે તે ફરીએકવાર તૂટતાં 159533ની સપાટીએ પહોંચ્યું હતું. આજે સોનું લગભગ 473 રૂપિયા જેટલું સસ્તું થયું છે. ભાવિ દિશા અને આરબીઆઈ પૉલિસી અંદાજ :- ભારતીય શેરબજાર તેજી તરફી પરંતુ અસ્થિર રહી શકે છે. મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર ટકવું જરૂરી રહેશે. બેંકિંગ અને રક્ષણાત્મક સેક્ટર આગામી સમયમાં વધુ મજબૂતી બતાવી શકે છે. વિદેશી નાણાં પ્રવાહમાં સુધારો અને વૈશ્વિક સ્થિરતા બજારમાં વધુ તેજી લાવી શકે છે. ઉપરના સ્તરે અવરોધ દબાણ યથાવત રહી શકે છે. વૈશ્વિક સંકેતો અને વિદેશી નાણાં પ્રવાહ બજારની આગામી દિશા નક્કી કરશે. બીજી તરફ, રૂપિયો ડોલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડોલર આશરે 97ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની આ નબળાઈને રોકવા માટે રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે અને આરબીઆઈ આ બાબત પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહી છે. આમ તો આરબીઆઈની આગામી એમપીસી બેઠક 5 જૂનથી શરૂ થવાની છે, પરંતુ કટોકટીની ગંભીરતાને જોતા રિઝર્વ બેન્ક નક્કી કરેલા કાર્યક્રમ પહેલા પણ ઇમરજન્સી મીટિંગ બોલાવીને રેટ્સમાં ફેરફાર કરી શકે છે. આ પહેલા પણ મે 2022માં આરબીઆઈ નક્કી કરેલા શિડ્યુલથી અલગ જઈને અચાનક વ્યાજદરો વધારી ચૂકી છે. તા. 22.05.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 21.05.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23635 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23474 પોઈન્ટના પ્રથમ અને 23404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23707 પોઈન્ટ થી 23770 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ: ગ્રાસીમ લીમીટેડ ( 3170 ) :- આ સ્ટોક રૂ. 3133 નો પ્રથમ તેમજ રૂ. 3088 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 3194 થી રૂ. 3203 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી शक्यता છે...!! રૂ. 3220 ઉપર તેજી તરફી ધ્યાન...!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1349 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1330 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1318 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1363 થી રૂ. 1370 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1016 ) :- રૂ. 1003 નો પ્રથમ તેમજ રૂ. 990 ના બીજા સપોર્ટથી એફએમસીજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1033 થી રૂ. 1040 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! લોઢા ડેવલોપર્સ ( 882 ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 894 થી રૂ. 900 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 860 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. હવેલ્લ્સ ઇન્ડિયા ( 1208 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1173 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1223 થી રૂ. 1230 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
Read Original Article →