વૈશ્વિક મૂડીપ્રવાહ ઈમર્જિંગ માર્કેટ્સમાંથી એક્ઝિટ લઈ યુએસ-ચીનના ટેક્નોલોજી-આધારિત બજારોમાં પ્રવેશ
પાછલાં ત્રણ દાયકા દરમિયાન વૈશ્વિક ઇક્વિટી બજારો દેખીતાં માળખાકિય ફેરફારોમાંથી પસાર થયાં છે. જેમાં યુનાઇટેડ સ્ટેટ્સના બજારો હવે મોટા પ્રમાણમાં ટેક્નોલોજીનું પ્રભુત્વ ધરાવતં જોવા મળે છે, જ્યારે ચીનનું બજાર રિઅલ એસ્ટેટ-આધારિત મોડેલમાંથી બહાર આવીને હવે ટેક્નોલોજી અને ફાઈનાન્સિયલ્સના સંતુલનનું મિશ્રણ બની રહ્યું છે. ભારતની વાત કરીએ તો તે કોમોડિટી આધારિત માળખામાંથી ફાઇનાન્સિયલ્સની આગેવાનીમાં તબદિલ થયું હોવાનું SIHLના એમડી તન્યમ શાહે દર્શાવ્યું હતું. સાથે તેણે મટીરિયલ્સ અને એનર્જીના હિસ્સામાં ઘટાડો અનુભવ્યો છે અને યુએસની સરખામણીમાં તે ઓછી કેન્દ્રિતતા(કોન્સન્ટ્રેશન) ધરાવે છે. આ સાથે જ યુએસ અને ચીન જેવા દેશો ઝડપથી AI અને ટેક્નોલોજી તરફ હરણફાળ ભરી રહ્યાં છે, જ્યારે ભારત મોટાપાયે AI ઈકોસિસ્ટમ્સ ઊભી કરવામાં તેમની સાપેક્ષમાં પાછળ જોવા મળે છે. આ ડાયવર્જન્સે વૈશ્વિક મૂડીપ્રવાહ પર અસર કરી છે. સંસ્થાકિય ફંડ્સ આજે ટેક્નોલોજિકલ ઈનોવેશન્સ તરફ તેમની ફાળવણી વધારી રહ્યાં છે. જેને પરિણામે ભારતીય બજારમાં વિદેશી રોકાણનો રસ ઘટતો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક મૂડી પ્રવાહ ફાળવણીમાં આ ફેરફારનું પ્રતિબિંબ નાણા વર્ષ 2025-26માં ભારતીય શેરબજારમાંથી FPIs તરફથી રૂ. 1.81 લાખ કરોડના આઉટફ્લોમાં જોવા મળે છે. જેણે ભારતીય બજાર પર નજીકના સમયગાળા માટે દબાણ જાળવ્યું છે. જોકે, DIIs તરફથી રૂ. 8.5 લાખ કરોડના મજબૂત પ્રવાહે ભારતીય બજારમાં રિટેલ રોકાણકારોનો વધતાં વિશ્વાસને દર્શાવ્યો છે. આને કારણે ભારતીય શેરબજારને સ્થિરતા મળવા સાથે ઘટાડા સામે સપોર્ટ પ્રાપ્ય થયો હતો. છેલ્લાં ચાર મહિનામાં પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિઅલ એસ્ટેટ જેવા એસેટ-હેવી ક્ષેત્રોમાં પ્રમોટર્સ તરફથી 4 અબજ ડોલરની ખરીદી પણ સ્થાનિક ગ્રોથમાં વિશ્વાસનો સંકેત આપે છે. જે વૈશ્વિક મૂડી તરફથી ટેક્નોલોજી-ચલિત માર્કેટ તરફથી ગતિને કારણે જોવા મળતી અસરને આંશિકપણે ખાળવામાં સહાયરૂપ બની છે. કેલેન્ડર 2026માં FIIs તરફથી પસંદગીના ક્ષેત્રોમાં પુનઃપ્રવેશ જોવા મળ્યો છે. જેમકે, કેપિટલ ગુડ્ઝ, મેટલ્સ એન્ડ માઈનીંગ અને પાવરમાં વિદેશી સંસ્થાઓ તરફથી મજબૂત પ્રવાહ નોંધાયો છે. આ વલણ સાઈક્લિકલ અને ઈન્વેસ્ટમેન્ટ-લેડ થીમ્સ તરફનો સ્ટ્રેટેજીક બદલાવ દર્શાવે છે. આ ક્ષેત્રોને વૈશ્વિક કોમોડિટી મજબૂતી અને સ્થાનિક કેપેક્સ મોમેન્ટમને કારણે લાભ મળી રહ્યો છે. નિફ્ટી 25100ની 200-દિવસની SMA તરફ ગતિ કરી શકે નિફ્ટી 23800-24400ની રેંજમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે. 24,450 ઉપરનો નિર્ણાયક બંધ 25100ની 200-દિવસની SMA તરફ ગતિ કરી શકે છે. વર્તમાન માળખું પોઝીટીવ જણાય છે અને બાય-ઓન-ડિપ્સ સ્ટ્રેટેજીની તરફેણ કરે છે. વર્તમાન રેંજ બાઉન્ડ માર્કેટમાં નફો રળવા માટે સ્ટોક-સ્પેસિફિક અભિગમ જરૂરી બની રહેશે. એક્સપર્ટ તન્મય શાહ, મેનેજિંગ ડિરે., SIHL
Read Original Article →