મે મહિનામાં 12 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય:5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 5 દિવસ બેંકો બંધ રહેશે
આવતા મહિને એટલે કે મે મહિનામાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 12 દિવસ બેંકોમાં કામકાજ થશે નહીં. RBI દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, આવતા મહિને 5 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 5 દિવસ અલગ-અલગ જગ્યાએ બેંકો બંધ રહેશે. મહિનાની શરૂઆત એટલે કે 1 મેના રોજ રજાથી થશે. મહારાષ્ટ્ર દિવસ, બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસ (લેબર ડે) પર દેશમાં લગભગ બધી જગ્યાએ બેંકો બંધ રહેશે. અહીં જુઓ મે 2026માં તમારા રાજ્ય કે લોકેશનમાં બેંકો ક્યારે-ક્યારે બંધ રહેશે... આ છે મે મહિનાની બેંક હોલિડે લિસ્ટ ઓનલાઈન બેન્કિંગ દ્વારા કામ પતાવી શકશો તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં થાય. મે મહિનામાં શેરબજારમાં 12 દિવસ કારોબાર નહીં મે 2026માં શેરબજારમાં 12 દિવસ કારોબાર નહીં થાય. તેમાં 10 દિવસ શનિવાર અને રવિવારે કારોબાર નહીં થાય. આ ઉપરાંત, શેરબજાર 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ અને 28 મેના રોજ બકરીદ પર પણ બંધ રહેશે.
Read Original Article →