જર્મનીમાં એન્જિનિયરિંગ-નર્સિંગ ક્ષેત્રે નોકરીઓનો રાફડો ફાટશે:2029 સુધીમાં 50 લાખ લોકો રિટાયર થશે, પરિવાર સાથે સેટ થવાની સુવર્ણ તક
જર્મની ટૂંક સમયમાં એજ્યુકેશન માટે IELTSના બેન્ડ 7 કરશે. આના કારણે મોટી સંખ્યામાં ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓને અસર થઇ શકે તેમ છે. જો કે સારા સમાચાર એ પણ છે કે 2029 સુધીમાં ત્યાં 50 લાખ લોકો રિટાયર થશે. જેથી ત્યાં સેટ થવા માગતા લોકો માટે આ મોટી તક છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે જર્મની શા કારણે બેન્ડ વધારી રહ્યું છે? જર્મની હાલમાં કેમ સારું છે? આ સ્થિતિ કેટલા સમય સુધી રહેશે? ત્યાં જવું હોય તો કેટલો ખર્ચ થાય? દિવ્ય ભાસ્કરે કરિયર લાઇન એજ્યુકેશનના ભાવિન ઠાકર સાથે વાતચીત કરીને આ અંગે માહિતી મેળવી હતી. 5 હજારથી વધુ ગુજરાતીઓ વિદ્યાર્થીઓને વિઝા મળ્યાં
હાલમાં ઘણા દેશોના જીઓપોલિટિકલ ઇશ્યૂ ચાલી રહ્યા છે. જેથી લોકોનો પ્રેફરન્સ બદલાયો છે અને જર્મની તરફ વળી રહ્યાં છે. ગયા વર્ષે જર્મનીએ આશરે 60 હજાર ભારતીય વિદ્યાર્થીના વિઝા એપ્રુવ કર્યા છે. એમાંથી ગુજરાતી વિદ્યાર્થીઓ લગભગ 5 હજારથી 8 હજાર જેટલા હશે. જર્મની ભારતીયોની પસંદ બની રહ્યું હોવાની સાબિતી નીચેના આંકડા આપે છે. આ આંકડો માત્ર બેચલર્સ, માસ્ટર્સ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓનો છે. જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ, ટૂંકા ગાળાના સંશોધન, સ્ટુડન્ટ એક્સ્ચેન્જ વગેરે માટે જર્મની જાય છે તે આમાં સામેલ નથી. આમાંથી 41,048 (69%) વિદ્યાર્થીઓ છે અને 18,371 (31%) વિદ્યાર્થિનીઓ છે. જે વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે તેમાંથી 60% એન્જિનિયરિંગ, 21% સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, વ્યવસ્થાપન, 18% ગણિત, પ્રાકૃતિક વિજ્ઞાન અને 6% રમતગમત, કલા, જર્મન અભ્યાસ વગેરે માટે ગયા છે. વિદ્યાર્થી જર્મનીમાં પાર્ટ ટાઇમ વિકલી 20 કલાક અથવા ફૂલ ટાઇમ વાર્ષિક 140 દિવસ કામ કરી શકે છે. જર્મન ભાષા આવડે તો ઘણી બધી જોબ મળી શકે છે. ધો. 12માં 70% જરૂરી
ભાવિન ઠાકર કહે છે કે, જર્મનીનું બિહેવીયર જોઇએ તો છેલ્લા 2-3 વર્ષમાં એપ્લિકેશન બહુ જ વધી ગઇ છે, હરીફાઇ વધી છે. એક મહિના પહેલા જ અંડર ગ્રેજ્યુએટ માટે ધો. 12માં મિનિમમ 70% હોવા જોઇએ એવું નક્કી કરી નાખ્યું. જો તે ન હોય તો જર્મની માટે એપ્લિકેશન ન કરી શકાય. જેમ જેમ અરજીઓ વધશે તેમ તેમ ત્યાંની સરકાર માસ્ટર ડિગ્રી માટે પણ હરિફાઇ વધારશે. એવું બની શકે કે અત્યારે 6.5 બેન્ડ જરૂરી છે એ ભવિષ્યમાં 7 કરી શકે છે. જર્મનીમાં ફ્રી અથવા લો કોસ્ટ એજ્યુકેશન ઓફર થાય છે. જે વિદ્યાર્થીઓ માટે બહુ મોટું ઇન્સેન્ટિવ છે કારણ કે પેરેન્ટ્સને કોઇપણ બર્ડન આપ્યા વગર વિદ્યાર્થી ત્યાં જઇ શકે છે. જાહેર યુનિવર્સિટીમાં ફ્રી એજ્યુકેશન
આ અંગે ભાવિન ઠાકરનું કહેવું છે કે જર્મનીમાં પબ્લિક યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફ્રી હોય છે. છતાં ખર્ચની વાત કરીએ તો 8000ની આસપાસ વિઝા ફી, APS (એકેડેમિક ઇવેલ્યુએશન) નામની પ્રોસેસના 15000ની આસપાસ, એક સેમેસ્ટરની એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ 500થી 3000 યુરો (54 હજાર રૂપિયાથી 3.26 લાખ રૂપિયા) સુધીની હોઇ શકે છે. એક વર્ષનો રહેવા ખાવાનો ખર્ચ વધુમાં વધુ 11 લાખ હોય છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે ટ્યુશન ફી નથી પણ એડમિનિસ્ટ્રેશન ફી હોય છે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ટ્યુશન ફી હોય છે. 'માર્ચ ઇન્ટેક (માર્ચ કે એપ્રિલ મહિનામાં શરૂ થતું નવું સેમેસ્ટર)માં મોસ્ટલી પ્રાઇવેટ યુનિવર્સિટી ઓફર કરતી હોય છે. એ રીતે જોઇએ તો 2026ના પહેલા 3 મહિનામાં આશરે 1500 ગુજરાતી વિદ્યાર્થીઓ જર્મની ગયા હશે. જર્મનીમાં સામાન્ય રીતે જાન્યુઆરી અને સપ્ટેમ્બર ઇન્ટેક હોય છે.' જર્મન ભાષા અને સંસ્કૃતિ મહત્વની
જર્મની ગયેલા વિદ્યાર્થીએ જર્મન ભાષા શીખવી પડે છે તો જ તે ત્યાં આગળ વધી શકે છે.
તેમના મતે, ભાષા B2 લેવલ ક્રેક ન કરે ત્યાં સુધી ફિલ્ડ રિલેટેડ તક નહીં મળે. આ બે જ નહીં પણ મોટાભાગના બધા સેગમેન્ટમાં લેંગ્વેજ વગર સફળતા નથી મળતી. જર્મની પોતાના મૂળ સાથે ખૂબ કનેકટેડ છે. ત્યાંના લોકો પોતાની લેંગ્વેજ અને કલ્ચર પ્રત્યે પ્રોટેક્ટિવ છે. જો કોઇ તેમના કલ્ચર અને ભાષાનું સન્માન જાળવે, તેને શીખીને આગળ વધે તો જર્મનીમાં ઘણી તકો રહેલી છે. 'ભારતથી જર્મન ભાષા શીખીને જાય તો નર્સ, ડૉક્ટર વગેરે વર્ક વિઝા પર ત્યાં જઇ શકે છે. જર્મની ઓપોર્ચ્યુનિટી કાર્ડ નામના વિઝા છે એમાં STEMમાં હોય એવા યંગ લોકો જઇ શકે છે.' અમુક યુનિવર્સિટીમાં 7 બેન્ડ ફરજિયાત
અત્યારે પણ RWTH યુનિવર્સિટી, આર્ખેન યુનિવર્સિટી, એડનબર્ગ યુનિવર્સિટી, ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યૂનિકના ઘણા માસ્ટર્સ કોર્સ માટે 7 બેન્ડ જરૂરી છે. જેથી હવે અન્ય પ્રોગ્રામમાં પણ એની પૂર્વ શરતો શું હોઇ શકે છે તેના પર ધ્યાન રાખીને તૈયારી કરવી જરૂરી છે. આઉટસ્ટેન્ડિંગ એપ્લિકેશન અને ફ્યૂચરમાં કોઇ નિયમ બદલાય તેની અસર ન થાય એ માટે 7 બેન્ડ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. 10થી વધુ એપ્લિકેશન કરવી પડે
જર્મનીના વિઝા માટે પણ ખૂબ હરિફાઇ હોય છે. ભાવિન ઠાકર જણાવે છે કે, જર્મની માટે સ્પર્ધા હોય છે. કન્સલ્ટન્ટ કે વિદ્યાર્થી એપ્લિકેશન કરે ત્યારે મિનિમમ 10 થી 12 એપ્લિકેશન કરવી પડે છે. 5 એકદમ કોમ્પિટિટિવ યુનિવર્સિટીમાં, 4 એપ્લિકેશન મીડિયોકર યુનિવર્સિટીમાં, 3 સેફ યુનિવર્સિટી અને 2 પ્રાઇવેટમાં કરવી પડે. એ રીતે પોર્ટફોલિયો બનાવવો પડે. 'કોમ્પિટેટિવ છે એટલે પ્રોફાઇલ બનાવવું પડે. જેથી જે યુનિવર્સિટી અને જે કોર્સમાં એડમિશન લો છો તેમાં તમારૂં કમિટમેન્ટ કેટલું છે? એ કોર્સ માટે તમે મોસ્ટ એલિજિબલ અથવા કોમ્પિટેટિવ કેન્ડિડેટ છો એ કઇ રીતે સાબિત કરશો. આના પર કામ કરવું પડે.' જર્મનીમાં મેન પાવરની જરૂર પડશે
એક અંદાજા મુજબ 2029 સુધીમાં 50 લાખ લોકલ જર્મન લોકો રિટાયર થાય છે. જેના કારણે મેન પાવરની વધુને વધુ જરૂર પડશે.
તેમણે કહ્યું કે, આ ગેપ ઓછા સમયમાં પૂરો નહીં કરી શકાય. હેલ્થકેર ક્ષેત્રમાં ફક્ત નર્સિંગની જ વાત કરીએ તો અનુમાન છે કે આવતા 15 વર્ષ દરમિયાન 7 લાખ નર્સની જરૂર પડશે. આજની તારીખે જર્મનીમાં પોતાના નાગરિકોને સર્વિસ આપવા માટે 2 લાખ નર્સની જરૂર છે. અમે ધારીએ છીએ કે 2032 સુધી જર્મની યૂથ રિક્રુટમેન્ટ્સના અલગ અલગ પ્રોગ્રામ્સ ચલાવશે. જર્મની સીધા PR નથી આપતું. પહેલાં ત્યાં બોલાવે, ત્યાં એના કલ્ચરમાં લોકો સેટ થાય, જર્મન લોકો સાથે કામ કરે પછી PR મળે છે. જેના પછી તે પોતાના ફેમિલીને પણ ત્યાં બોલાવી શકે છે. પરિવારને સરળતાથી બોલાવી શકાય
ભાવિન ઠાકરે જણાવ્યું કે, સ્પાઉઝને ફેમિલી રિયુનિયન વિઝામાં બોલાવી શકાય છે. કોઇપણ મુખ્ય એપ્લિકેન્ટ ત્યાં જાય એટલે સ્પાઉઝ ડિપેન્ડન્ટ તરીકે એપ્લિકેશન કરી શકે. મુખ્ય એપ્લિકેન્ટના વિઝા આવે એટલે સ્પાઉઝ એપ્લાય કરી શકે છે. બાળકો હોય તો એ પણ સાથે લઇ જઇ શકે છે. લોકલ સિટીઝનના બાળકો ત્યાં જે ફી ભરે એ ભરીને જ બાળકો સિનિયર કેજીથી લઇને સ્કૂલિંગ ભણી શકે છે. કન્સલ્ટન્ટની ફી 25 હજારથી 2.5 લાખ સુધી
એજ્યુકેશન ફ્રી હોવાથી જર્મનીની પબ્લિક ફંડેડ યુનિવર્સિટી ક્યારેય કન્સલ્ટન્ટ સાથે ટાઇઅપ નથી કરતી. જેથી કન્સલ્ટન્ટને યુનિવર્સિટી પાસેથી કંઇ મળતું નથી. જર્મની માટે કન્સલ્ટન્ટ 25 હજાર રૂપિયાથી લઇને અઢી લાખ રૂપિયા સુધીનો ચાર્જ લે છે. આ અંગે તેમણે કહ્યું કે, કેટલી યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરો છો. સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટની કેટલી સર્વિસ લો છો વગેરે પર આધાર રાખે. એપ્લિકેશન, પ્રોફાઇલ બિલ્ડિંગ અને જર્મન લેંગ્વેજ કોચિંગ તેમાં આવી ગયું. પેકેજમાં જે સર્વિસ લીધી હોય તે પ્રમાણે ચાર્જ કરે. વિઝા કન્સલ્ટન્ટ વિદ્યાર્થીના અભ્યાસ અને આવડતને ધ્યાને રાખીને કોર્સ સજેસ્ટ કરે છે.
તેઓ કહે છે કે, ઘણા બધા સેક્ટર બૂમિંગ હોય પણ સાથે સ્ટુડન્ટનું પણ મેચ મેકિંગ કરવું પડે છે. સાયન્સના સ્ટુડન્ટનું મેથ્સ સારું હોય તો ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોમિકેનિકલ, રોબોટિક્સ વગેરે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને અમે સજેસ્ટ કરીએ છીએ.
Read Original Article →