આજનું એક્સપ્લેનર:72 સીટો પર ટીએમસીની હારનું અંતર, SIRમાં કપાયેલા વોટથી પણ ઓછું છે; શું SIRએ ભાજપને બંગાળ જીતાડી દીધું?
પશ્ચિમ બંગાળમાં હાર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું, "અમે ચૂંટણી હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચ મેઈન વિલન છે. SIRના બહાના હેઠળ ભાજપ સાથે મળીને લાખો નામો દૂર કરવામાં આવ્યા અને 100 બેઠકો લૂંટી લીધી." પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ રીતે આશરે 90.8 લાખ મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ હટાવાયેલા મતદારોનું મતવિસ્તારવાર વિશ્લેષણ કરીએ અને TMCના આરોપોને સાચા માની લઈએ તો SIR વિના ભાજપ બંગાળમાં બહુમતી મેળવી શક્યો ન હોત. સંપૂર્ણ હિસાબ શું છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં... ફાઈન્ડિીંગ-1 : 72 સીટો પર ટીએમસીની હારનું અંતર, SIRમાં કપાયેલા વોટથી પણ ઓછું પબ્લિક પોલિસી અને ડેટા રિસર્ચ કરનારી કોલકાતા સ્થિત સાબર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા 90.8 લાખ મતદારોમાંથી 24.2 લાખ વોટર્સના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 66.6 લાખ નામો ડુપ્લિકેટ, ટ્રાન્સફર, ગેરહાજરી, 2002ની મતદાર યાદીમાંથી ગેરહાજર અથવા તાર્કિક વિસંગતતાઓને કારણે દૂર કરવામાં આવ્યા છે. મૃતકો ઉપરાંત બાકીના 66.6 લાખ મતદારોના વિસ્તારવારનું એનાલિસિસ જોઈએ તો... જોકે, આ ખૂબ જ લિનીયર થિંકીંગ પર આધારિત એક રફ ગણતરી છે. રાજકારણ ફક્ત ગણિત પર ચાલતું નથી. ફાઈન્ડિીંગ-2 : 143 બેઠકો પર 20,000 થી વધુ મતો કાઢી નાખવામાં આવ્યા હતા જેમાં ભાજપે 91 જીત મેળવી હતી. 66.6 લાખ મતદારોમાંથી 143 બેઠકો એવી છે જ્યાં SIR માં 20,000 થી વધુ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ 143 બેઠકોમાંથી ભાજપે 91 બેઠકો જીતી હતી, જ્યારે TMC 50 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી હતી. 2021માં TMC આ 143 બેઠકોમાંથી 110 બેઠકો પર કબજો જમાવ્યો હતો, જ્યારે BJP પાસે ફક્ત 33 બેઠકો હતી. ફાઈન્ડિીંગ-3 : જે 20 સીટો પર સૌથી વધારે વોટ કપાયા, તેમાંથી TMCએ 14 જીતી SIRમાં જે 20 સીટો પર સૌથી વધારે નામ કપાયા, તેમાંથી 14 સીટો આ વખતે ટીએમસીએ જીતી. પાછલી ચૂંટણીમાં ટીએમસીએ આ બેઠકોમાંથી 18 બેઠકો જીતી, એટલે કે 4 બેઠકોનો ઘટાડો. આ બેઠકો પર ભાજપને 3 બેઠકોનો ફાયદો થયો. છેલ્લી ચૂંટણીમાં ટીએમસીએ આ બેઠકો પર સરેરાશ 59% મત મેળવ્યા હતા જ્યારે ભાજપને ફક્ત 26% મત મળ્યા હતા. આનો અર્થ એ થયો કે સૌથી વધુ મત એવી સીટ પર કપાયા જ્યાં ટીએમસી ખૂબ મજબૂત હતી અને ભાજપ ખૂબ જ નબળો હતો. પરિણામ એ આવ્યું કે આ 20 બેઠકો પર જીત અને હારનો તફાવત જે પાછલી ચૂંટણીમાં 33% હતો તે ઘટીને 13% થઈ ગયો. જે ટીએમસી માટે સીધું નુકસાન હતું. સવાલ-1 : શું ભાજપની બંગાળ જીતમાં SIR જ સૌથી મોટું ફેક્ટર રહ્યું?
જવાબ : ધ હિન્દુના એક અહેવાલ મુજબ, દૂર કરાયેલા 90.8 લાખ નામોમાંથી 57.47 લાખ હિન્દુ હતા, જે 63% છે, અને 31.11 લાખ મુસ્લિમ હતા, જે 34% છે. 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં મુસ્લિમ વસ્તી 27% હતી અને એવો અંદાજ છે કે મુસ્લિમ વસ્તી હવે 30% સુધી પહોંચી ગઈ છે. સાબર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, નંદીગ્રામ બેઠક પર જ્યાં લગભગ 25% મુસ્લિમ વસ્તી છે, ત્યાં કાઢી નાખવામાં આવેલા નામોમાંથી 94.5% મુસ્લિમ હતા. ભવાનીપુર બેઠક પર જ્યાં મુસ્લિમ વસ્તી 20% છે, આ આંકડો 40.1% છે. આ વખતે ભાજપના સુવેન્દુ અધિકારીએ આ બંને બેઠકો જીતી. 2021માં મતોમાં 1% નો વધારો થવાથી ટીએમસીને 14 બેઠકો મળી. આ વર્ષે ભાજપે 1% મતોમાં વધારા સાથે 32 બેઠકો મેળવી. આનો અર્થ એ થયો કે મતોમાં દરેક 1% વધારા સાથે, ભાજપે ટીએમસી કરતા બે અને ચતુર્થાંશ ગણી વધુ બેઠકો જીતી. આ ગણિત, ઈલેક્શન મેનેજમેન્ટ છે કે બીજું કાંઈ... એક્સપર્ટને આના પર હવે કામ કરવું પડશે. સવાલ-2 : ભાજપની બંગાળ જીતના બીજા ક્યા મોટા ફેક્ટર છે?
જવાબ : SIR સિવાય આ 4 મુખ્ય કારણો બંગાળમાં ભાજપની જીત તરફ દોરી ગયા... સવાલ-3 : બંગાળમાં SIR કેવી રીતે થયું અને આના પર સવાલો કેમ ઉઠી રહ્યા છે?
જવાબ : 27 ઓક્ટોબર 2025 ના રોજ, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સહિત 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR નો આદેશ જારી કર્યો. SIR પર સવાલ કેમ ઉઠ્યા?
Read Original Article →