DB REELS: 'ભાવતાલ કરવાની મજા જ અલગ છે':'દાળ-ભાત અને ઘી વિના જિંદગી અધૂરી'; આર્કિટેક્ટમાંથી એક્ટર બનેલા 'દબંગ' સોનાલી લેલે દેસાઈ સાથે રમુજી ગપસપ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ ‘દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026’ 14 જૂને યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. આર્કિટેક્ટમાંથી એક્ટર બનેલાં સોનાલી લેલે દેસાઈ 'ભ્રમ' ફિલ્મ માટે બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ (ફિમેલ) માટે નોમિનેટ થયા છે. ગંભીર ભૂમિકા ભજવનારા મૂળ મહારાષ્ટ્રના વતની અને વડોદરાના વહૂ સોનાલી વાસ્તવિક જીવનમાં ખુશમિજાજી અને જિંદાદિલ વ્યક્તિ છે. સોનાલીએ પોતાના નખરાળા અંદાજથી હટકે જવાબો આપીને ચાહકોને હસાવી દીધા.
Read Original Article →